બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / republic day 2024 home ministry release circular saying dispose paper flags with dignity

Republic day / " સન્માન રાખજો..પ્રજાસત્તાક દિવસ પછી તિરંગાને ફેંકતા નહીં, ગૃહ મંત્રાલયે આપ્યો અગત્યનો આદેશ "

Manisha Jogi

Last Updated: 08:18 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણતંત્ર દિવસ સમારોહને માત્ર એક સપ્તાહ બાકી છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે એક સર્ક્યુલર જાહેર કર્યું છે. ભારતીય ધ્વજનો ઉપયોગ કરવામાં આવે ત્યારપછી તેને જમીન પર ફેંકવામાં ના આવે તે સુનિશ્ચિત કરવું.

  • ગણતંત્ર દિવસ સમારોહને માત્ર એક સપ્તાહ બાકી
  • ગૃહ મંત્રાલયે સર્ક્યુલર જાહેર કર્યું
  • ભારતીય ધ્વજની ગરિમા જળવાય તે સુનિશ્ચિત કરવું જરૂરી

ગણતંત્ર દિવસ સમારોહને માત્ર એક સપ્તાહ બાકી છે. ગૃહ મંત્રાલયે ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે એક સર્ક્યુલર જાહેર કર્યું છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપવામાં આવ્યો છે કે, રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમતગમતના આયોજન દરમિયાન ભારતીય ધ્વજનો ઉપયોગ કરવામાં આવે ત્યારપછી તેને જમીન પર ફેંકવામાં ના આવે તે સુનિશ્ચિત કરવું. 

ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, ‘ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ભારતીયોની આશા અને આકાંક્ષાનું પ્રતિનિધિત્ત્વ કરે છે અને ઝંડાની ગરિમાને અનુરૂપ કાગળના તિરંગાને વ્યક્તિગતરૂપે માનપૂર્વક રાખવામાં આવે.’ ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરેલ સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે, ‘કાગળથી બનેલ રાષ્ટ્રીય ધ્વજને રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમતગમત આયોજન સાથે જોડાયેલ અવસર પર ‘ભારતની ધ્વજ સંહિતાના ભાગ- IIના પેરેગ્રાફ 2.2ના ખંડ (x)’ હેઠળ લહેરાવવામાં આવે છે. જેમાં અનુરોધ કરવામાં આવ્યો છે કે, જનતા દ્વારા જે પણ કાગળના ધ્વજનો ઉપયોગ કરવામાં આવે તેને કાર્યક્રમ પછી જમીન પર ના ફેંકવો.’

વધુ વાંચો: ઉત્તર ભારત જનારા માટે મોટા સમાચાર: આઠ દિવસ સુધી દિલ્હીમાં ફ્લાઇટની ઉડાન પર રોક, સરકારે આ કારણે લીધો નિર્ણય

26 જાન્યુઆરીના રોજ 75માં ગણતંત્ર દિવસની ઊજવણી કરવામાં આવશે. ગણતંત્ર દિવસ સમારોહમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મેક્રોલ મુખ્ય અતિથિ હશે. દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડની તૈયારીઓ કરવામાં આવી રહી છે. નવી દિલ્હીને છાવણી તબદીલ કરી દેવામાં આવ્યું છે. દિલ્હી મેટ્રોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ