ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ઈરાનમાં વિરોધ પ્રદર્શનોને દબાવવામાં સામેલ અધિકારીઓ પર એક્શન, અમેરિકાએ લગાવ્યા નવા પ્રતિબંધ

વિશ્વ / ઈરાનમાં વિરોધ પ્રદર્શનોને દબાવવામાં સામેલ અધિકારીઓ પર એક્શન, અમેરિકાએ લગાવ્યા નવા પ્રતિબંધ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:04 PM, 15 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iran Protests : ઈરાનમાં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનોના હિંસક દમનમાં સંડોવણી બદલ અમેરિકાએ ઈરાની સુરક્ષા અધિકારીઓ અને તેલ સાથે જોડાયેલા શેડો બેંકિંગ નેટવર્ક પર નવા પ્રતિબંધો લગાવ્યા છે.

ADVERTISEMENT

Iran Protests : ઈરાનમાં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનોના હિંસક દમનમાં સંડોવણી બદલ અમેરિકાએ ઈરાની સુરક્ષા અધિકારીઓ અને તેલ સાથે જોડાયેલા શેડો બેંકિંગ નેટવર્ક પર નવા પ્રતિબંધો લગાવ્યા છે. ટ્રેઝરી વિભાગના અનુસાર આ નેટવર્ક દ્વારા અબજો ડોલરની મની લોન્ડ્રિંગ કરવામાં આવી રહ્યા હતા. આ કાર્યવાહી ટ્રમ્પ વહીવટીતંત્રની મહત્તમ દબાણ નીતિનો એક ભાગ છે.

ઈરાનમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનોને દબાવવામાં સંડોવણી બદલ અમેરિકાએ ઈરાની સુરક્ષા અધિકારીઓ અને તેમની સાથે જોડાયેલા નાણાકીય નેટવર્ક પર નવા પ્રતિબંધો લગાવ્યો છે. યુએસ ટ્રેઝરી વિભાગે ગુરુવારે આ જાહેરાત કરી. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ઈરાનમાં ઈસ્લામિક રિપબ્લિકના ઇતિહાસમાં સૌથી મોટા સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો બાદ પરિસ્થિતિ તંગ છે.

iran-protest-donald-trump

અમેરિકી ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેંટએ કહ્યુ કે આ પ્રતિબંધો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર લાદવામાં આવ્યા છે. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે અમેરિકા સ્વતંત્રતા અને ન્યાયની માંગ કરી રહેલા ઈરાની લોકો સાથે મજબૂત રીતે ઊભું છે. ટ્રેઝરી અનુસાર જે અધિકારીઓ પર પ્રતિબંધ લગાવાયો છે તેમણે શાંતિપૂર્ણ પ્રદર્શકારીઓ સામે હિંસક કાર્યવાહી કરી અને તેલથી થતી આવકમાં અબજો ડોલરની કમાણીને ગુપ્ત રીતે આમતેમ કરી.

પ્રતિબંધોની યાદીમાં ઈરાનની સુપ્રીમ કાઉન્સિલ ફોર નેશનલ સિક્યુરિટીના સેક્રેટરી અલી લારીજાનીનો પણ સમાવેશ થાય છે. વોશિંગ્ટનનો આરોપ છે કે લારીજાનીએ વિરોધીઓ સામે કાર્યવાહીનું સંકલન કર્યું હતું અને બળનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો. ઈરાનની કાયદા અમલીકરણ એજન્સીઓ અને રિવોલ્યુશનરી ગાર્ડ્સના ચાર પ્રાદેશિક કમાન્ડરો પર પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, જેમના પર લોરેસ્તાન અને ફાર્સ પ્રાંતોમાં કાર્યવાહીનું નેતૃત્વ કરવાનો આરોપ છે.

vtv app promotion

અલી લારીજાની સહિત સુરક્ષા દળના કમાન્ડરો સામે કાર્યવાહી

ટ્રેઝરીએ શેડો બેંકિંગ નેટવર્ક ચલાવવાના આરોપમાં 18 વ્યક્તિઓ અને સંસ્થાઓને પણ નિયુક્ત કર્યા છે. આ નેટવર્ક્સ દ્વારા ઈરાની તેલના વેચાણમાંથી મળેલી રકમ સંયુક્ત આરબ અમીરાત, સિંગાપોર અને યુનાઇટેડ કિંગડમમાં ફર્જી કંપનિયોના માધ્યમથી સફેદ કરાતી હતી. ટ્રેઝરી અનુસાર આ નેટવર્ક્સ દર વર્ષે અબજો ડોલરની હેરાફેરી કરે છે, જ્યારે ઈરાની નાગરિકોને ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચોઃબ્રિટનની સંસદમાં મહિલા સાંસદ સાથે વિવાદ, PM સ્ટાર્મરે કામસૂત્રનો ઉલ્લેખ કરતાં મચી બબાલ

આ પ્રતિબંધો હેઠળ અમેરિકામાં રહેલ સંબધિત વ્યક્તિઓ અને સંસ્થાઓની સંપત્તિઓ ફ્રીજ કરવામાં આવી છે અને અમેરિકી નાગરિકોને તેમની સાથે કોઈપણ વ્યવસાય કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વધુમાં તેમની સાથે વ્યવહાર કરતી વિદેશી નાણાકીય સંસ્થાઓ પર ગૌણ પ્રતિબંધો લાદવામાં આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

America Iran Protests Donald Trump

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ