ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / શેરબજારમાં મંગળવારે 'અમંગળ', સેન્સેક્સમાં 600 અંકોનો કડાકો, તો નિફ્ટી પણ નુકસાનમાં

માર્કેટ ક્રેશ / શેરબજારમાં મંગળવારે 'અમંગળ', સેન્સેક્સમાં 600 અંકોનો કડાકો, તો નિફ્ટી પણ નુકસાનમાં

Published By: Priyankka Triveddi

Last Updated: 02:36 PM, 20 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stock Market Crash: આજ રોજ મંગળવારના રોજ અઠવાડિયાના બીજા કારોબારી દિવસે શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. નિફ્ટી અને સેન્સેક્સ સાથે અમુક શેરોને પણ આની અસર થઈ છે.

ADVERTISEMENT

Stock Market Crash Tuesday: મંગળવારે અઠવાડિયાના બીજા કારોબારી દિવસે શેરબજારમાં ભારે કડાકો નોંધાયો છે. નિફ્ટી 25500ની નીચે ટ્રેડ કરી રહ્યો છે તો સેન્સેક્સમાં પણ 600થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. બજાજ ફાયનાન્સ, ઝૉમેટો ના શેરમાં પણ ભારે અસર જોવા મળી છે.

શેરબજારમાં મંગળવારે ભારે કડાકો જોવા મળી રહ્યો છે અને રોકાણકારોને પણ મોટું નુકસાન વેઠવું પડ્યું છે. BSE Sensex 615 પોઈન્ટ તૂટીને 82630 પર ટ્રેડ કરી રહ્યો છે તો બીજી તરફ Nifty 218 પોઈન્ટ તૂટીને 25318 પર છે. નિફ્ટી બેન્કમાં 325 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. સોમવારે પણ શેરબજારમાં ભારે ભાગદોડનો માહોલ જોવા મળ્યો હતો.

Stock-Market

ICICI, HDFC Bank, Hindustan Unilever અને Kotak Mahindra જેવી બેન્કોના શેરમાં પણ ઘટાડો નોંધાયો છે પણ આ ઘટાડો મામૂલી છે પરંતુ બાકીના શેરમાં ખૂબ મોટો ઘટાડો આવ્યો છે અને તે ખરાબ રીતે તૂટયા છે. BSE ટોપ 30 માંથી 26 શેરના સૌથી વધુ કડાકો બોલાયો છે. સૌથી વધુ કડાકો Zomato, Sun Pharma, IndiGo, Reliance ના શેરમાં આવ્યો છે. તે પછી Titan, TCS, Infosys, Mahindra & Mahindra અને Tech Mahindra ના શેરને પણ સારા પ્રમાણમાં આની અસર થઈ છે.

મિડ કેપ કેટેગરીમાં Oberoi Realty ના શેરમાં 8.63% નો ઘટાડો નોંધાયો છે. UPL ના શેરમાં 7.78% અને Voltas ના શેરમાં 4% નો ઘટાડો આવ્યો છે. તો બીજી તરફ સ્મોલ કેપ કેટેગરીના Data Pattern ના શેરમાં 9% નો અને Ola Electrical ના શેરમાં 8%નો ઘટાડો નોંધાયો છે.

ક્યા સેક્ટર્સમાં સૌથી વધુ ઘટાડો

Realty Sectors માં 4% થી વધુનો ઘટાડો નોંધાયો છે જ્યારે Chemical sectors માં 2.39%નો ઘટાડો છે. આ ઉપરાંત ફાઇનાન્સિયલ સર્વિસ, કન્ઝ્યુમર, ઓઇલ એન્ડ ગેસ સહિત આ બધા સેક્ટર્સ રેડ ઝોનમાં આવી ગયા છે.

584 શેર 52 અઠવાડિયાના સૌથી નીચલા સ્તર પર

મંગળવારે 4288 એક્ટિવ શેરમાંથી 799 શેરમાં તેજી રહી હતી જ્યારે 3398 શેરમાં ઘટાડો છે. 151 શેરમાં કોઈ બદલાવ નથી. 60 શેર 52 અઠવાડિયાના હાઇ લેવલ પર ટ્રેડ કરી રહે છે જ્યારે 584 શેર 52 અઠવાડિયાના નીચલા સ્તર પર પહોંચી ગયા છે. 119 શેરોમાં અપર સર્કિટ અને 225 શેરમાં લોઅર સર્કિટ લાગ્યું છે.

આ પણ વાંચો: 2 જ દિવસમાં ચાંદીની કિંમતમાં ₹ 32,000નો ઉછાળો, સોનામાં પણ તેજી, જાણો નવા રેટ

vtv app promotion

7.67 લાખ કરોડ સ્વાહા

મંગળવારે શેરબજારમાં આવેલા ભારે તબાહીના કારણે BSE માર્કેટ કેપિટલાઈઝેશન 7.67 લાખ કરોડ ઘટી ગયું છે. સોમવારે BSE માર્કેટ કેપ 465.68 લાખ કરોડ રૂપિયા હતું જે મંગળવારે ઘટીને 457.99 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock market crash Tuesday Stock Market Today Business News

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ