ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 55 ટકા ઉછળ્યો આ મોટી બેન્કનો પ્રોફિટ, શેર છે 25 રૂપિયાથી પણ ઓછો

બિઝનેસ / 55 ટકા ઉછળ્યો આ મોટી બેન્કનો પ્રોફિટ, શેર છે 25 રૂપિયાથી પણ ઓછો

Published By: Nirav Kumar

Last Updated: 01:49 AM, 18 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યસ બેંકે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વોર્ટરનું રિઝલ્ટ જાહેર કર્યું છે. જેમાં આ પ્રાઇવેટ સેકટરની બેંકનો નેટ પ્રોફિટ 55 ટકા વધ્યો છે.

ADVERTISEMENT

પ્રાઇવેટ સેકટરની યસ બેંકે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વોર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ ક્વોર્ટર દરમિયાન બેંકનો નફો 55 ટકા વધીને 952 કરોડ રૂપિયા થયો છે. આ વધારો પ્રોવિઝનમાં મોટા ઘટાડાને કારણે થયો છે. બેંકે ગયા વર્ષના સમાન સમયગાળા (ડિસેમ્બર ક્વોર્ટર) માં 612 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો જે ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વોર્ટરમાં 654 કરોડ રૂપિયા હતો.

બેંકની મુખ્ય નેટ ઈન્ટરેસ્ટ આવક (NII) 10.9 ટકા વધીને 2466 કરોડ રૂપિયા થઈ છે. આ વધારો નેટ ઈન્ટરેસ્ટ માર્જિનમાં 0.10 ટકાના વિસ્તાર અને લોનમાં 5.2 ટકાના વધારાને કારણે થયો હતો. પરંતુ નવા શ્રમ કાયદાના અમલીકરણને લીધે બેંકે ગ્રેચ્યુઇટી માટે 155 કરોડ રૂપિયાની જોગવાઈ કરવી પડી હતી. યસ બેંકના શેર જે હાલમાં 25 રૂપિયાની નીચે ટ્રેડ થઈ રહ્યા છે, તે શુક્રવારે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે 23.46 રૂપિયા પર બંધ થયા હતા. જે 2.22% વધીને 23.46 રૂપિયા પર બંધ થયા.

vtv app promotion
  • શું કહ્યું બેંકના સીઈઓએ ?

આ અંગે યસ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, બેંક નવી લોન આપવામાં સાવધાની રાખે છે. આથી બેંકનો લોન ગ્રોથ બેંકિંગ સિસ્ટમના ડબલ ડિજિટ એવરેજ કરતા ઓછો રહ્યો છે. તેમને જણાવ્યું કે, કોર્પોરેટ લોન સેક્ટરમાં મોટી સ્પર્ધા છે જ્યારે ઘર અને કાર લોન સેક્ટર હાલમાં મોટા ફંડ ખર્ચને લીધે નફાકારક નથી. કુમારે જણાવ્યું હતું કે બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે 8% લોન ગ્રોથનો ટાર્ગેટ નક્કી કર્યો છે અને બેંકની બિન-વ્યાજ આવક ત્રિમાસિક ગાળા દરમિયાન 8% વધીને 1633 કરોડ રૂપિયા થઈ છે.

વધુ વાંચો : ભારત EU વચ્ચે આ દિવસે ફાયનલ થશે FTA ડીલ? અમેરિકા - ચીનના ઉડી જશે હોશ

  • NPAમાં સુધારો

પ્રશાંત કુમારે એમ પણ જણાવ્યું હતું કે, બેંકની સંપત્તિ ગુણવત્તામાં સુધારો થયો છે. જેમાં કુલ NPA 0.10% થી 1.5% સુધી સુધારો થયો છે. બેંકની કુલ પ્રોવિઝન ગયા વર્ષે 259 કરોડથી ઘટીને 21.89 કરોડ રૂપિયા થઈ છે જેનાથી બેંકનો પ્રોફિટ વધ્યો છે. ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન જેવા અસુરક્ષિત સેગમેન્ટમાં ડિફોલ્ટ ઘટી રહ્યા છે. ડિસેમ્બરના અંતમાં બેંકનું કેપિટલ પર્યાપ્તતા રેશિયો 14.5 ટકા હતો.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Private Sector Bank Quarter Results Yes Bank

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ