ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:40 PM, 15 January 2026
ADVERTISEMENT
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપે પાકિસ્તાનની આર્મી ચીફ અસિમ મુનીરને અનેક વિશેષણોથી સન્માનિત કર્યા. ટ્રંપે મુનીરને ક્યારેક ભાઇ ફેવરિટ જનરલ કહ્યુ તો ક્યારેક હાઇલી રિસ્પેક્ટેડ જનરલ કહ્યું. અમેરિકી રાષ્ટ્રપતિએ શહબાઝ શરીફ અને અસિમ મુનીરને ગ્રેટ પિપલ કહ્યા. અમેરિકી રાષ્ટ્રપતિના મોંઢે વખાણ સાંભળીને પાકિસ્તાની ફૂલાઇ ગયા. તેમને લાગ્યુ કે ટ્રંપના રુપમાં તેમની એક શક્તિશાળી ડેડી મળી ગયો પરંતુ 14 જાન્યુઆરીની રાત્રે અમેરિકાએ જે આદેશ આપ્યો તે લોકોના હોશ ઉડાવી દેશે. અમેરિકાએ પાકિસ્તાનિઓની અમેરિકાની એન્ટ્રી પર અનિશ્ચિત કાળ માટે નો એન્ટ્રીનો બોર્ડ લગાવી દીધી છે. આ લિસ્ટમાં 74 બીજા દેશોના નાગરિકો પણ સામેલ છે પરંતુ આ લિસ્ટમાં પાકિસ્તાનનું નામ હોવાથી સત્તાને ચોંકાવી દીધા છે.
ADVERTISEMENT
પહેલી નજરમાં તો ટ્રંપનો આ નિર્ણય હજમ નથી થઇ રહ્યો
અમેરિકાએ પાકિસ્તાન અને ઈરાન સહિત 75 દેશોના નાગરિકો માટે ઇમિગ્રન્ટ વિઝા પ્રક્રિયા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. ટ્રમ્પ પ્રશાસનનો આ આદેશ 21 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવશે. આ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા ટર્મમાં તેમની ઇમિગ્રેશન પોલિસીનો એક મુખ્ય ભાગ છે, જે અમેરિકામાં લીગલ ઇમિગ્રેશનને કડક બનાવવા તરફ એક પગલું છે. અમેરિકામાં વસવાનું વિચારી રહેલા પાકિસ્તાનીઓની યોજનાઓ પર ફટકો સમાન છે.
ADVERTISEMENT
હવે અમેરિકામાં નહી વસી શકે પાકિસ્તાની
અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઇમિગ્રેટ વિઝા કે પરમેનેન્ટ રેજિડેંસી અથવા ગ્રીન કાર્ડ જેવા વિઝાની પ્રોસેસિંગને અનિશ્ચિત સમય માટે સસ્પેંડ કરી દીધી છે. આ પોઝ 21 જાન્યુઆરી, 2026 થી શરૂ થવાનો છે.આની અસર તે લોકો પર થશે જે ઇમિગ્રન્ટ વિઝા મેળવવા ઇચ્છે છે.
ADVERTISEMENT
ઇમિગ્રન્ટ વિઝા એ યુએસ વિઝા છે જે વિદેશી નાગરિકોને યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયમી ધોરણે રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે. આ પ્રાપ્ત કર્યા પછી, વ્યક્તિ પરમાનેન્ટ રેજિડેન્ટ (Lawful Permanent Resident)બની જાય છે, જેને સામાન્ય રીતે ગ્રીન કાર્ડ હોલ્ડર કહેવામાં આવે છે.
અમેરિકાના નિર્ણય બાદ, પાકિસ્તાન સહિત 75 દેશોના નાગરિકો અમેરિકામાં કાયમી ધોરણે સ્થાયી થઈ શકશે નહીં. ઇમિગ્રન્ટ વિઝા એવા વ્યક્તિઓને આપવામાં આવે છે જેઓ "અમેરિકામાં કાયમી ધોરણે રહેવાનો ઇરાદો ધરાવે છે."
ADVERTISEMENT
ઇમિગ્રન્ટ વિઝા કેટેગરીમાં અમેરિકી નાગરિકના જીવનસાથી, અમેરિકી નાગરિક સાથે લગ્ન કરીને અમેરિકામાં રહેતી મંગેતર, યુએસ નાગરિકોના પરિવારના ચોક્કસ સભ્યો અને કાયદેસર કાયમી રહેવાસી, અને કેટલાક રોજગાર-આધારિત ઇમિગ્રન્ટ્સ ગ્રીન કાર્ડ માટે અરજી કરીને અને પછી યુએસ નાગરિકતા મેળવીને યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયમી ધોરણે રહી શકે છે.
ઓપરેશન સિંદૂર પછી ટ્રમ્પના વર્તનમાં આવેલા પરિવર્તન પછી પોતાના સપનાઓને ટકાવી રાખનારા પાકિસ્તાની અમેરિકનો માટે આ એક શક્તિશાળી આંચકાથી ઓછું નથી.આ નિર્ણયને કારણે પાકિસ્તાનીઓ અમેરિકામાં તેમના પરિવારો પાસે જઈ શકતા નથી, નોકરી માટે અરજી કરી શકતા નથી અને પરમેનેન્ટ સ્ટેટ્સ મેળવી શકતા નથી.
ADVERTISEMENT
ખાસ વાત એ છે કે, અમેરિકા દ્વારા બહાર પાડવામાં આવેલી 75 દેશોની યાદીમાં ભારતનો સમાવેશ નથી. આનો અર્થ એ થયો કે અમેરિકા ભારતને ઇમિગ્રન્ટ વિઝા આપવાનું ચાલુ રાખશે.
સારા સંબંધ છે તો અમેરિકાને પાકિસ્તાનીઓ પર પ્રતિબંધ કેમ લગાવ્યો
ADVERTISEMENT
હવે પાકિસ્તાનમાં ચર્ચા ચાલી રહી છે કે જ્યારે પાકિસ્તાન-અમેરિકા સંબંધો સારા હતા તો અમેરિકાએ પાકિસ્તાનીઓ પર પ્રતિબંધો કેમ લગાવ્યા? અમેરિકી વિદેશ વિભાગના પ્રમુખ ઉપપ્રવક્તાનું કહેવુ છે કે, વિદેશ વિભાગ સંભવિત ઇમિગ્રન્ટ્સને અયોગ્ય ઠેરવવા માટે તેના અધિકારનો ઉપયોગ કરશે જે યુનાઇટેડ સ્ટેટ્સ માટે બોજ બનશે અને અમેરિકન લોકોની ઉદારતાનો અનુચિત લાભ ઉઠાવશે. જોકે, આ નવો યુએસ પ્રતિબંધ નોન-ઇમિગ્રન્ટ, અસ્થાયી પ્રવાસી અને બિઝનેસ વિઝા પર લાગુ થશે નહીં.
પાકિસ્તાને કહ્યું- અભૂતપૂર્વ કાર્યવાહી
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અમેરિકન સરકારના નિર્ણયથી આઘાત લાગ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર હુસૈન અંદ્રાબીએ જણાવ્યું હતું કે, "અમે વધુ માહિતી મેળવવા માટે યુએસ અધિકારીઓના સંપર્કમાં છીએ. આ એક નવો રિપોર્ટ છે જેનું અમે નિરીક્ષણ કરી રહ્યા છીએ."
અમે સમજીએ છીએ કે આ યુએસ ઇમિગ્રેશન નીતિઓ અને સિસ્ટમોની સમીક્ષા કરવાની આંતરિક પ્રક્રિયા છે, અને આશા રાખીએ છીએ કે ઇમિગ્રન્ટ વિઝાની નિયમિત પ્રક્રિયા ટૂંક સમયમાં ફરી શરૂ થશે.
પાકિસ્તાની અખબારના રિપોર્ટ મુજબ, વિઝા પ્રોસેસિંગ સસ્પેન્શન દર વર્ષે યુએસ વિઝા મેળવવા માંગતા હજારો પાકિસ્તાનીઓની મુસાફરી, અભ્યાસ અને કાર્ય યોજનાઓમાં વિલંબ કરી શકે છે. આગામી દિવસોમાં અમેરિકામાં પાકિસ્તાની દૂતાવાસ અસરગ્રસ્ત અરજદારોને ગાઇડન્સ આપશે તેવી અપેક્ષા છે.
રિપોર્ટ અનુસાર, આ પ્રતિબંધ યુએસ પબ્લિક-ચાર્જ નિયમ સાથે જોડાયેલો છે, જે ધ્યાનમાં લે છે કે શું ઇમિગ્રન્ટ્સ સરકારી સહાય પર નિર્ભર રહેશે. જોકે વિઝા સેવાઓ અગાઉ સ્થગિત કરવામાં આવી છે, અધિકારીઓએ આ કાર્યવાહીના અવકાશને અભૂતપૂર્વ ગણાવ્યો છે.
X પરની એક પોસ્ટમાં, વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, ટ્રમ્પ વહીવટીતંત્ર 75 દેશોના ઇમિગ્રન્ટ વિઝા પ્રક્રિયાને ત્યાં સુધી અટકાવશે જ્યાં સુધી અમેરિકા ખાતરી ન કરે કે આવનારા ઇમિગ્રન્ટ્સ પબ્લિક ચાર્જ એટલે કે અમેરિકી પૈસા પર જીવશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT