બ્રેકિંગ ન્યુઝ
VTV / reliance jio to increase tariffs
ADVERTISEMENT

Reliance Jioએ પોતાની એક પ્રેસ રિલીઝમાં કહ્યું કે, મીડિયા રિપોર્ટ્સમાં કહેવાઇ રહ્યું છે, અમે સમજીએ છીએ કે TRAI ટેલીકોમ ટેરિફને લઇને કન્સલ્ટેશન પ્રોસેસ શરૂ કરવાની છે. બીજા ઓપરેટર્સની જેમ અમે પણ સરકારની સાથે કામ કરીશું અને રેગ્યુલેટરી રિજીમને મજબુત કરીશું. જેથી ભારતીય કસ્ટમર્સના ફાયદા માટે ઇન્ડસ્ટ્રી મજબૂત થઇ શકે. આવતા કેટલાક સપ્તાહમાં અમે ટેરિફની કિંમત વધારીશું.
ADVERTISEMENT
હાલ કંપનીએ એમ નથી કહ્યું કે કયા પ્લાનમાં કેટલા રૂપિયા વધારવામાં આવશે. પરંતુ જલ્દી જ તેનું પણ એલાન કરવામાં આવશે. વોડાફોન આઇડિયા અને એરટેલે પણ એલાન કર્યું છે કે 1 ડિસેમ્બરથી ટેરિફ વધારવામાં આવી રહ્યા છે. આ બંને કંપનીઓએ હજુ સુધી એ સ્પષ્ટ નથી કર્યું કે પ્લાન પર કેટલા એક્સ્ટ્રા પૈસા આપવાના રહેશે.

ADVERTISEMENT
તમામ કંપનીઓએ ટેરિફ વધારવા પાછળ સરકાર દ્વારા વસૂલમાં આવનારા AGRનો જ હવાલો આપ્યો છે. જોકે, વોડાફોન આઇડિયા અને એરટેલને વધારે પૈસા આપવાના છે.
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે ઓક્ટોબરમાં એક નિર્ણય સંભળાવ્યો. જે હેઠળ ટેલીકોમ ડિપાર્ટમેન્ટને એ અધિકાર આપવામાં આવ્યો છે કે ટેલીકોમ કંપનીઓથી AGR 94000 કરોડ રૂપિયા વસૂલવામાં આવે. આ કુલ મળીને 1.3 લાખ કરોડ રૂપિયા છે. જેમા સૌથી વધારે વોડા આઇડિયાએ ચૂકાવાના છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.