બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / આખરે ટ્રમ્પની ઈચ્છા પૂરી, વેનેઝુએલાના નેતા મચાડોએ તેમનો નોબેલ શાંતિ પુરસ્કાર ટ્રમ્પને ભેટમાં આપ્યો
Last Updated: 09:28 AM, 16 January 2026
María Corina Machado: વેનેઝુએલા અને અમેરિકા વચ્ચે વધતાં જતાં તણાવ વચ્ચે આખરે વિપક્ષના નેતા અને નોબેલ પ્રાઇઝ વિજેતા મારિયા કોરીના મચાડોએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ ગઈ છે. વેનેઝુએલામાં થયેલા એક્શન પછી આ મિટિંગ પર બધાની નજર ટકેલી હતી. આ મિટિંગ પછી મચાડોએ મોટો દાવો કર્યો છે, તેમણે કહ્યું કે આ મિટિંગ દરમિયાન તેમણે ટ્રમ્પને તેમનો નોબેલ શાંતિ પુરસ્કાર ભેટ આપ્યો છે, જો કે આ ભેટ ટ્રમ્પે સ્વીકારી કે નહીં તે હજુ સુધી તેમણે જણાવ્યું નથી. મચાડો લંચ મિટિંગ દરમિયાન વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. આ મુલાકાત અને ગિફ્ટ પછી ડિપ્લોમસીએ વોશિંગ્ટનમાં નવી અટકળોને જન્મ આપ્યો છે.
ADVERTISEMENT
આ બેઠક વેનેઝુએલાના રાજનૈતિક ભવિષ્યને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે થઈ છે જે આ મહિનાની શરૂઆતમાં અમેરિકાના ઓપરેશન દ્વારા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ પછી થઈ છે. આ ચર્ચા એક કલાકથી વધુ ચાલી હતી ત્યારબાદ મચાડો જ્યારે વ્હાઇટ હાઉસથી નીકળ્યા તો તેમના સમર્થકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. તેમણે સમર્થકોને કહ્યું કે "આપણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પે ભરોસો કરી શકીએ છીએ." જે બાદ લોકોએ 'ધન્યવાદ ટ્રમ્પ' ના નારા લગાવ્યા હતા અને આ પછી તે વોશિંગ્ટનની અન્ય બેઠક માટે રવાના થઈ ગયા હતા.
President Donald Trump has accepted the 2025 Nobel “Peace” Prize from awarded winner María Machado. The fate of the $1.15m monetary award remains outstanding. Will the monetary transfer to Machado be blocked as an unlawful “gross misappropriation,” (as argued in Julian Assange’s… pic.twitter.com/dAeECD9WhX
— WikiLeaks (@wikileaks) January 16, 2026
ADVERTISEMENT
જો કે આ મિટિંગ પછી મચાડોએ જણાવ્યું હતું કે તેમણે તેમનો નોબેલ પ્રાઇઝ ટ્રમ્પને ગિફ્ટ કર્યો છે. લોકો દ્વારા એમ પૂછવામાં આવતા કે શું ટ્રમ્પ દ્વારા તેમનો આ પુરસ્કાર સ્વીકારવામાં આવ્યો હતો કે નહીં> જેનો જવાબ આપવાની મચાડોએ ના પાડી દીધી હતી. આ પગલું છેલ્લા કેટલાય અઠવાડિયાથી ટ્રમ્પને તેમનો પુરસ્કાર આપવાની સાર્વજનિક ટિપ્પણીઓ અને તેને લઈને ચાલી રહેલી અટકળો પછી સામે આવ્યું છે. જો કે એ વાત છે કે નોબેલ શાંતિ પુરસ્કાર આપનારી સંસ્થાએ પહેલ્થી જ એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે નિયમો અનુસાર આ પુરસ્કાર કોઈ બીજાને આપી શકાય નહિ.
વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોએ તેમનો નોબેલ શાંતિ ટ્રમ્પને ગિફ્ટ કર્યો #VenezuelaPolitics #MariaCorinaMachado #DonaldTrump #NobelPeacePrize #WorldPolitics #VTVDigital pic.twitter.com/1rTF1mlyvH
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 16, 2026
ADVERTISEMENT
વેનેઝુએલાના વિપક્ષના નેતા મારિયા કોરીના મચાડો વ્હાઇટ હાઉસમાંથી એક બેગ લઈને બહાર નીકળ્યા હતા જે બેગ પર પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લખેલું હતું. આ બેગ પર લાલ રંગથી પ્રેસિડન્ટના સિગ્નેચર કરેલા હતા. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલીન લીવિટે મચાડોને વેનેઝુએલાના લોકોનો એક સાહસી અવાજ ગણાવ્યો હતો. અને સાથે એ પણ કહ્યું હતું કે તેમના નેતૃત્વની સંભવનાઓ વિશે ટ્રમ્પનો ઇરાદો બદલાયો નથી.
નોબેલ પ્રાઇઝ વિજેતા અને લોકતંત્રની વકાલત કરવા છતાં પણ મચાડોને અમેરિકાના અધિકારીઓથી ઠીકઠાક સમર્થન મળ્યું છે. ટ્રમ્પે ઓઇલ અને અન્ય મુદ્દાઓ પર સહયોગ માટે રોડ્રીગેઝની પ્રશંસા કરી છે જ્યારે અમુક અમેરિકન સાંસદોએ મચાડો પર ભરોસો દર્શાવ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગુરુવારની બેઠકમાં મચાડોની મહિનાઓ પછી વોશિંગ્ટનમાં પહેલી સાર્વજનિક મિટિંગ હતી. સુરક્ષાના ભયએ પગલે તેમણે વેનેઝુએલા છોડવું પડ્યું હતું. માદુરોના સમર્થક સર્વોચ્ચ ન્યાયાલયે માચાડોને વેનેઝુએલના 2024માં રાષ્ટ્રપતિની ચુંટણી લડવાથી રોક્યા હતા. ડેમોક્રેટિક સેનેટરે મચાડો સાથે મુલાકાત કરી હતી અને તેમણે વચગાળાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રીગેઝને એક 'કુશળ નેતા' ગણાવ્યા હતા જે ટ્રમ્પના સમર્થન પછી વધુ મજબૂત બની રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.