ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / 'પુરુષ પ્રેગનન્ટ થઈ શકે?' અમેરિકામાં મહિલા સાંસદે ભારતીય મૂળના લેડી ગાયનેકને પૂછ્યું, જવાબ સાંભળવા જેવો

વિશ્વ / 'પુરુષ પ્રેગનન્ટ થઈ શકે?' અમેરિકામાં મહિલા સાંસદે ભારતીય મૂળના લેડી ગાયનેકને પૂછ્યું, જવાબ સાંભળવા જેવો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:48 AM, 16 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Who is Nisha Verma: અમેરિકામાં રહેતા ભારતીય મૂળના ડૉક્ટર નિશા વર્માને અમેરિકી સંસદમાં વારંવાર એક સવાલ પૂછવામાં આવ્યો કે શું પુરુષ પ્રેગનન્ટ થઈ શકે?

ADVERTISEMENT

America News: અમેરિકામાં રહેતા ભારતીય મૂળના ડૉક્ટર નિશા વર્માને અમેરિકી સંસદમાં વારંવાર એક સવાલ પૂછવામાં આવ્યો કે શું પુરુષ પ્રેગનન્ટ થઈ શકે?. જે પછી રિપબ્લિક સીનેટર જોશ હોલી અને નિશા વર્મા વચ્ચે ચકમક થઇ હતી.

અમેરિકામાં રહેતા ભારતીય મૂળના સ્ત્રીરોગ વિશેષજ્ઞ નિશા વર્માનું નામ હાલમાં ચર્ચામાં છે. યુએસ સેનેટમાં ગર્ભપાત ગોળીઓની સલામતી પર HELP (આરોગ્ય, શિક્ષણ, લેબર, પેન્શન) સમિતિ દ્વારા સુનાવણી દરમિયાન ગરમાગરમ બહસ પછી આ ચર્ચા શરૂ થઈ. ડેમોક્રેટિક પાર્ટી વતી સાક્ષી તરીકે હાજર રહેલા નિશા વર્માને રિપબ્લિકન સીનેટર જોશ હોલીએ પૂછ્યું કે શું પુરુષ પ્રેગનન્ટ થઈ શકે?

ચર્ચા શા માટે શરૂ થઈ?

પ્રશ્નનો સીધો જવાબ આપવાને બદલે નિશા વર્માએ ભારપૂર્વક કહ્યું કે પ્રશ્નને ઘુમાવવામાં આવી રહ્યો છે અને ચર્ચા કઈ દિશામાં જઈ રહી છે તે સ્પષ્ટ નથી. ડૉ. નિશા વર્મા એ સમજી શક્યા નહીં કે કયા મકસદથી આવો સવાલ પુછવામાં આવ્યો છે. તેમની આ તીખી પ્રતિક્રિયા બાદ હોલ્લી અને નિશા વચ્ચે ગરમા ગરમ ચર્ચા શરૂ થઈ. હોલીએ દાવો કર્યો કે તેનો એકમાત્ર હેતુ જૈવિક વાસ્તવિકતા સાબિત કરવાનો હતો.

vtv app promotion

આ પણ વાંચોઃ આખરે ટ્રમ્પની ઈચ્છા પૂરી, વેનેઝુએલાના નેતા મચાડોએ તેમનો નોબેલ શાંતિ પુરસ્કાર ટ્રમ્પને ભેટમાં આપ્યો

નિશા વર્મા કોણ છે?

ડૉ. નિશા વર્મા એક જાણીતા ભારતીય મૂળના ડૉક્ટર છે. તે ફિઝિશિયન્સ ફોર રિપ્રોડક્ટિવ હેલ્થમાં સિનિયર કન્સલ્ટન્ટ છે. ડૉ. નિશા વર્માનો જન્મ ઉત્તર કેરોલિનામાં એક ભારતીય ઇમિગ્રન્ટ પરિવારમાં થયો હતો. યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનામાંથી મેડિકલ ડિગ્રી મેળવ્યા પછી તે હવે પ્રમાણિત પ્રસૃતિ અને સ્ત્રી રોગ વિશેષજ્ઞ છે અને જટિલ કુટુંબ નિયોજનમાં નિષ્ણાત છે. તેમની પાસે જીવવિજ્ઞાન, માનવશાસ્ત્ર અને પબ્લિક હેલ્થમાં ઘણી ડિગ્રીઓ છે. હાલમાં ડૉ. નિશા એમોરી યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનમાં સહાયક પ્રોફેસર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

America Viral News America News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ