ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / યુવાઓ થઈ જાઓ તૈયાર! રેલવેમાં 2,569 પદો પર ભરતી, નોટ કરી લો છેલ્લી તારીખ

કરિયર / યુવાઓ થઈ જાઓ તૈયાર! રેલવેમાં 2,569 પદો પર ભરતી, નોટ કરી લો છેલ્લી તારીખ

Published By: Nirav Kumar

Last Updated: 06:07 PM, 17 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલવે વિભાગમાં ભરતી પડી છે. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે.

ADVERTISEMENT

જો તમે રેલવેમાં સરકારી નોકરી ઇચ્છતા હોવ તો એક મોટી ભરતી પડી છે. RRBએ 2,500 થી વધુ JE પોસ્ટ્સ માટે ભરતી પાડી છે. જેમાં લાયક ઉમેદવારો 31 ઓક્ટોબરથી ફોર્મ ભરી શકે છે. RRB એ સત્તાવાર વેબસાઇટ www.rrbapply.gov.in પર ફોર્મ ભરી શકાય છે. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ  10 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે  અરજી ફી 12 ડિસેમ્બર 2025 સુધી ચૂકવી શકાય છે.

  • પદનું નામ
    રેલવે ભરતી બોર્ડની (RRB) આ ભરતીમાં જુનિયર એન્જિનિયર, ડેપો મટિરિયલ સુપરિન્ટેન્ડેન્ટ, અને કેમિકલ અને મેટ્રોલોજિકલ આસિસ્ટન્ટ જેવા પદ ભરવામાં આવશે. જેમાં કુલ  2569 જગ્યાઓ ભરવામાં આવશે.
  • વય મર્યાદા
    આ ભરતી માટે ઉમેદવારોની ઉંમર 1 જાન્યુઆરી 2026 ના રોજ 18-33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જેમાં અનામત કેટેગરીના લોકોને નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ માટે પાત્ર રહેશે.
  • જરૂરી લાયકાત

આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અથવા ટેલિકોમ્યુનિકેશનમાં ડિગ્રી અથવા ડિપ્લોમા હોવું જોઈએ. ડેપો મટિરિયલ સુપરિન્ટેન્ડેન્ટના પદ માટે, એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો પાત્ર રહેશે. કેમિકલ અને મેટ્રોલોજિકલ સુપરવાઇઝરના પદ માટે ફીઝીક્સ અને કેમિસ્ટ્રી સાથે સાયંસમાં સ્નાતકની ડિગ્રી અને ઓછામાં ઓછા 55 ટકા ગુણ ધરાવતા ઉમેદવારો પાત્ર રહેશે.

  • પગાર કેટલો?
    આ ભરતીમાં પસંદ કરાયેલા ઉમેદવારને પગાર  29,300 થી 38,400 રૂપિયા મળશે. જેમાં બીજા ભથ્થા પણ મળશે.

vtv app promotion
  • પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ચાર તબક્કા છે. જેમાં CBT 1, CBT 2. લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરીફીકેશનનો સમાવેશ થાય છે.

  • અરજી ફી
    SC, ST, ભૂતપૂર્વ સૈનિકો PWBD, ટ્રાન્સજેન્ડર મહિલાઓ, લઘુમતીઓ અને આર્થિક રીતે પછાત વર્ગો (EBC) ના ઉમેદવારોએ 250 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે. તો બીજા ઉમેદવારોએ 500 રૂપિયા ચૂકવવા પડશે. CBT 1 પાસ કર્યા બાદ આ ઉમેદવારોને 400 રૂપિયા પરત કરવામાં આવશે. પણ અનામત કેટેગરીના લોકોને સંપૂર્ણ રિફંડ મળશે.

વધુ વાંચો : ગુજરાતમાં બહાર પડી સરકારી ભરતી, 426 જગ્યાઓ માટે આ તારીખથી ભરાશે ફોર્મ, જાણો વિગત

  • કેવી રીતે અરજી કરવી?
  1. સૌ પહેલા www.rrbapply.gov.in ની મુલાકાત લેવી.
  2. જો તમે અગાઉ RRB ફોર્મ માટે અરજી કરી નથી તો બેસિક વિગતો દાખલ કરીને નોંધણી પ્રક્રિયા પૂરી કરો.
  3. પછી તમને મળેલા રજીસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કરીને લોગ ઇન કરો.
  4. સંબંધિત ભરતી લિંક પર જાઓ અને ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી કરો.
  5. તમારું નામ, જન્મ તારીખ, માતાપિતાના નામ, સરનામું અને અન્ય જરૂરી માહિતી દાખલ કરો.
  6. બધી વિગતો ભર્યા બાદ તમારો ફોટો અને સહી અપલોડ કરો.
  7. તમારી કેટેગરી અનુસાર અરજી ફી ચૂકવો અને ફોર્મનું પ્રિન્ટઆઉટ લઈ લો 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Junior Engineer Railways Job Recruitment

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ