religion dahi handi 2019 date shubh muhurat pooja vidhi timing in india signification
ધર્મ /
જાણો ક્યારે ઉજવવામાં આવશે દહી હાંડીનો ઉત્સવ, કેવી રીતે શરૂ થઇ આ પરંપરા
Team VTV06:52 PM, 21 Aug 19
| Updated: 06:53 PM, 21 Aug 19
દહી હાંડીનો તહેવાર જન્માષ્ટમીના તહેવારના એક દિવસ બાદ ઉજવવામાં આવે છે. જ્યાં જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણના જન્મોત્સવ ઉજવવામાં આવે છે. ત્યારબાદ કાન્હાની બાળલીલાઓ પર સમર્પિત દહી હાંડીનું આયોજન બીજા દિવસે કરવામાં આવે છે. આ વખતે જન્માષ્ટમી 2 દિવસ ઉજવવામાં આવશે.
23 ઓગસ્ટને જન્માષ્ટમીનું પર્વ ગ્રહસ્થ જીવન વાળા લોકો ઉજવશે. જ્યારે 24 ઓગસ્ટે વેષ્ણવ સંપ્રદાયના સાધુ સંતો ઉજવશે.
ક્યારે છે દહી હાંડી
શાસ્ત્રો અનુસાર ભગવાન કૃષ્ણનો જન્મ ભાદ્ર માસની અષ્ઠમીની રાત્રે થયો હતો. જેના બીજા દિવસે દહીં હાંડીનો તહેવાર છે. આ વખતે દહી હાંડી 25 ઓગસ્ટે ઉજવવામાં આવશે. દહી હાંડીના અવસરે લોકો એકબીજા પર ચઢીને 'હ્યૂમન પિરામિડ' જેવી શ્રેણી બનાવી દોરડા પર બાંધી હાંડી સુધી પહોંચી તેને ફોડે છે. આ હાંડીમાં માખણ અને દહીં રાખવામાં આવે છે. આ ઉત્સવ આખા દેશમાં ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે.
દહી હાંડી ઉજવવા પાછળ આ છે માન્યતા
માનવામાં આવે છે કે કાન્હાને માખણ ખૂબ પસંદ છે. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ નંદગામમાં રહેતા હતા. બાળપણના દિવસોમાં તે પોતાના મિત્રો સાથે મળીને આખા ગામમાં દહીં હાંડી ચોરીને ખાતા હતા. જેના કારણે પોતાના મિત્રોની મદદથી હાંડી તોડવી પડી હતી. આ કારણે જ દહી હાંડીના તહેવાર મનાવવાં આવે છે.