ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ભારત EU વચ્ચે આ દિવસે ફાયનલ થશે FTA ડીલ? અમેરિકા - ચીનના ઉડી જશે હોશ

બિઝનેસ / ભારત EU વચ્ચે આ દિવસે ફાયનલ થશે FTA ડીલ? અમેરિકા - ચીનના ઉડી જશે હોશ

Published By: Nirav Kumar

Last Updated: 10:33 PM, 17 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાના આરે છે. જેમાં આ ટ્રેડ ડીલ આગામી 27 જાન્યુઆરીએ થાય તેવી શક્યતા છે.

ADVERTISEMENT

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ મળવાના આરે છે. 27 જાન્યુઆરીએ તેના પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે ગુરુવારે જણાવ્યું હતું કે, ભારત અને યુરોપિયન યુનિયનએ 24 માંથી 20 ચેપ્ટર પર હસ્તાક્ષર કર્યા છે અને આ મહિનાના અંતમાં EU નેતાઓ ભારતની મુલાકાત લે તે પહેલાં આ ડીલ પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે.

યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો લુઈસ સેન્ટોસ દા કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ચીફ ગેસ્ટ હશે. તેઓ 27 જાન્યુઆરીએ 16મા ભારત-EU સમિટનું સહ-અધ્યક્ષ પણ હશે. ગુરુવારે વિદેશ મંત્રાલયે આ જાહેરાત કરી હતી. એક્સપોર્ટરના મતે ભારત અને 27 દેશોના યુરોપિયન યુનિયન વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ, એન્જિનિયરિંગ ગૂડ્સ અને જેમ્સ જ્વેલરીના એક્સપોર્ટને વેગ આપશે.

ઇન્ડસ્ટ્રીનો અંદાજ છે કે FTA ને લીધે ટેરિફ નાબૂદ થયા બાદ આગામી ત્રણ વર્ષમાં EU માં એક્સપોર્ટ ડબલ થશે. આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) એક્સપોર્ટરને ગ્લોબલ આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે સ્થિર અને વિશ્વસનીય માળખામાં વ્યાપાર કરવાનો મોકો પૂરો પાડશે.

vtv app promotion

 ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર વાતચીત સૌપ્રથમ 2007 માં શરૂ થઈ હતી. ત્યાર બાદ 2013 માં પ્રવર્તમાન જીયો પોલીટીકલ પરિસ્થિતિને લીધે તેના પર બ્રેક વાગી હતી. ત્યાર બાદ જૂન 2022 માં બંને દેશોએ ફરીથી આ એગ્રીમેન્ટ તરફ પગલાં લીધાં હતા. હવે તે અંતિમ સ્વરૂપની નજીક છે.

આ અંગે મંત્રી પીયૂષ ગોયલે શુક્રવારે જણાવ્યું હતું કે, ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ  (FTA) ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો વેપાર સોદો હશે. તેને ઐતિહાસિક કરાર ગણાવતા ગોયલે જણાવ્યું હતું કે, "મેં અત્યાર સુધી સાત ડીલ કરી છે, બધા વિકસિત અર્થતંત્રો સાથે. આ ડીલ તે બધાથી મોટી હશે."

વધુ વાંચો : એલોન મસ્કે OpenAI અને Microsoft પર ઠોકયો મોટો દાવો, 11,00,000 કરોડ રૂપિયાના વળતરની માંગ

ઉલ્લેખનીય છે કે, યુએસ ટેરિફમાં વધારો ભારતીય નિકાસની મોટી રેંજને અસર કરી રહ્યો છે અને એક્સપોર્ટ માર્કેટ અને ટ્રેડ સ્ટ્રેટેજી ડાયવર્સીટની જરૂરિયાત પર ભાર મૂકે છે. ભારત અને EU વચ્ચે વ્યાપક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પૂર્ણ કરવો એ વ્યૂહાત્મક રીતે મહત્વનું છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Free Trade Agreement European Union Trade Deal

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ