બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Budget 2026-27 / બજેટ 2025 માં મધ્યમ વર્ગને આપી હતી મોટી રાહત પરંતું હવે 2026માં શું થશે ?
Last Updated: 01:06 PM, 30 January 2026
બજેટ 2026 રજૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે અને દેશભરના મધ્યમ વર્ગની નજર ફરી એકવાર નાણાં મંત્રાલય પર ટકી છે. ગયા વર્ષે બજેટ 2025માં સરકારે જે રીતે ઇન્કમ ટેક્સમાં મોટી રાહત આપી હતી, તેના કારણે કરોડો સેલરીડ લોકો અને નાના વ્યવસાયિકોને સીધો ફાયદો થયો હતો. તે બજેટને મધ્યમ વર્ગ માટે એક પ્રકારના ‘રિલીફ પેકેજ’ તરીકે જોવામાં આવ્યું હતું, કારણ કે લાંબા સમય બાદ ટેક્સ ભારમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT

બજેટ 2025માં સૌથી મોટો નિર્ણય 12 લાખ રૂપિયાં સુધીની વાર્ષિક આવકને ટેક્સ ફ્રી કરવાનો હતો. સેલરીડ વર્ગ માટે 75 હજાર રૂપિયાની સ્ટાન્ડર્ડ ડિડક્શન જોડાતા આ મર્યાદા 12.75 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. પરિણામે, મહેનતાણું કમાવતા લાખો કર્મચારીઓ ટેક્સ ચૂકવવાની ફરજમાંથી બહાર આવ્યા હતા, જેના કારણે તેમની બચત અને ખર્ચ કરવાની ક્ષમતા બંનેમાં વધારો થયો હતો. આ નિર્ણયને અર્થવ્યવસ્થાને ગતિ આપવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
તે ઉપરાંત નવા ટેક્સ રજીમ હેઠળ ઇન્કમ ટેક્સના સ્લેબને વધુ વ્યાપક અને વ્યવસ્થિત બનાવવામાં આવ્યા હતા. નીચી આવક ધરાવતા વર્ગ પર ભાર ન પડે અને વધુ આવક ધરાવતા લોકો પાસેથી ક્રમશઃ વધારે ટેક્સ લેવાય, તેવા હેતુથી સ્લેબ રચના કરવામાં આવી હતી. આ પગલાંથી ટેક્સ સિસ્ટમ વધુ પારદર્શક અને સમજવામાં સરળ બની હતી.

ADVERTISEMENT
બજેટ 2025ની એક મહત્વની પહેલ તરીકે નવો ઇન્કમ ટેક્સ કાયદો પણ રજૂ કરવામાં આવ્યો હતો, જે બાદમાં સંસદમાંથી પસાર થયો. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ ટેક્સ કાયદાની જટિલ ભાષા સરળ બનાવવાનો, વર્ષો જૂના અને અપ્રસ્તુત નિયમો દૂર કરવાનો અને સમગ્ર ટેક્સ પ્રક્રિયાને વધુ સહેજ બનાવવાનો હતો. 1 એપ્રિલથી અમલમાં આવનાર આ કાયદા પરથી સરકારનો ટેક્સ સુધારાઓ પ્રત્યેનો ગંભીર અભિગમ સ્પષ્ટ થયો હતો.
ટીડીએસ નિયમોમાં કરાયેલા ફેરફારોથી પણ ઘણા વર્ગોને રાહત મળી હતી. ભાડાની આવક પર ટીડીએસની મર્યાદા વધારવામાં આવતા નાના મકાનમાલિકોને સીધો લાભ થયો હતો. સાથે જ સિનિયર સિટિઝન્સ માટે વ્યાજ આવક પર મળતી છૂટ વધારવામાં આવતા વૃદ્ધ વર્ગની નાણાકીય ચિંતા થોડી હળવી થઈ હતી. આ પગલાં સરકારના સામાજિક સંતુલનના પ્રયાસ તરીકે જોવામાં આવ્યા હતા.
ADVERTISEMENT

આ ઉપરાંત ITR-U એટલે કે અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા ચાર વર્ષ સુધી વધારવાનો નિર્ણય પણ મહત્વનો માનવામાં આવ્યો હતો. અગાઉ માત્ર બે વર્ષ સુધીની જ છૂટ હતી, પરંતુ હવે વધુ સમય મળતા ટેક્સપેયર્સને ભૂલો સુધારવાની અને નિયમિત બનવાની તક મળી છે.
ADVERTISEMENT
હવે જ્યારે બજેટ 2026 નજીક આવી રહ્યું છે, ત્યારે અપેક્ષાઓ પણ સ્વાભાવિક રીતે વધી રહી છે. ટેક્સપેયર્સ આશા રાખી રહ્યા છે કે મહંગાઈ, જીવનયાપનની વધતી કિંમત અને રોજિંદા ખર્ચને ધ્યાનમાં રાખીને સરકાર ફરી કોઈ રાહત આપશે. જોકે આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે ગયા વર્ષની જેમ મોટી ટેક્સ કપાતની સંભાવના ઓછી છે, કારણ કે સરકાર પહેલેથી જ મોટું પગલું લઈ ચૂકી છે.
ADVERTISEMENT
તેમ છતાં, નિષ્ણાતો માને છે કે ટેક્સ સ્લેબમાં નાનકડા ફેરફાર, ડિડક્શન્સમાં સરળતા અને ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયાને વધુ ડિજિટલ અને ઝડપી બનાવવાના પગલાં લેવામાં આવી શકે છે. સાથે જ રોકાણને પ્રોત્સાહન આપતા નિયમો અને લાંબા ગાળાની બચત યોજનાઓ પર સરકારનો ખાસ ભાર રહી શકે છે. કુલ મળીને, બજેટ 2026ને લઈને મધ્યમ વર્ગમાં ઉત્સુકતા છે. મોટી રાહત મળે કે ન મળે, પરંતુ લોકોની અપેક્ષા છે કે સરકાર ટેક્સ સિસ્ટમને વધુ સરળ, પારદર્શક અને લોકો માટે અનુકૂળ બનાવવાની દિશામાં આગળ વધશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.