બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:52 PM, 19 January 2026
BCCL IPO Listing: 1071 કરોડના IPO ને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યા પછી ભારત કોકિંગ કોલના શેરની આઆજે ઘરેલુ માર્કેટમાં પણ ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આ IPO એ ઓવરઓલ 143 ગણાથી વધારે બોલી મળી હતી. આ IPO 23 રૂપિયાના ભાવ પર શેર બહાર પાડયા છે. આજે BSE પર તેની એન્ટ્રી 45.21 રૂપિયા અને NSE પર 45 રૂપિયા પર થઈ છે. એટલે કે રોકાણકરોને લગભગ 96% લિસ્ટિંગ ગેન મળ્યો છે. આ શેર તૂટીને BSE પર 41.95 રૂપિયા પર આવી ગયો જએટલે કે રોકાણકારોન હવે 82.26% બેનિફિટમાં છે. તેના કર્મચારી વધુ ફાયદામાં છે કારણ કે તેમને દરેક શેર 1 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર મળ્યો છે.
ADVERTISEMENT
ભારત કોકિંગ કોલનો 1071 કરોડનો IPO સબ્સ્ક્રિપ્શન માટે 9-12 જાન્યુઆરી સુધી ખૂલ્યો હતો. આ IPOને રોકાણકારોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો અને ઓવરઓલ તે 143.85 ગણો subscribe થયો. આમા Qualified Institutional Buyers માટે આરક્ષિત હિસ્સો 310.81 ગણો ( એક્સ એન્કર) અને Non Institutional Investors માટે હિસ્સો 240.49 ગણો હતો. કર્મચારીનો હિસ્સો 5.71 ગણો અને શેર હોલ્ડર્સનો હિસ્સો 87.20 ગણો હતો. આ ઇસ્યુમાં 107 કરોડના શેરને કોલ ઈન્ડિયાના એ શેર હોલ્ડર માટે આરક્ષિત રાખવામાં આવ્યો હતો જેની પાસે 1 જાન્યુઆરી 2026 પહેલા કોલ ઈન્ડિયાના શેર પોર્ટ ફોલિયોમાં હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT

ADVERTISEMENT
1972માં સ્થાપિત થયેલી ભારત કોકિંગ કોલ, કોલ ઇન્ડિયાની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. કંપની કોકિંગ કોલ, નોન-કોકિંગ કોલ તેમજ વોશ્ડ કોલસાનું ઉત્પાદન કરે છે. સપ્ટેમ્બર 2025 સુધીમાં ભારત કોકિંગ કોલના નેટવર્કમાં કુલ 34 કાર્યરત ખાણોનો સમાવેશ થાય છે. જેમાંથી 4 ભૂગર્ભ, 26 ઓપનકાસ્ટ અને 4 મિક્સ ખાણો છે. કંપની ઝારખંડના ઝારિયા અને પશ્ચિમ બંગાળના રાણીગંજ વિસ્તારોમાં કાર્યરત છે. ભારત કોકિંગ કોલનું મુખ્ય ઉત્પાદન કોકિંગ કોલ છે. જેનો ઉપયોગ સ્ટીલ અને પાવર ઉદ્યોગોમાં થાય છે. નાણાકીય વર્ષ 2025 દરમિયાન કંપની દેશના કુલ કોકિંગ કોલ ઉત્પાદનમાં 58.50% હિસ્સો ધરાવતી હતી.
નાણાકીય સ્થિતિની વાત કરીએ તોનાણાકીય વર્ષ 2023માં કંપનીનો ચોખ્ખો નફો 664.78 કરોડ હતો. જે નાણાકીય વર્ષ 2024માં વધીને 1564.46 કરોડ થયો હતો. નાણાકીય વર્ષ 2025માં તેમાં ઘટાડો જોવા મળ્યો અને ચોખ્ખો નફો 1240.19 કરોડ રહ્યો. આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ આવકમાં પણ ફેરફાર નોંધાયો. નાણાકીય વર્ષ 2023માં કુલ આવક 13018.57 કરોડ હતી. જે નાણાકીય વર્ષ 2024માં 14652.53 કરોડ થઈ હતી. પરંતુ નાણાકીય વર્ષ 2025માં ઘટીને 14401.63 કરોડ રહી. એપ્રિલ–સપ્ટેમ્બર 2025 દરમિયાન કંપનીએ 123.88 કરોડનો ચોખ્ખો નફો અને 6311.51 કરોડની કુલ આવક નોંધાવી છે. સપ્ટેમ્બર 2025ના ક્વાર્ટરના અંતે કંપનીનું કુલ દેવું 1559.13 કરોડ હતું. જ્યારે સરપ્લસ 1006.52 કરોડ નોંધાયા હતા.
ADVERTISEMENT
(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.