બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / OpenAIનો મોટો નિર્ણય, GPT-4o સહીત અનેક AI મોડલ આગામી મહિને થશે બંધ

ટેક / OpenAIનો મોટો નિર્ણય, GPT-4o સહીત અનેક AI મોડલ આગામી મહિને થશે બંધ

Nirav Kumar

Last Updated: 10:32 PM, 1 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

OpenAI આવતા મહિને ChatGPTમાંથી અનેક જૂના AI મોડેલો દૂર કરશે. જેમાં મોટાભાગના યુઝર્સ પહેલાથી જ નવા GPT-5.2 મોડેલ પર શિફ્ટ થઇ ગયા છે.

OpenAI એ મહત્વની જાહેરાત કરી છે. તેમાં કહેવાયું છે કે તે આવતા મહિને ChatGPT માંથી અનેક જૂના AI મોડેલો દૂર કરશે. આ લીસ્ટમાં GPT-4o, GPT-4.1, GPT-4.1 mini, અને o4-mini જેવા મોડેલો સામેલ છે. OpenAI મુજબ, મોટાભાગના યુઝર્સ પહેલાથી જ નવા GPT-5.2 મોડેલ પર શિફ્ટ થઇ ગયા છે. જૂના મોડેલોને દૂર કરીને કંપની નવા અને સુધારેલા AI અનુભવ પર ફોકસ કરવા માંગે છે. આ ફેરફાર 13 ફેબ્રુઆરીથી અમલમાં આવશે.

  • કયા AI મોડેલો દૂર કરાશે?

OpenAI એ તેના બ્લોગ પર જણાવ્યું કે, 13 ફેબ્રુઆરીથી અનેક જૂના AI મોડેલો ChatGPT માં ઉપલબ્ધ નહીં રહે. તેમાં GPT-4o, GPT-4.1, GPT-4.1 mini, અને OpenAI o4-mini સામેલ છે. OpenAI અત્યારે માત્ર 0.1 ટકા યુઝર્સ GPT-4o નો ઉપયોગ કરી રહ્યા છે. મોટાભાગના પહેલાથી જ GPT-5.2 જેવા નવા મોડેલો પર શિફ્ટ થઇ ગયા છે. કંપનીનું માનવું છે કે નવા મોડેલો પર સંસાધનો પર ફોકસ કરવું વધુ ફાયદાકારક રહેશે.

  •   પહેલા પણ હટાવ્યું હતુ GPT-40
    GPT-40 ને દૂર કરવામાં આવ્યું હોય તેવું આ પહેલી વાર નથી બન્યું. GPT-5 ના લોન્ચ બાદ OpenAIએ અગાઉ GPT-40 અને અમુક જૂના મોડેલોને દૂર કર્યા હતા. તે સમયે પેઇડ યુઝર્સના રોષને લીધે મોડેલોને રીસ્ટોર કરવા પડ્યા હતા. OpenAIએ યુઝર ફીડબેકથી શીખીને GPT-5.1 અને GPT-5.2 જેવા નવા મોડેલોમાં અનેક સુધારા કર્યા છે.તેમાં બહેતર પર્સનાલીટી, ક્રીએટીવ આઈડીએશન સપોર્ટ અને સિસ્પોન્સ સ્ટાઇલ કસ્ટમાઇઝેશન જેવા ફીચર સામેલ છે.
vtv app promotion
  • નવા મોડેલોમાં શું હશે?

OpenAI મુજબ, નવા મોડેલો માત્ર જવાબ આપવા માટે જ બેહતર નથી પરંતુ યુઝર્સ કંટ્રોલ અને અનુભવ પર પણ વધુ ફોકસ કરે છે. તેનો ધ્યેય ChatGPT ને વધુ પર્સનલ અને ફલેકસીબલ બનાવવાનો છે. યુઝર્સ હવે જવાબના ટોન અને સ્ટાઈલને વધુ સારી રીતે કંટ્રોલ કરી શકશે. અતિશય refusal અને અતિશય સાવધાનીવાળા જવાબ સમસ્યાને ઘટાડવા માટે પણ કામ ચાલી રહ્યું છે. કંપનીએ 18+ મોડ લોન્ચ કરવા પણ જણાવ્યું છે.

વધુ વાંચો : અનલિમિટેડ કોલિંગ, ડેઇલી 100 SMS, 2GB ડેટા, એ પણ માત્ર 1 રૂપિયામાં!

  • જૂની ચેટ્સ અને API યુઝર્સનું શું થશે?
    OpenAI એ સ્પષ્ટતા કરી છે કે, યુઝર્સ 13 ફેબ્રુઆરી 2026 સુધી જૂના મોડેલ સાથે ચેટિંગ ચાલુ રાખી શકે છે. ત્યાર બાદ બધી ચેટ્સ ઓટોમેટીક GPT-5.2 જેવા નવા AI મોડેલ્સ પર રૂટ થઈ જશે. GPT-5 પરિવારના મોડેલ્સનો ઉપયોગ કરીને ઈમેજ જનરેશન પણ કરવામાં આવશે જે GPT-4o જેવો જ એક્સપરીયન્સ આપશે. પરંતુ અત્યારે યુઝર્સ માટે API ઍક્સેસ બંધ કરવામાં આવી રહી નથી. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

OpenAI ChatGPT Remove Models
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ