રેલવે ભરતી બોર્ડે ગ્રુપ ડીની 21997 જગ્યાઓની ભરતી પાડી છે. જેમાં 10મું ધોરણ પાસ કરનારા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. ફોર્મ ભરવાની શરૂઆત 31 જાન્યુઆરીથી થઈ હતી અને ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 2 માર્ચ 2026 છે. તેની અરજી પ્રોસેસ ઓનલાઈન છે.
- ફોર્મ ફક્ત એક જ ઝોન માટે માન્ય રહેશે.
આ ભરતીમાં ઉમેદવારો માત્ર એક જ રેલવે ઝોન માટે અરજી કરી શકે છે. એક કરતાં વધુ ઝોન પસંદ કરવાથી અરજી રદ કરવામાં આવશે. પરંતુ એક જ ઝોનમાં મલ્ટીપલ જગ્યાઓ માટે અલગ અલગ ફોર્મ ભરવાની જરૂર નથી. જગ્યાઓ માટે પસંદગીઓ એક જ ફોર્મમાં આપવી પડશે. એકવાર પસંદ કર્યા બાદ ઝોન બદલવાનો કોઈ ઓપ્શન નહીં રહે.
- વય મર્યાદા અને છૂટછાટ
આ ભરતીમાં મીનીમમ ઉંમર 18 વર્ષ અને મેક્સીમમ ઉંમર 33 વર્ષ છે. ઉંમરમાં છૂટછાટ 1 જાન્યુઆરી 2026 થી ગણવામાં આવશે. જેમાં OBC કેટેગરીને 3 વર્ષની છૂટછાટ મળશે જ્યારે SC/ST કેટેગરીને 5 વર્ષની છૂટ અપાશે.
- પસંદગી પ્રોસેસ
આ ભરતી પ્રક્રિયા કમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ (CBT) થી શરૂ થશે. જેમાં સફળ થયેલા ઉમેદવારોને Physical Efficiency Test ફિઝિકલ એફિસિએંસી ટેસ્ટ (PET) માટે બોલાવવામાં આવશે. ત્યાર બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.
- પરીક્ષા પેટર્ન અને નેગેટિવ માર્કિંગ
CBT પરીક્ષા 90 મિનિટની રહેશે જેમાં 100 પ્રશ્નો હશે. જનરલ સાયન્સ અને ગણિતમાંથી 25-25 પ્રશ્નો, રિઝનિંગમાંથી 30 અને કરંટ અફેર્સમાંથી 20 પ્રશ્નો પુછાશે.

- ફિઝિકલ ટેસ્ટ અને પગાર
PETમાં પુરુષોએ 35 કિલો વજન સાથે 100 મીટર ચાલવું પડશે અને નક્કી કરેલા
સમયમાં 1000 મીટર દોડ પુરી કરવી પડશે. મહિલાઓ માટે વજન અને સમય મર્યાદા અલગ અલગ છે. પસંદ કરાયેલા ઉમેદવારોને લેવલ 1 હેઠળ 18,000 રૂપિયાનો બેઝિક પગાર મળશે.
- અરજી ફી
આ ભરતીમાં જનરલ, OBC અને EWS કેટેગરી માટે અરજી ફી 500 રૂપિયા છે જે પરીક્ષા આપતી વખતે 400 રૂપિયા પરત કરવામાં આવશે. તો SC, ST અને મહિલાઓ માટે આ ફી 250 રૂપિયા છે જે પરીક્ષા આપતી વખતે સંપૂર્ણ પરત કરવામાં આવશે.
- ભરતીની જરૂરી વિગત
આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ rrbapply.gov.inની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ફી સબમિટ કરવાની છેલ્લી તારીખ 4 માર્ચ 2026 છે. અરજી ફોર્મ માટે સુધારણા વિન્ડો 5 માર્ચથી 14 માર્ચ સુધી ખુલ્લી રહેશે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ