ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / HPCLમાં 700થી વધુ પદો પર ભરતી, મળશે શાનદાર સેલરી, જાણો વિગત

કરિયર / HPCLમાં 700થી વધુ પદો પર ભરતી, મળશે શાનદાર સેલરી, જાણો વિગત

Published By: Nirav Kumar

Last Updated: 07:47 PM, 20 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે સરકારી નોકરીની તૈયારીઓ કરતા હોવ તો તમારા માટે એક ખુશ ખબર આવી છે. જેમાં HPCL માં વિવિધ પોસ્ટ માટે ભરતી પડી છે.

ADVERTISEMENT

સરકારી નોકરીની તૈયારીઓ કરતા લોકો માટે એક શાનદાર મોકો આવ્યો છે. કેમ કે, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે 700 થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. જેમાં વિવિધ ક્ષેત્રોના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે.

  • એજ્યુકેશનલ ક્વોલિફિકેશન
    આ ભરતી પ્રક્રિયામાં વિવિધ જગ્યાઓ માટે વિવિધ લાયકાત માંગવામાં આવી છે. જેમાં  ઉમેદવારો પાસે ગ્રેજ્યુએશન ડિગ્રી, એન્જિનિયરિંગ ડિગ્ર, ફુલ ટાઇમ ડિપ્લોમા, MBA, CA, CMA કે કાયદાની ડિગ્રી હોવી જરૂરી છે. અમુક જગ્યાઓ માટે ફાયર સેફ્ટીમાં ડિપ્લોમા કે સંબંધિત ક્ષેત્રમાં અનુભવ પણ જરૂરી હોઈ શકે છે.
  • વય મર્યાદા
    ઉમેદવારો માટે વય મર્યાદા પદ દ્વારા નક્કી કરવામાં આવ છે. સામાન્ય રીતે તે 25 થી 43 વર્ષ સુધીની રાખવામાં આવી છે. સરકારી નિયમો મુજબ વિવિધ કેટેગરીમાં ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ પણ આપવામાં આવશે.
vtv app promotion
  • સિલેક્શન પ્રોસેસ
    આ ભરતી પ્રક્રિયા માટે પસંદગી અનેક તબક્કામાં કરવામાં આવશે. જેમાં પહેલા લેખિત પરીક્ષા કે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) લેવામાં આવશે. ત્યાર બાદ પસંદ કરાયેલા ઉમેદવારોને ગ્રુપ ટાસ્ક અને પર્સનલ ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. આ બધા તબક્કાઓ પસાર કર્યા બાદ અંતિમ પસંદગી કરવામાં આવશે.
  • સેલરી કેટલી મળશે?
    HPCL માં શરૂઆતનો પગાર લગભગ 30,000 થી 2,80,000 રૂપિયા પ્રતિ માસ સુધીનો હોઈ શકે છે. મોટા અને સિનિયર હોદ્દાઓ 50 લાખ થી 60 લાખ રૂપિયા સુધીના વાર્ષિક પેકેજ મળી શકે છે.  જે આ નોકરીને વધુ આકર્ષક બનાવે છે.

વધુ વાંચો : 3 મોટી સરકારી ભરતી આવી રહી છે, તગડા પગાર સાથે અનેક સુવિધાઓ, જાણો ડિટેલ્સ

  • ફોર્મ કેવી રીતે ભરવું?
    આ ભરતીમાં અરજી કરવા માટે પહેલા HPCL ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો અને કરિયર વિભાગ પર ક્લિક કરો. ત્યાર બાદ "રિક્રુટમેન્ટ ઓફ ઓફિસર્સ ફેબ્રુઆરી 2026" પર ક્લિક કરો. બાદમાં રજિસ્ટ્રેશન કરો. જ્યાં તમારી ડિટેલ ભરો, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને અરજી ફી ચૂકવો. ફોર્મ કાળજીપૂર્વક ચેક કરીને સબમિટ કરો અને તેની પ્રિન્ટ કાઢી લો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Online Ragistration Recruitment HPCL

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ