ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:36 AM, 19 January 2026
ADVERTISEMENT
Today Silver Price : સોનાના ભાવ તો વધી જ રહ્યા છે પણ હવે ચાંદીના ભાવને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં સોમવારે ચાંદીના ભાવમાં અસાધારણ વધારો થયો અને 1 કિલો ચાંદીનો ભાવ પહેલીવાર ₹3 લાખના સ્તરને પાર કરી ગયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ખુલતાં જ ચાંદીના ભાવમાં ₹13,553 નો ઉછાળો નોંધાયો અને નવા સ્તર પર પહોંચીને ₹3,01,315 પ્રતિ કિલો થઈ ગયો. શુક્રવારે ચાંદીનો ભાવ ₹2,87,762 પ્રતિ કિલો હતો, એટલે થોડા જ દિવસોમાં ₹13,553 નો વધારો થયો છે.
ADVERTISEMENT
જાણો સોનાના ભાવ કેટલે પહોંચ્યા ?
આ તરફ સોનાના ભાવમાં પણ તેજી જોવા મળી છે. વિગતો મુજબ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ સોમવારે ખુલતાં જ ₹1,45,500 સુધી પહોંચી ગયો, જ્યારે શુક્રવારે તેનું ભાવ ₹1,42,517 હતું. આ પ્રમાણે માત્ર એક દિવસમાં સોનાનો ભાવ ₹2,983 મોંઘો થયો છે. વર્ષની શરૂઆતથી આજ સુધી, 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,35,804 થી વધીને ₹1,45,500 સુધી પહોંચી ગયો છે, એટલે અત્યાર સુધીમાં ₹9,696 નો વધારો નોંધાયો છે.
ADVERTISEMENT

તો શું આ કારણે વધી રહ્યા છે ભાવ ?
ADVERTISEMENT
અહેવાલો મુજબ સોના અને ચાંદીના ભાવમાં આ તેજીનું મુખ્ય કારણ વૈશ્વિક તણાવ છે. ટ્રમ્પના ટેરિફ અને અમેરિકાના યુરોપીયન દેશો પર લાદેલા નીતિ કરોના પગલાંઓએ બજારમાં અનિશ્ચિતતા વધારી છે. આથી રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોનાં અને ચાંદી તરફ વળ્યા છે, જેના પરિણામે તેમના ભાવમાં તેજી નોંધાઈ છે. આ બદલાવ રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ સંકેત છે કે સોના અને ચાંદી આજે બજારમાં માત્ર દૈનિક વપરાશ માટે નહિ, પરંતુ સુરક્ષિત રોકાણ માટે પણ મજબૂત વિકલ્પ બની ગયા છે.
આ પણ વાંચો : બજેટ 2025 માં મધ્યમ વર્ગને આપી હતી મોટી રાહત પરંતું હવે 2026માં શું થશે ?
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT