બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Red Alert, rivers overflowing, families forced to move, rescue of 24 people, see how South Gujarat is now

દે ધનાધન / રેડ એલર્ટ, નદીઓમાં ઘોડાપૂર, પરિવારો સ્થળાંતર કરવા મજબૂર, 24 લોકોનું રેસ્ક્યુ..., દક્ષિણ ગુજરાતના જુઓ કેવાં હાલ

Priyakant

Last Updated: 01:21 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

South Gujarat Heavy Rain News: મેઘરાજાએ સમગ્ર દક્ષિણ ગુજરાતને રીતસરનું ઘમરોળ્યું, અનેક વિસ્તારોમાં હજી આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી, ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા

  • મેઘરાજાએ સમગ્ર દક્ષિણ ગુજરાતને રીતસરનું ઘમરોળ્યું
  • સુરત, વલસાડ અને નવસારીમાં ભારે વરસાદ વરસ્યો 
  • અનેક વિસ્તારોમાં હજી આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા

મેઘરાજાએ સમગ્ર દક્ષિણ ગુજરાતને રીતસરનું ઘમરોળ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત, વલસાડ અને નવસારીમાં ભારે વરસાદ વરસ્યો છે. આ સાથે અનેક વિસ્તારોમાં હજી આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ તરફ વલસાડ, નવસારીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. આ સાથે અનેક સ્થળોએ શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે. 

બારડોલીમાં 24 લોકોનું રેસ્કયું
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગતરાત્રી દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો છે. આ સાથે સુરત જિલ્લાના બારડોલી અને મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ તરફ બારડોલીમાં 24 લોકોનું રેસ્કયું કરાયું છે. જેમાં બારડોલીના જલારામ મંદિર પાછળ રહેતા 13 લોકોનું રેસ્કયું તો શહેરના ડી.એમ નગર, એમ.એન.પાર્કમાંથી 11 લોકોનું રેસ્કયું કરાયું છે. ફાયર વિભાગે તમામનું રેસ્કયું કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. 

24 કલાકમાં પડ્યો 8 ઇંચ વરસાદ
બારડોલીમાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદથી રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે. આ તરફ ભારે વરસાદથી બારડોલી અને મહુવાની શાળાઓમાં રજા જાહેર કરાઇ છે. આ તરફ બારડોલીની મીંઢોળા નદીમાં પૂરની પરિસ્થિતિ છે. વિગતો મુજબ બારડોલી કોર્ટની સામેના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પણ પાણી ભરાઈ જતાં ધરવખરીને નુકસાન પહોંચ્યું છે. 

બારડોલી નગરપાલિકાની ખુલી પોલ
સુરતના બારડોલીમાં હાઈવેને અડીને આવેલ ખાડા વિસ્તારમાં પાણી ભરાયા છે. હાઈવે પાસેની અનેક ગેરેજોમા વરસાદી પાણી ભરાતા અનેક ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ છે. સુરત જિલ્લામાં સાંબેલાધાર વરસાદને લઈ જિલ્લાના બારડોલી અને મહુવા પંથકમાં આભ ફાટ્યું છે. છેલ્લા 24 કલાકમાં મહુવામાં 12 ઇંચ વરસાદ જ્યારે બારડોલીમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે સુરત કલેક્ટરે શાળાઓમાં રજા જાહેર કરી. બારડોલીમાં ભારે વરસાદથી શહેરના અનેક અંડરપાસમાં પાણી ભરાયા. 
 
વરેહ નદીમાં પાણીની આવકનો વધારો
સુરતના માંડવીના મોરીઠા પાસે વરેહ નદીમાં પાણીની આવકનો વધારો થયો છે. વરેહ નદીમાં પામીની આવક વધતા પુલ પરથી પાણી વહેતા થયા. મહત્વનું છે કે, ગત રાત્રે ભારે વરસાદથી ગોડધા ડેમ ઓવરફ્લો થતાં વરેહ નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. પાણી પુલ પર ફરી વળતાં લોકોને હાલાકી પડી રહી છે. આ તરફ નવસારીમાં પૂર્ણાં નદી ભયજનક સપાટી ઉપર વહી રહી છે. ગઈરાત્રીએ ઉપરવાસમાં પડેલા વરસાદથી પૂર્ણાં નદી બે કાંઠે વહી રહી છે. પૂર્ણાં નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે જ્યારે હાલ 24 ફૂટ ઉપર વહી રહી છે. 

દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ
દમણગંગામાં ભારે પાણીની આવકને પગલે સેલવાસનો રિવરફ્રન્ટ બંધ કરાયો છે. મહત્વનું છે કે, પ્રવાસીઓથી ધમધમતા રિવરફ્રન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મધુબન ડેમના ઉપર વાસમાં ભારે વરસાદના કારણે દમણ ગંગા બંને કાંઠે વહી રહી છે. આ તરફ મધુબન ડેમમાં અત્યારે 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. ભારે વરસાદની આગાહીને પગલે દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે. મહત્વનું છે કે, સંધપ્રદેશની તમામ શાળા કોલેજમાં ભારે વરસાદના કારણે રજા જાહેર કરાઇ છે.

મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ
વલસાડના મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. મધુબન ડેમમાં રાત્રે 3 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે. જેને લઈ હવે મધુબન ડેમના 10 દરવાજા 4 મીટર ખોલાયા છે. રાત્રે બાર વાગ્યાથી ડેમમાંથી 1.50 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયુ છે. જેને લઈ દમણ ગંગા નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા છે. જેમાં ખાસ કરીને દમણ, દાદરાનગર હવેલી અને વાપીના 27 ગામો એલર્ટ કરાયા છે. બંને સંઘ પ્રદેશો અને વલસાડ જિલ્લાનું તંત્ર એલર્ટ મોડ પર છે. નોંધનીય છે કે, દમણગંગા નદીમાં ભારે પાણીની આવકના કારણે નદી દરિયા જેવી ભયાનક છે. દાદરાનગર હવેલીના ખાનવેલ વિસ્તારમાં પણ ભારે વરસાદ છે. આ તરફ હવે દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદને કારણે  રેડ એલર્ટ અપાયું છે.

વલસાડમાં ભારે વરસાદથી નદી-નાળાઓ છલકાયા
આ તરફ વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી નદી-નાળાઓ છલકાયા છે. ધોધમાર વરસાદને કારણે ઔરંગા નદીનું પાણી ભયજનક સપાટીએ પહોંચ્યું છે. આ તરફ નદીકાંઠે નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. બંદર રોડ અને પારડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા તો વરસાદથી કશ્મીરનગર, તરીયાવાડ વિસ્તારમાં પાણી ભરાયા છે. જેને લઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ, NDRFની ટીમો તૈનાત કરાઇ છે. આ સાથે પ્રભાવિત વિસ્તારમાંથી લોકોનું સ્થાળંતર કરવામાં આવ્યું છે.

વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી નાળાઓમાં પુર જેવી સ્થિતિ છે. છેલ્લા 24 કલાકમાં કપરાડમાં 7.4 ઈંચ, ઉમરગામમાં 6.8, વાપીમાં 4 ઈંચ, વલસાડમાં 3.4, પારડીમાં 2.8, ધરમપુરમાં 2.2 ઈંચ વરસાદ ખાબક્યો છે. વલસાડના ઉપરવાસ કપરાડામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં ભારે વરસાદને પગલે જિલ્લાના નદી નાળા છલકાયા છે. સીલધા નજીક ચવેચા નદીમાં પૂર જેવી પરિસ્થિતિ છે. આ તરફ ચવેચા નદીના પાણી ગામના કોઝવે પર ફરી વળ્યા છે. કોઝવે પર નદીના પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. આ તરફ પાણી ફરી વળતા ગામના 9 ફળિયાનો સંપર્ક કપાયો છે.

2500 અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળોએ પહોચાડાયા
નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ તરફ પાણી ભરાતા શહેરના 2500 અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળોએ પહોચાડાયા છે. આ સાથે તમામ અસરગ્રસ્તોને નગરપાલિકાની ટીમ દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઇ છે. વિગતો મુજબ શહેરના રામજી મંદિરમાં 2500 અસરગ્રસ્તો માટે રસોડું શરૂ કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ યથાવત્ છે. આ દરમિયાન નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરાયું છે. કાલીયાવાડીના આદર્શનગર, શાંતિવન સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી-પાણી જોવા મળી રહ્યું છે. આ તરફ પાણી ભરાતા પરિવારો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે. આ તરફ હવે અનેક પરિવારો તંત્ર તરફથી મદદની રાહ જોઈ રહ્યાં છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન નવસારીમાં ભારે વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે. નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેને લઈ છેલ્લા 2 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જલાલપોર તાલુકામાં 3 ઈંચ ખાબક્યો છે. આ સાથે  ધોધમાર વરસાદ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા અનેક પરિવારો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે. 

નવસારીમાં બે કલાકમાં 4 ઈંચ થી વધુ વરસાદ
નવસારી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. જેને લઈ નવસારી શહેરમાં બે કલાકમાં 4 ઈંચ થી વધુ વરસાદ વરસ્યો છે. ખાસ કરીને જલાલપોર તાલુકામાં 3 ઈંચ, વાંસદા તાલુકામાં સવાં ઇંચ અને ખેરગામ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. આ તરફ વરસાદના કારણે પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો થતાં પૂર્ણા નદીની સપાટી 16 ફૂટ પર પહોંચી છે. નોંધનીય છે કે, પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ પર છે. આ સાથે અંબિકા નદીની સપાટી 16 ફૂટ પર પહોંચી તો અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ પર છે. આ સાથે કાવેરી નદીની સપાટી 13 ફૂટ પર પહોંચી તો કાવેરી નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે. આ તરફ હવે પાણીની સતત આવક થતા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. 

ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર 
નવસારીમાં મેઘમહેર વચ્ચે ઉપરવાસમાં વરસાદથી નદીઓ ભયજનક સપાટીએ છે. ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીની સપાટી 19 ફૂટ પર પહોંચી તો કાવેરી નદીમાં જળસ્તર વધતા તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે. આ તરફ કાવેરી નદી પરનો કોઝવે ભારે વરસાદથી પાણીમાં ગરકાવ થયો છે. આ સાથે કોઝવે પર પાણી ફરી વળતાં ચીખલીથી હરણ ગામનો રસ્તો બંધ થયો છે. 

પાણી ભરાતા લોકોનું સ્થાળંતર
નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ યથાવત્ છે. તેવામાં હવે નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો સ્થળાંતર કરવા લાગ્યા છે. નવસારીના કાલીયાવાડીના આદર્શનગર, શાંતિવન સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી-પાણી જ જોવા મળી રહ્યું છે. પાણી ભરાતા પરિવારો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે. આ સાથે અનેક પરિવારો તંત્ર તરફથી મદદની રાહ જોઈ રહ્યાં છે. 

પૂર્ણા નદીની સપાટી વધતા શહેરના વિસ્તારોમાં ભરાયા પાણી
નવસારીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે. આ તરફ પૂર્ણા નદીની સપાટી વધતા શહેરના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગધેવાન વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યાં છે. જેને લઈ મામલતદાર સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી છે. મહત્વનું છે કે, ગધેવાન વિસ્તારમાં અંદાજિત 5,000 થી વધુ લોકો રહે છે. 


 
તમામ નદી-નાળાઓ છલકાયા
નવસારી જિલ્લામાં સતત ધોધમાર વરસાદ વચ્ચે ભારે વરસાદથી જિલ્લાના તમામ નદી-નાળાઓ છલકાયા છે. જિલ્લાની પૂર્ણા નદીની જળસપાટી 22 ફૂટને પાર છે. પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર છે. આ તરફ હવે નીંચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે શહેરના નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. 
 
વરસાદની આગાહી વચ્ચે શાળાઓમાં રજા જાહેર 
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે નવસારીમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. નોંધનીય છે કે, શહેરમાં રાત્રી દરમિયાન વરસ્યો 9 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાયાં તો આ તરફ હવે સાવચેતીના ભાગરૂપે શહેરની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઇ છે. 

નવસારી સહિત દ.ગુજરાતમાં વરસાદની આગાહી 
હવામાન વિભાગ દ્વારા નવસારીમાં આજે ભારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઇકાલે નવસારીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે. રાત્રિ દરમિયાન નવસારી શહેરમાં 9 ઈંચ વરસાદ પડતાં માર્ગો અને ધરોમાં પાણી ભરાઇ ગયા છે. આ તરફ વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવીને તમામ શાળામાં રજા જાહેર કરી છે.

MPના રાજ્યપાલ મંગુભાઈ પટેલના મકાનમાં પણ ઘૂસ્યા વરસાદી પાણી 
નવસારી નવસારીમાં ભારે વરસાદના પગલે શહેરમાં પુરની સ્થિતિ છે. જેને લઈ શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. આ તરફ જુનાથાણા નજીક MPના રાજ્યપાલ મંગુભાઈ પટેલનું જુનુ મકાનને પણ આ વરસાદી પાણીની અસર થઈ છે. જુનાથાણા, દશેરા ટેકરી, આદર્શનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. આ તરફ પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ