બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રેલવેમાં મોકો! એપ્રેન્ટિસની 5349 જગ્યાઓ પર પડી ભરતી, 10 પાસ કરી શકે છે એપ્લાય

કરિયર / રેલવેમાં મોકો! એપ્રેન્ટિસની 5349 જગ્યાઓ પર પડી ભરતી, 10 પાસ કરી શકે છે એપ્લાય

Nirav Kumar

Last Updated: 01:07 AM, 21 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ રેલવેમાં એપ્રેન્ટિસ પદો માટે ભરતી પડી છે. જેમાં કુલ 5349 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતીમાં 10મા અને ITI પાસ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે.

સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા 10મા અને ITI પાસ ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. કેમ કે, રેલવે ભરતી સેલે પશ્ચિમ રેલવેમાં 5349 એપ્રેન્ટિસ પદો માટે જાહેરાત બહાર પાડી છે. એવી શક્યતા છે કે તેમાં કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યુ નહીં હોય. ઉમેદવારોની પસંદગી માત્ર  મેરિટના આધારે કરવામાં આવશે. આ ભરતી ઝુંબેશ જાહેરાત નંબર RRC/WR/04/2025 હેઠળ પ્રકાશિત કરવામાં આવી છે અને અરજી પ્રોસેસ સંપૂર્ણપણે ઓનલાઈન હશે.

રેલવેમાં એપ્રેન્ટિસ પદો માટે અરજીઓ 21 ફેબ્રુઆરી, સવારે 11:00 વાગ્યે શરૂ થશે. એનો અંતિમ તારીખ 23 માર્ચ સાંજે 5:00 વાગ્યે છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ, www.rrc-wr.com ની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 5349 એપ્રેન્ટિસ પદો ભરવામાં આવશે. આ પદોમાં મુખ્યત્વે ફિટર, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ઇલેક્ટ્રોનિક મિકેનિક, ડીઝલ મિકેનિક, પેઇન્ટર, સુથાર, રેફ્રિજરેશન અને એસી મિકેનિક અને અન્ય ઘણા ટ્રેડનો સમાવેશ થાય છે. સૌથી વધુ જગ્યાઓ ફિટર અને ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં છે.

vtv app promotion
  • પાત્રતા અને વય મર્યાદા

આ ભરતીમાં ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. તેમની પાસે સંબંધિત ટ્રેડમાં NCVT-માન્ય સંસ્થામાંથી ITI સર્ટિફિકેટ પણ હોવું જોઈએ. એન્જિનિયરિંગ ડિગ્રી કે ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો અયોગ્ય ગણાશે. જેમાં ઉમેદવારોની ઉંમર મિનિમમ 15 વર્ષ અને મેક્સિમમ 24 વર્ષ હોવા જોઈએ. રિઝર્વ કેટેગરી માટે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. SC, ST, OBC અને PWD ઉમેદવારોને 5 વર્ષની વયમાં છૂટછાટ, OBC માટે 3 વર્ષની છૂટ અને PWD ઉમેદવારો માટે 10 વર્ષની છૂટ મળશે.

વધુ વાંચો : RBI માં ભરતી પડી છે, એકસાથે 650 જગ્યાઓ ભરાશે, જાણો અરજીની અંતિમ તારીખ

  • પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા નહીં હોય. જેની પસંદગી 10મું અને ITI ગુણના આધારે તૈયાર કરાયેલ મેરિટ લિસ્ટ પર આધારિત હશે. ત્યાર બાદ ડોક્યુમેન્ટ વેરીકેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો બે ઉમેદવારોના ગુણ સમાન હશે તો મોટી ઉંમરના ઉમેદવારને પસંદગી આપવામાં આવશે. આ ભરતી માટે અરજી ફી સામાન્ય અને OBC કેટેગરીના ઉમેદવારો માટે 100 રૂપિયા રખાઈ છે. SC, ST, PWD અને મહિલા ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની નહીં રહે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Recruitment Railway Apprentice
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ