ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / એલોન મસ્કે OpenAI અને Microsoft પર ઠોકયો મોટો દાવો, 11,00,000 કરોડ રૂપિયાના વળતરની માંગ
Last Updated: 08:50 PM, 17 January 2026
ADVERTISEMENT
ટેસ્લા અને X ના માલિક એલોન મસ્કે OpenAI અને Microsoft સામે મોટો દાવો દાખલ કર્યો છે. જેમાં મસ્કનો આરોપ છે કે, OpenAI એ તેના નોન પ્રોફિટ હેતુથી ભટકીને Microsoft સાથે નફો કર્યો છે અને તેમને છેતર્યા છે. તેના આધારે મસ્કે 79 બિલિયનથી 134 બિલિયન ડોલર (આશરે 11 લાખ કરોડ રૂપિયા) સુધીના નુકસાનની માંગણી કરી છે. આ કેસ હવે જ્યુરી ટ્રાયલમાં ગયો છે.
ADVERTISEMENT
કોર્ટમાં રજુ કરેલા ડોક્યુમેન્ટ અનુસાર, ફાયનાન્શીયલ એક્સપર્ટ C. Paul Wazzanને નુકસાનનો અંદાજ લગાવ્યો હતો. રિપોર્ટમાં કહેવાયું છે કે OpenAI નું વર્તમાન વેલ્યુ આશરે 500 બિલિયન ડોલર છે. જેમાંથી મસ્કને હિસ્સો મળવો જોઈએ. આ ગણતરીઓમાં મસ્કના યોગદાન સિવાય તેમની ટેક્નિકલ અને પ્રોફેશનલ સલાહનો પણ સમાવેશ થાય છે. OpenAI માટે 65 થી 109 બિલિયન ડોલર અને Microsoft માટે 13 થી 25 બિલિયન ડોલર સુધીના દાવો કરાયો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022 માં ChatGPT ના લોન્ચ સાથે મસ્ક OpenAI ના સૌથી મોટા આલોચક બની ગયા હતા. તેમને OpenAIને ક્લોઝ સોર્સ, મેક્સિમમ પ્રોફિટ બનાવતી કંપની પણ કહી દીધી હતી. આ દરમિયાન OpenAI એ પોતાને પબ્લિક બેનિફિટ કોર્પોરેશનમાં રૂપાંતરિત કરીને Microsoft ને 27 ટકા હિસ્સો આપ્યો હતો. હવે આ કેસ જેમ જેમ આગળ વધશે તેમ તેમ AI ઇન્ડસ્ટ્રીમાં આ કાનૂની લડાઈ લોકોનું વધુ ધ્યાન ખેંચશે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT