બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Budget 2026-27 / નોકરિયાત વર્ગને બલ્લે-બલ્લે! શું આવનારા બજેટ 2026માં દૂર થઇ જશે જૂનો ટેક્સ સ્લેબ?

Budget 2026 / નોકરિયાત વર્ગને બલ્લે-બલ્લે! શું આવનારા બજેટ 2026માં દૂર થઇ જશે જૂનો ટેક્સ સ્લેબ?

Jinal Chauhan

Last Updated: 01:13 PM, 30 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં ન્યૂ ટેક્સ રીજીમ હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે 12.75 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગતો નથી. તેથી લોકોમાં ચર્ચા છે કે શું સરકાર બજેટમાં ઓલ્ડ ટેક્સ રીજીમને બંધ કરશે.

હાલમાં ન્યૂ ટેક્સ રીજીમ હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે 12.75 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગતો નથી. તેથી લોકોમાં ચર્ચા છે કે શું સરકાર બજેટમાં ઓલ્ડ ટેક્સ રીજીમને બંધ કરશે. જો એવું થાય તો અનેક લોકોને મળતી ડિડક્શન અને છૂટછાટો પર અસર પડી શકે છે એટલે બજેટના નિર્ણયને લઈને લોકોમાં ઉત્સુકતા છે.

1લી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે. બજેટ પહેલાં ટેક્સ ભરનારાઓમાં એ પ્રશ્ન છે કે ઓલ્ડ ટેક્સ રીજીમનું ભવિષ્ય શું રહેશે કારણ કે હાલમાં લગભગ 95 ટકા લોકો નવા ટેક્સ રીજીમ તરફ શિફ્ટ થઈ ચૂક્યા છે.

સરકાર પહેલેથી જ ન્યૂ ટેક્સ રીજીમને મુખ્ય વિકલ્પ બનાવી ચૂકી છે અને હવે સરકારનું ધ્યાન પણ આ રીજીમ પર જ છે. તેથી લોકોમાં આ ચર્ચા ચાલી રહી છે કે શું આવનારા બજેટમાં સરકાર જૂના ટેક્સ રીજીમને પૂરી રીતે બંધ કરી દેશે?

ઓલ્ડ ટેક્સ રિજીમ બંધ થવાની શક્યતા ઓછી

નિષ્ણાતો કહે છે કે આ બજેટમાં ઓલ્ડ ટેક્સ રીજીમ બંધ થશે તેવી શક્યતા બહુ ઓછી છે. પરંતુ સરકાર ધીમે ધીમે તેને બાજુ પર રાખી શકે છે. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી ન્યૂ ટેક્સ રીજીમમાં સુધારા કરવામાં આવી રહ્યા છે. આ પરથી લાગે છે કે સરકાર લોકોને સરળ ટેક્સ સિસ્ટમ આપવા માંગે છે, જેમાં ઓછી છૂટછાટ હોય અને ઓછો વિવાદ થાય.

tax-return-2

નવા ટેક્સ રિજીમ એજ વિચાર પર આધારિત છે જેમાં ઓછો ટેક્સ સ્લેબ હોય અને વધુ છુટ અને કપાત હટાવાઈ હોય. પણ હા પણ ઓલ્ડ ટેક્સ રિજીમ એ લોકો માટે ફાયદાકારક છે જેની પાસે હોમ લોન, HRA, LIC, PPF, ELSS અને NPS જેવા રોકાણના વિકલ્પ હોય એટલે કે તેઓ આ જગ્યાએ રોકાણ કરી રહ્યા હોય.

એક્સપર્ટ્સ પણ જણાવી રહ્યા છે કે આ બજેટમાં સરકાર નવા ટેક્સ રિજીમને વધુ લોકપ્રિય બનાવવા માટે પગલા લઈ શકે છે જેથી બાકીના ટેક્સપેયર્સ પણ ઓલ્ડ ટેક્સ રિજીમને મુકીને નવામાં શિફ્ટ થઈ જાય.

vtv app promotion

આ પણ વાંચોઃ રોકાણકારોને બખ્ખાં કરાવતો IPO, આપ્યું 96 ટકા રિટર્ન, હવે શું કરવું?

નવા ટેક્સ રિજીમને લોકપ્રિય બનાવવાની કવાયત

આમા સૌથી મોટુ પગલું સ્ટાન્ડર્ડ ડિડક્શનને વધારવાનું હોય શકે છે. હાલ નવા ટેક્સ રિજીમમાં 75,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે. સરકાર તેને વધારીને 1 લાખ રૂપિયા સુધી કરી શકે છે. જેનો સીધો ફાયદો સેલેરી ક્લાસને મળી શકે છે. હાલમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનને જોડીને 12.75 લાખ રૂપિયા સુધીની સેલેરી પર કોઈ ટેક્સ લાગતો નથી.

બીજો મોટો અને મહત્વનો ફેરફાર NPSને ન્યૂ ટેક્સ રિજીમમાં સામેલ કરવાનો હોય શકે છે. હાલ ઓલ્ડ ટેક્સ રિજીમમાં NPS પર વધારે 50,000 રૂપિયાની છૂટ મળે છે જ્યારે ન્યૂ ટેક્સ રિજીમમાં આ સુવિધા નથી. જો સરકાર ન્યૂ ટેક્સ રિજીમમાં પણ NPSને ટેક્સ ફ્રી કે ડિડક્શનના દાયરામાં લાગે છે તો રિટાયરમેન્ટ સેવિંગને પ્રોત્સાહન મળશે અને કોર્પોરેટ કર્મચારીઓ માટે ન્યૂ રિજીમ વધુ આકર્ષક બની જશે.

(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

New Tax Regime Budget 2026 Old Tax Regime
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ