ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ભારત-અમેરિકા ટ્રેડ ડીલ હવે ફાઇનલ સ્ટેજમાં! ટૂંક સમયમાં થઇ શકે છે મોટું એલાન

બિઝનેસ / ભારત-અમેરિકા ટ્રેડ ડીલ હવે ફાઇનલ સ્ટેજમાં! ટૂંક સમયમાં થઇ શકે છે મોટું એલાન

Published By: Priykant Shrimali

Last Updated: 10:44 PM, 16 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India US Trade Deal : અમેરિકાએ ઓગસ્ટથી ભારત પર 50% ટેરિફ લાગુ કર્યો હોવા છતાં, ભારતીય નિકાસ પર તેની બહુ મોટી નકારાત્મક અસર જોવા મળી નથી, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકમાં

ADVERTISEMENT

India US Trade Deal : ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વેપાર કરાર અંગે હવે સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. વાસ્તવમાં તાજેતરની અપડેટ અને મીડિયા અહેવાલો અનુસાર બંને દેશો એક મહત્વપૂર્ણ વેપાર સોદાને અંતિમ રૂપ આપવા નજીક પહોંચી ગયા છે.

વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે બંને દેશોની ટીમો વચ્ચે સતત વાતચીત ચાલી રહી છે અને ચર્ચાઓ હજુ પણ સક્રિય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કરાર લગભગ તૈયાર છે, પરંતુ તેની જાહેરાત ત્યારે જ થશે જ્યારે બંને દેશો સંપૂર્ણ રીતે તૈયાર હશે. હાલમાં કોઈ ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી નથી. ભારત અને અમેરિકાની વાટાઘાટ ટીમો વર્ચ્યુઅલ માધ્યમથી સતત સંપર્કમાં છે અને વાતચીત ક્યારેય બંધ થઈ નથી.

ટેરિફ હોવા છતાં નિકાસમાં સ્થિરતા

અમેરિકાએ ઓગસ્ટથી ભારત પર 50% ટેરિફ લાગુ કર્યો હોવા છતાં, ભારતીય નિકાસ પર તેની બહુ મોટી નકારાત્મક અસર જોવા મળી નથી. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોને ટેરિફમાંથી બહાર રાખવામાં આવ્યા હોવાથી આ ક્ષેત્રોની નિકાસ મજબૂત રહી છે. ડિસેમ્બર મહિનામાં ભારતની અમેરિકા તરફની નિકાસમાં થોડી ઘટ નોંધાઈ છે, પરંતુ કુલ મળીને નિકાસના આંકડા સ્થિર છે. ટેક્સટાઇલ અને ચામડાં જેવા ક્ષેત્રો પર ઊંચા ટેરિફનો દબાણ જોવા મળે છે, પરંતુ ઉદ્યોગો નવા રસ્તા શોધીને આ પડકારોનો સામનો કરી રહ્યા છે.

નવા બજારો તરફ ભારતનું ધ્યાન

સરકારે હવે માત્ર એક દેશ પર આધાર રાખવાને બદલે નવા આંતરરાષ્ટ્રીય બજારો શોધવા પર ભાર મૂક્યો છે. નિકાસને વધુ સ્પર્ધાત્મક બનાવવા અને સપ્લાય ચેઇનમાં સ્થિરતા લાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ જ કારણે, કેટલાક ક્ષેત્રોમાં ટેરિફ હોવા છતાં નિકાસ વધતી જોવા મળે છે. એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન અમેરિકા ભારત માટે સૌથી મોટું નિકાસ બજાર રહ્યું છે, જે દર્શાવે છે કે બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો હજુ પણ મજબૂત છે.

ઈરાન અને તેલ મુદ્દે ભારતની સ્થિતિ

ઈરાન સાથે ભારતનો મોટાભાગનો વેપાર માનવતાવાદી ધોરણે થાય છે. ઈરાન સાથે વેપાર કરનારા દેશો પર અમેરિકાએ વધારાનો ટેરિફ લગાવવાની જાહેરાત કર્યા બાદ, ભારત હવે અમેરિકા તરફથી મળનારા માર્ગદર્શનોની રાહ જોઈ રહ્યું છે.

આ પણ વાંચો : 'પુરુષ પ્રેગનન્ટ થઈ શકે?' અમેરિકામાં મહિલા સાંસદે ભારતીય મૂળના લેડી ગાયનેકને પૂછ્યું, જવાબ સાંભળવા જેવો

આ સાથે સાથે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના મુક્ત વેપાર કરાર (FTA) પર પણ સારી પ્રગતિ થઈ છે. અત્યાર સુધી 24માંથી 20 મુદ્દાઓ પર સહમતિ થઈ ગઈ છે. કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ હજુ ચર્ચા હેઠળ છે, પરંતુ સકારાત્મક વાત એ છે કે કૃષિ જેવા સંવેદનશીલ ક્ષેત્રોને કરારમાંથી બહાર રાખવામાં આવ્યા છે. સરકારની કોશિશ છે કે યુરોપીય નેતાઓની મુલાકાત પહેલાં આ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવે, જોકે અધિકારીઓનું માનવું છે કે ફક્ત સમયમર્યાદા નહીં પરંતુ બંને પક્ષોની સંપૂર્ણ તૈયારી મહત્વપૂર્ણ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India US Relations Global Trade India US Trade Deal

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ