બ્રેકિંગ ન્યુઝ
VTV / Food and Recipe / Recipe of paneer maratha and dryfruit pak
પનીર મરાઠા
ADVERTISEMENT
સામગ્રી : પનીર, ડુંગળી, લસણ, ટામેટાં, મરચા, લીંબુ, લાલ મરચાં, બટર, દહીં, તેલ, કોથમીર, જીરું, કસૂરી મેથી, આદુ, કલોંજી
રીત : લાલ મરચાને ગરમ પાણીમાં પંદર મિનિટ સુધી પલાળી રાખો. ત્યાર બાદ તેમાંથી બિયાં દૂર કરો. હવે જીરું- આખા ધાણા અને કલોંજીને એક તાવડીમાં લઈ ધીમી આંચ પર શેકી લો. જ્યારે આ મસાલો ઠંડો થઈ જાય ત્યાર બાદ તેને મિક્સરમાં લઈ બારીક ભૂકો બનાવા. આ પાઉડરમાં પાણીમાં પલાળેલા લાલ મરચાં અને લીંબુનો રસ ઉમેરો અને તેને ફરી એક વાર મિક્સરમાં ગ્રાઇન્ડ કરી પેસ્ટ તૈયાર કરો. હવે પનીરના ચોરસ ટુકડા કાપી આ ટુકડાને તૈયાર કરેલી પેસ્ટમાં રગદોળો. પનીરના ટુકડાને મસાલાથી બરાબર કોટ કરી પંદર મિનિટ માટે મેરીનેટ થવા દો.
ADVERTISEMENT
હવે ધીમી આંચ પર કડાઈ મૂકો. તેમાં તેલ ઉમેરો. તેલ ગરમ થાય એટલે બારીક સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળી સંતળાઈ જાય ત્યાર બાદ તેમાં ટામેટાં ઉમેરો. ટામેટાં-ડુંગળી બરાબર સંતળાઈ જાય એટલે તેને ઠંડા થવા મૂકી દો. ઠંડા થઈ જાય ત્યાર બાદ તેની પેસ્ટ બનાવી લો. હવે કડાઈમાં તેલ અને બટર લઈ મેરીનેટ કરેલા પનીરના ટુકડાને તળી લો. હવે ફાઇનલ સ્ટેજમાં અન્ય એક કડાઈમાં તેલ મૂકો. તેમાં લસણ-આદુની પેસ્ટ ઉમેરો. તે બરાબર સંતળાઈ જાય એટલે તેમાં ટામેટાં-ડુંગળીની પેસ્ટ ઉમેરો. હવે આ પેસ્ટમાં મીઠું, ધાણાજીરું, હળદર, ગરમ મસાલો નાંખો. પાણી ઉમેરી આ પેસ્ટને થોડીવાર ઉકળવા દો, જેથી મસાલો અને પેસ્ટ એકરસ થઈ જાય. ગ્રેવી તૈયાર થાય એટલે તેમાં મેરીનેટ કરીને તળેલા પનીરના ટુકડા ઉમેરો. બારીક સમારેલી કોથમીરથી તેને ગાર્નિશ કરો.
તૈયાર છે પનીર મરાઠા સબ્જી. સબ્જીની તીખાશ માટે તમે સ્વાદ અનુસાર લાલ મરચું ઉમેરી શકો છો. સબ્જીને પરાઠા અને પુલાવ સાથે ખાઈ શકાય છે.
ADVERTISEMENT
ડ્રાયફ્રૂટ પાક
સામગ્રી :કાજુ, બદામ, સૂકી દરાખ, અખરોટ, અંજીર અને ખજૂરના ટુકડા, પીસ્તા, ગોળ, ઘી
ADVERTISEMENT
રીત :એક કડાઈમાં ધીમી આંચ ઉપર ઘી મૂકો. ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ, બદામ, અખરોટ, પિસ્તા, સૂકી દરાખ, અંજીર અને ખજૂરના ટુકડા નાખી શેકી લો. આ સૂકો મેવો શેકાય એટલે તેમાં ગોળ ઉમેરો. ગોળ અને સૂકો મેવો બરાબર સંતળાઈ જાય એટલે આ મિશ્રણને ઠંડું કરો અને તેના ચોસલા પાડો. લાડુ બનાવવા હોય તો લાડુ બનાવો. જો ગોળની સાથે મધ ઉમેરવું હોય તો મધ પણ ઉમેરી શકાય છે. સરસ મજાનું ડેઝર્ટ તૈયાર થશે જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ.
આલેખન : હેતલ રાવ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.