ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 2 જ દિવસમાં ચાંદીની કિંમતમાં ₹ 32,000નો ઉછાળો, સોનામાં પણ તેજી, જાણો નવા રેટ

Silver Price Today / 2 જ દિવસમાં ચાંદીની કિંમતમાં ₹ 32,000નો ઉછાળો, સોનામાં પણ તેજી, જાણો નવા રેટ

Published By: Priyankka Triveddi

Last Updated: 11:56 AM, 20 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Silver Price Today: સોના-ચાંદીની કિંમતોમાં વધારાનો સિલસિલો હજુ યથાવત છે. આ બંને કિંમતી ધાતુઓ રોજ નવા રેકોર્ડ બનાવે છે. ચાંદીની કિમતમાં સતત ભાવ વધારો આવ્યો છે અને હવે ચાંદીનો ભાવ આસમાને પહોંચ્યો છે.

ADVERTISEMENT

Silver Price Today: સોના અને ચાંદીના ભાવ (Gold-Silver Rates) જાણે કોઈ રેસમાં હોય એમ અટકવાનું નામ જ લઈ રહ્યા નથી. ખાસ કરીને વાત કરીએ ચાંદીની તો એ અટકવાનું નામ જ લઈ રહીનથી. રોજેરોજ ચાંદીના ભાવ (Silver Price) માં સતત વધારો જોવા મળી રહયો છે. ચાંદીના ભાવમાં આવેલી ઝડપનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર 2 અઠવાડિયાના કારોબારી દિવસમાં જ 1 કિલો ચાંદી (1 kg Silver) 32000 રૂપિયાથી પણ મોંઘી થઈ ગઈ છે અને સાથે સોનાની ચમક (Gold Rate) પણ વધી રહી છે.

silver-new-logo

ચાંદીના ભાવમાં તેજી ચાલુ

ચાંદીની કિંમતોમાં આવેલી તેજીની વાત કરીએ તો તેના ભાવ 2 દિવસમાં 32187 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. ગયા અઠવાડિયાના છેલ્લા કામકાજી દિવસોમાં 1 કિલોગ્રામ ચાંદીના વાયદાનો ભાવ 287762 પર બંધ થયો હતો. તો બીજી તરફ મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ પર મંગળવારના રોજ Silver Price ખૂલતાંની સાથે જ 319949 રૂપિયા સાથે નવા લાઈફ ટાઈમ હાઇ ભાવે પહોંચી ગયો છે. આ સમાચાર તમે વાંચી રહ્યા છો ત્યાં સુધી MCX પર ચાંદીનો ભાવ 7000 રૂપિયાની તેજી સાથે ટ્રેડ કરી રહ્યો છે.

Gold-and-Silver-Latest-Rate

સોનાના ભાવ પણ અટકશે નહિ

ચાંદી તો ચાંદી પણ સાથે સોનાના ભાવ પણ અટકવાનું નામ લઈ રહ્યા નથી. MCX પર ખૂલતાંની સાથે જ Gold Rate એક જ ઝટકામાં 2500 રૂપિયા સુધી વધી ગયો હતો. ત્યાં 2 કારોબારો દિવસમાં સોનાના ભાવમાં આવેલા વધારાની વાત કરીએ તો 5 ફેબ્રુઆરીના રોજ એક્સપાયરી વાળું 10 ગ્રામ 24 Carat Gold 5479 રૂપિયા સુધી મોંઘું હતું. જો કે ગયા શુક્રવારે આ gold 142517 રૂપિયા પર બંધ થયો હતો.

મંગળવારે કોમોડિટી માર્કેટમાં કારોબારની શરૂઆત સાથે જ સોનું તેના છેલ્લા વાયદાના ભાવ 145639 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તુલનામાં મામૂલી ઘટાડા સાથે 145500 રૂપિયા પર ખૂલીને ફરી ઉપર આવીને નવા લાઈફ ટાઈમ હાઇ પર પહોંચી ગયો હતો.

આ પણ વાંચો: નોકરિયાત વર્ગને બલ્લે-બલ્લે! શું આવનારા બજેટ 2026માં દૂર થઇ જશે જૂનો ટેક્સ સ્લેબ?

vtv app promotion

મુખ્ય શહેરોમાં આજના ભાવ

સોનાના ભાવ

દિલ્હી: 24 કેરેટ ગોલ્ડ 147430 રૂપિયા, 22 કેરેટ 135150 રૂપિયા

મુંબઈ અને કલકત્તા: 24 કેરેટ ગોલ્ડ 147280 રૂપિયા, 22 કેરેટ ગોલ્ડ 135500 રૂપિયા

ચેન્નાઈ: 24 કેરેટ ગોલ્ડ 148480 રૂપિયા અને 22 કેરેટ ગોલ્ડ 136100 રૂપિયા

ચાંદીના ભાવ

દિલ્હી અને કલકત્તામાં 315000 રૂપિયા અને ચેન્નાઈ 330000 રૂપિયા પ્રતિ કિલો

(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MCX Gold MCX Silver Silver Price Today

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ