બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / અનલિમિટેડ કોલિંગ, ડેઇલી 100 SMS, 2GB ડેટા, એ પણ માત્ર 1 રૂપિયામાં!
Last Updated: 02:51 PM, 31 January 2026
સરકારી ટેલિકોમ કંપની BSNL ફરી એકવાર પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે એક જબરદસ્ત અને ચોંકાવનારી ઓફર લઈને આવી છે. કંપનીએ માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજના 100 SMS અને દરરોજ 2GB ડેટા આપતો સ્પેશિયલ પ્રોમોશનલ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાન ખાસ કરીને નવા યુઝર્સ માટે બનાવવામાં આવ્યો છે અને મર્યાદિત સમય માટે ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
BSNL છેલ્લા કેટલાક સમયથી પોતાની સેવાઓને મજબૂત બનાવવા અને પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓ સાથે સ્પર્ધા કરવા માટે સતત નવા અને સસ્તા રિચાર્જ પ્લાન્સ રજૂ કરી રહ્યું છે. આ 1 રૂપિયાનો પ્લાન પણ એ જ યોજનાનો ભાગ છે, જેથી વધુ લોકો BSNL નેટવર્ક સાથે જોડાય.
ADVERTISEMENT
આ પ્લાન પ્રથમ વખત ઓગસ્ટ 2025માં લોન્ચ કરવામાં આવ્યો હતો પરંતુ થોડા સમય બાદ કંપનીએ તેને હટાવી દીધો હતો. ગ્રાહકોમાં વધતી માંગને જોતા BSNLએ ફરીથી આ પ્લાનને 1 ડિસેમ્બર 2025ના રોજ રિલોન્ચ કર્યો. શરૂઆતમાં તેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી પરંતુ બાદમાં કંપનીએ તેને જાન્યુઆરી સુધી લંબાવી દીધી. હવે 31 જાન્યુઆરી આ પ્લાનનો છેલ્લો દિવસ છે.
આ પ્લાનની વેલિડિટી 30 દિવસની છે.આ દરમિયાન યુઝર્સને અનલિમિટેડ વોઇસ કોલિંગ, રોજના 100 SMS અને દરરોજ 2GB હાઈ-સ્પીડ ડેટા મળે છે. એટલે કે કુલ 60GB ડેટા મળે છે જે આ કિંમતે બેસ્ટ ઓફર ગણાય છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ટિકિટ બુકિંગથી લઇને ફોર્મ ભરવા સુધી...! હવે Google Chrome જ બધું જ કામ કરી દેશે
ADVERTISEMENT
જો કે, આ પ્લાનનો લાભ માત્ર નવા ગ્રાહકો જ લઈ શકે છે. એટલે કે, હાલના BSNL યુઝર્સ આ પ્લાન રિચાર્જ કરાવી શકશે નહીં. આ માટે તમારે BSNLનું નવું સિમ કાર્ડ લેવું પડશે. તમે નજીકના BSNL કસ્ટમર સર્વિસ સેન્ટર અથવા અધિકૃત BSNL રિટેલર પાસેથી આ સિમ મેળવી શકો છો. આ કંપનીની પ્રમોશનલ ઓફર છે,જે મર્યાદિત સમય માટે જ માન્ય છે. જો તમે સસ્તા પ્લાન સાથે નવું સિમ લેવા માંગતા હોવ તો આ એક શ્રેષ્ઠ તક બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.