બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ખોરાક અને રેસીપી / recipe Make Kesar Boondi Ladoo at Home For Bhog Ganesh Chaturthi 2021

રેસિપિ / ગણેશજીને ભોગમાં ચઢાવો ઘરે બનાવેલા આ પરંપરાગત લાડુ, વિધ્નહર્તા હરશે દુઃખ

Published By: Bhushita

Last Updated: 01:26 PM, 14 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ચાલી રહ્યો છે. આ સમયે રોજ ગણેશજીને શું ભોગ ઘરવો તેની મૂંઝવણ રહ્યા કરે છે. તો આજે તમે આ પરંપરાગત લાડુનો ભોગ ધરાવી શકો છો.

  • ઘરે બનાવી લો પરંપરાગત લાડુ
  • ગણેશજીને પ્રિય છે આ ખાસ ભોગ
  • જાણો કેસર -બુંદીના લાડુ બનાવવાની રીત

કેસર-બુંદીના લાડુ

સામગ્રી

-500 ગ્રામ ચણાનો લોટ 
-1 કિલો ખાંડ
-2 ચમચી ઈલાયચીનો ભૂકો 
-100 ગ્રામ સુકોમેવો
-1 ચપટી કેસર

રીત

સૌપ્રથમ ચણાના લોટમાં એક ચમચો ઘીનું મોણ નાખીને તેનું બુંદી બને તેવું પાણી નાખી ખીરું બનાવી લો. 3 થી 4 કલાક રાખી મૂકો. ખાંડની ચાસણી બનાવી તેમાં કેસર નાખીને મૂકી રાખો. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરવા મુકો. હવે એક ઝારો લો, તેમાં ધીરે ધીરે ખીરું નાખીને બુંદી પાડો. બુંદી તળાઈને ઉપર આવે કે તેને સારી રીતે ઘી નીતારીને કાઢી લો. આ રીતે બધી બુંદી પાડી લો. હવે આ બુંદીને ચાસણીમાં નાખો. થોડો સમય રાખી મુકો. બુંદીમાં ચાસણી સારી રીતે મિક્સ થયા પછી તેમાં સુકામેવાના ટુકડા નાખીને મિક્સ કરો. હવે આ મિશ્રણના નાનાં-નાનાં લાડું બનાવી લો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bhog Ganesh Chaturthi 2021 Kesar Boondi Ladoo Recipe કેસર બૂૂંદીના લાડુ ગણેશ ચતુર્થી ગણેશ ચતુર્થી 2021 રેસિપિ Kesar Boondi Ladoo

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ