બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / ચુસ્ત બંદોબસ્ત સાથે આવતી કાલે મહીસાગરના પરથમપુરમાં થશે પુનઃ મતદાન, જાણો શું હતો સમગ્ર મામલો

લોકસભા ચૂંટણી 2024 / ચુસ્ત બંદોબસ્ત સાથે આવતી કાલે મહીસાગરના પરથમપુરમાં થશે પુનઃ મતદાન, જાણો શું હતો સમગ્ર મામલો

Last Updated: 07:10 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મતદાન પ્રક્રિયાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અહીં બુથ કેપ્ચરિંગની ઘટના સામે આવ્યા બાદ ચૂંટણીપંચે પુનઃ મતદાન કરાવવાનો નિર્ણય લીધો હતો.

મહીસાગરના પરથમપુરમાં આવતીકાલે પુનઃ મતદાન હાથ ધરાશે, અહીં બુથ કેપ્ચરિંગની ઘટના સામે આવ્યા બાદ ચૂંટણીપંચે પુનઃ મતદાન કરાવવાનો નિર્ણય લીધો હતો.. મતદાન પ્રક્રિયાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

આ વખતે અગાઉ થયેલી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ASP, PI, PSI, મહિલા પોલીસ સાથે પોલીસ જવાનો તૈનાત રહેશે. પોલીસની સાથે CRPFની કંપની પણ તૈનાત કરવામાં આવશે. મતદારો ભયમુક્ત થઈ મતદાન કરી શકે તે માટે પોલીસે અપીલ કરી છે.. સ્થળ પર મેટલ ડિટેક્ટર, CCTV કેમેરા સહિતના અદ્યતન ઉપકરણો ગોઠવાયા છે.

શું ઘટના ઘટી હતી પરથમપુરમાં ?

દાહોદ લોકસભામાં સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભાના પ્રથમપુર ગામ ખાતે તારીખ 7 મીના રોજ યોજાયેલા લોકસભા ચૂંટણીના મતદાનમાં ભાજપના નેતાના પુત્ર વિજય ભાભોર દ્વારા બુથ કેપ્ચરિંગનો સમગ્ર મામલો અને તે અંગેનું સોશિયલ મીડિયા ઉપર લાઈવ વીડિયો રેકોર્ડિંગ વાયરલ થયું હતું. ત્યાર બાદ તંત્ર દ્વારા કડક પગલાં લઈ અને વિજય ભાભોર તેમજ તેના સાથીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે ચૂંટણીપંચ દ્વારા આ મતદાન મથક ઉપર ફરીથી મતદાન કરવા માટેનો આદેશ કરાયો.. જે અંતર્ગત અહીં આવતીકાલે પુનઃ મતદાન થવા જઇ રહ્યું છે.

આ પણ વાંચોઃ ગ્રામીણ વિસ્તારોમાં રેકોર્ડ મતદાન તો શહેરી વિસ્તારમાં ઓછું, લોકોએ જણાવ્યું કારણ

આવતીકાલે પરથમપુરા બૂથ પર ફરી સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. મતદાનને લઈ પરથમપુર ગ્રામ પંચાયતમાં કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ