ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / બ્રિટનની સંસદમાં મહિલા સાંસદ સાથે વિવાદ, PM સ્ટાર્મરે કામસૂત્રનો ઉલ્લેખ કરતાં મચી બબાલ

વિશ્વ / બ્રિટનની સંસદમાં મહિલા સાંસદ સાથે વિવાદ, PM સ્ટાર્મરે કામસૂત્રનો ઉલ્લેખ કરતાં મચી બબાલ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:24 PM, 15 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World News: બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મર સંસદમાં કામસૂત્ર વિશે મજાક કર્યા બાદ તેમની ટીકા થઈ રહી છે.

ADVERTISEMENT

World News: બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મર સંસદમાં કામસૂત્ર વિશે મજાક કર્યા બાદ તેમની ટીકા થઈ રહી છે. વિપક્ષનું કહેવું છે કે ગંભીર નીતિગત પ્રશ્નોના જવાબ આપવાને બદલે તેમણે ખોટા સમયે ગંદી ટિપ્પણી કરી, જેના કારણે ગૃહમાં અસ્વસ્થતાભર્યું સન્નાટો છવાઈ ગયો. આને લઇ સોશિયલ મીડિયા પર પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે સંસદમાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું, જેની સખત આલોચના થઇ રહી છે. હાઉસ ઓફ કોમન્સમાં પ્રશ્ન-જવાબ સત્ર દરમિયાન તેમણે કામસૂત્રનો ઉલ્લેખ કરીને મજાક કરી, જેને ઘણા લોકોએ "ખોટું" અને "બિનજરૂરી" ગણાવ્યું. આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે લેબર સરકાર તેના વારંવાર નીતિગત ફેરફારો અને આર્થિક પરિસ્થિતિને કારણે દબાણનો સામનો કરી રહી છે.

વિપક્ષના કન્ઝર્વેટિવ નેતા કેમી બેડનોકે સરકારના વારંવાર નીતિગત ફેરફારો પર પ્રશ્ન ઉઠાવ્યો. જવાબમાં કીએર સ્ટાર્મરે કહ્યું, "વિપક્ષે 14 વર્ષમાં કામસૂત્ર કરતાં વધુ સ્થિતિ બદલી છે. તેમાં કોઇ આશ્ચર્ય નથી કે તેઓ થાકી ગયા છે; તેઓએ દેશની હાલત બગાડી છે." આ નિવેદન પછી ગૃહમાં થોડા સમય માટે સન્નાટો છવાઇ ગયો હતો.

સોશિયલ મીડિયા પર ઉઠ્યા સવાલ

ઘણા સાંસદો અને ગૃહમાં હાજર રહેલા લોકોએ તેને "અસહજ" અને "અયોગ્ય મજાક" ગણાવી. વિપક્ષે તરત તેના પર હુમલો કર્યો અને કહ્યું કે વડા પ્રધાને ગંભીર મુદ્દાઓનો નક્કર જવાબ આપવાને બદલે હળવી મજાકનો આશરો લીધો. આ નિવેદનના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા છે.

vtv app promotion

ઘણા લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે વડા પ્રધાને આટલી મહત્વપૂર્ણ સંસદીય ચર્ચા દરમિયાન આવી ભાષાનો ઉપયોગ કેમ કર્યો. રાજકીય વિશ્લેષકોએ કહ્યું, "આ માત્ર એક ખરાબ મજાક નહોતી, પરંતુ તે દર્શાવે છે કે વડા પ્રધાન પરિસ્થિતિની ગંભીરતાને સમજવામાં નિષ્ફળ ગયા છે."

આ પણ વાંચોઃ ના નોકરી, ના લગ્ન! મુનીરને 'ફેવરિટ જનરલ' ગણાવનાર ટ્રમ્પનો પાકિસ્તાનને જોરદાર ઝટકો

સ્ટારમર સરકાર સવાલોના ઘેરામાં

આ વિવાદ એવા સમયે આવ્યો છે જ્યારે લેબર પાર્ટી પહેલેથી તેની નીતિઓ માટે તપાસ હેઠળ છે. ખાસ કરીને ડિજિટલ ઓળખ જેવા મુદ્દાઓ પર સરકારના યુ-ટર્ન અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ટીકાકારો કહે છે કે કિએર સ્ટાર્મર ગૃહનો માહોલ સમજી શકતા નથી અને જનતાની પ્રાથમિકતાઓને નથી સમજી શક્યા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

British Parliament Kama Sutra Keir Starmer

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ