બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Reliance Jio vs Airtel vs Vodafone Idea: New recharge plans compared

પ્લાન્સ / Jio VS Airtel, Voda-Idea: કઈ કંપનીનો પ્લાન છે સસ્તો, આ રહી વિગત

Published By: Noor

Last Updated: 01:15 PM, 5 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ જિયોએ તેના નવા પ્રીપેડ પ્લાન્સ રજૂ કરી દીધા છે. જિયોના નવા પ્લાન્સ જૂના પ્લાન્સની સરખામણીમાં 40 ટકા મોંઘા છે. જોકે, જિયોએ દાવો કર્યો છે કે તેમના પ્લાનમાં ગ્રાહકોને 300 ટકા સુધી વધુ ડેટા બેનિફિટ્સ મળશે. નવા પ્લાન્સને ગ્રાહકો 6 ડિસેમ્બરથી ખરીદી શકશે.

  • જિયોએ રજૂ કર્યા પ્રીપેડ પ્લાન્સ
  • અન્ય કંપની કરતા જિયોના પ્લાન સસ્તા હોવાનો દાવો
  • એરટેલ, વોડા-આઈડિયા કરતાં જિયોના પ્લાન 50 રૂપિયા સુધી ઓછાં

થોડાં દિવસ પહેલાં જ એરટેલ અને વોડાફોન-આઈડિયાએ તેના પ્લાન્સ રજૂ કર્યા હતા. જિયોએ એ પણ દાવો કર્યો છે કે તેના પ્લાન્સ અન્ય કંપનીઓ કરતા સસ્તા છે. ચાલો જાણીએ એરટેલ, વોડાફોન-આઈડિયા અને જિયોના પ્લાન્સમાં કેટલું અંતર છે. 

નવા પ્લાન આ મુજબ છે.

Period

Data Jio Airtel Vodafone-Idea
1 month 1.5 GB/Day 199 Rs.     248 Rs. 249 Rs.
1 month 2 GB/Day 249 Rs. 298 Rs. 299 Rs.
1 month 3 GB/Day 349 Rs. 398 Rs. 399 Rs.
2 month 1.5 GB/Day 399 Rs.       -                -
2 month 2 GB/Day 444 Rs.       -                -
3 month 1.5 GB/Day 555 Rs. 598 Rs. 599 Rs.
3 month 2 GB/Day 599 Rs. 698 Rs. 699 Rs.
Affordable Plans 2 GB (1 month) 129 Rs. 148 Rs. 149 Rs.
Affordable Plans 6 GB (3 month) 329 Rs.        - 379 Rs.
Affordable Plans 24 GB (1 year) 1299 Rs. 1498 Rs.   1499 Rs.

જિયોના પ્લાનમાં ગ્રાહક 15-20 ટકા સુધી બચત કરી શકશે

જિયોએ દાવો કર્યો છે કે ઈન્ડસ્ટ્રીના બે બેસ્ટ સેલિંગ પ્લાન્સ- 129 રૂપિયા અને 199 રૂપિયાના પ્લાનમાં ગ્રાહક એરટેલ અને વોડા-આઈડિયા કરતા 15-20 ટકા સુધી બચત કરી શકશે. કિંમતોની સરખામણી કરીને જોઈએ તો આ ત્રણેય કંપનીઓમાં જિયોના પ્લાન 50 રૂપિયા સુધી સસ્તા છે. ઉદાહરણ સાથે સમજીએ તો, જિયોના 199 રૂપિયાના પ્લાનમાં ફ્રી વોઈસ કોલિંગની સાથે 1.5 જીબી ડેટા રોજ મળશે. ત્યારે એરટેલમાં આ પ્લાન 248 રૂપિયા અને વોડાફોનમાં 249 રૂપિયામાં આપવામાં આવી રહ્યું છે. 

56 દિવસીય પ્રીપેડ પ્લાન ઓફર કરતી જિયો એકમાત્ર કંપની

ઉલ્લેખનીય છે કે જિયો હાલ એકમાત્ર ઓપરેટર છે જે 2 મહિના અથવા 56 દિવસની વેલિડિટીવાળો પ્રીપેડ પ્લાન ઓફર કરી રહ્યો છે. જિયોના 399 રૂપિયા અને 499 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1.5 જીબી અને 2 જીબી ડેટા મળશે. ઉપરાંત, 56 દિવસની વેલિડિટી સાથે 2000 મિનિટ ફ્રી કોલિંગ પણ મળશે. હવે જોવાનું રહેશે કે શું એરટેલ અને વોડા-આઈડિયા પણ જિયોની ટક્કરમાં 2 મહિનાના પ્લાન્સ લઈને આવે છે. 

જિયોનો 84 દિવસનો પ્લાન એરટેલ અને વોડાફોન પ્લાન કરતાં 100 રૂપિયા સુધી સસ્તો

જિયોનો 84 દિવસનો અથવા 3 મહિનાનો રિચાર્જ પ્લાન એરટેલ અને વોડાફોન પ્લાન કરતાં 100 રૂપિયા સુધી સસ્તો છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો, 599 રૂપિયાના જિયો પ્લાનમાં રોજ 2 જીબી ડેટા અને 84 દિવલની વેલિડિટીની સાથે 3000 વોઈસ કોલિંગ મિનિટ મળશે. જ્યાકે  એરટેલ અને વોડાફોન-આઇડિયા દ્વારા અનુક્રમે 698 રૂપિયા અને 699 રૂપિયાના પ્લાન્સ આપવામાં આવી રહ્યા છે.

એન્યુઅલ પ્રીપેડ રિચાર્જ પ્લાન્સના ભાવમાં બહુ ફરક નથી

જો એક એન્યુઅલ પ્રીપેડ રિચાર્જ પ્લાન્સની વાત કરીએ તો આ ત્રણેય કંપનીની કિંમતો લગભગ સરખી છે. જિયોના 2,199 રૂપિયાના પ્લાનમાં તમને 1.5GB ડેટા અને 365 દિવસની વેલિડિટી સાથે 12,000 વોઇસ કોલિંગ મિનિટ મળશે. તે જ રીતે એરટેલ અને વોડાફોન-આઇડિયા દ્વારા આ પ્લાન્સ અનુક્રમે 2,398 રૂપિયા અને 2,399 રૂપિયામાં આપવામાં આવશે.

જિયો પ્રીપેડ ગ્રાહકોને જિયોપ્રાઈમ બેનિફિટ્સ પણ આપશે

આ ડેટા અને વોઈસ કોલિંગના ફાયદા સાથે જિયો પ્રીપેડ ગ્રાહકોને જિયોપ્રાઈમ બેનિફિટ્સ જેમ કે- 600+ TV ચેનલ્સ, JioCinema, JioSaavn, JioNews, JioSecurity અને JioCloudનું એક્સેસ પણ મળશે. જ્યારે એરટેલ પ્રીપેડ ગ્રાહક 248 રૂપિયાના સ્ટાર્ટિંગ પ્લાનથી Airtel Xstream પ્રીમિયમ, Wynk મ્યૂઝિક સબ્સક્રિપ્શન, ફ્રી હેલો ટ્યૂન્સ અને એન્ટી વાયરલ મોબાઈલ પ્રોટેક્શનનો લાભ લઈ શકશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Airtel Plans Vodafon Idea એરટેલ કોલિંગ ડેટા Plans

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ