બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / rbi imposes penalty on 14 banks for contravention of norms

દંડ / એવું કામ કરતાં પકડાઈ BOB-SBI સહિત 14 બૅન્ક કે RBIએ ફટકાર્યો 14.5 કરોડનો દંડ, જાણો તમને શું થશે અસર

Published By: Arohi

Last Updated: 05:34 PM, 8 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

14 બેન્કો પર કુલ 14.5 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવવામાં આવી છે. જેમાં 2 કરોડથી વધારેની પેનલ્ટી બેન્ક ઓફ બરોડા પર લગાવવામાં આવી છે.

  • 14 બેન્કો પર RBIએ લગાવી 14.5 કરોડની પેનલ્ટી 
  • 50 લાખ રૂપિયાની સૌથી નાની પેનલ્ટી SBI પર લાગી 
  • 2 કરોડ રૂપિયાની સૌથી મોટી પેનલ્ટી બેન્ક ઓફ બરોડા પર લાગી

જો તમારૂ ખાતું SBI, Bank Of Baroda, Induslnd Bank અને Bandhan Bankમાં છે તો તમારા માટે મોટી ખબર છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આ ચાર બેન્કો સહિત 14 બેન્કો પર પેનલ્ટી લગાવી છે. આ બેન્કોએ રેગ્યુલેટરી નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. 

14 બેન્કો પર 14.5 કરોડ પેનલ્ટી 
આ દરેક 14 બેન્કો પર કુલ 14.5 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવવામાં આવી છે. જેમાંથી 2 કરોડ રૂપિયાની સૌથી મોટી પેનલ્ટી બેન્ક ઓફ બરોડા પર લાગી છે. ત્યાર બાદ 1 કરોડ રૂપિયાની પેનલ્ટી બંધન બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, ક્રેડિટ સુઈસ એજી, ઈન્ડિયન બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક. કર્ણાટક બેન્ક, કરૂર વેશ્ય બેન્ક, પંજાબ એન્ડ સિંધ બેન્ક, સાઉથ ઈન્ડિયન બેન્ક, ધ જમ્મુ એન્ડ કાશ્મીર બેન્ક અને ઉત્કર્ષ સ્મોલ ફાઈનેન્સ બેન્ક શામેલ છે. 50 લાખ રૂપિયાની સૌથી નાની પેનલ્ટી દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પર લાગી છે. 

બેન્કો પર આ કારણે લાગી પેનલ્ટી 
RBIએ કહ્યું કે 'કંપનીઝ ઓફ એ ગ્રુપ'ના ખાતાની તપાસ કરવા પર ખબર પડી કે બેન્ક અમુક નિયમોનું પાલન નથી કરી રહી. માટે બેન્કોને નોટિસ આપવામાં આવી છે. અને તેમના પાસેથી આ વિશે જવાબ માંગવામાં આવ્યું છે. બેન્કોને કહેવામાં આવ્યું કે તેમના વિરૂદ્ધ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ના આદેશનું પાલન ન કરવા માટે દંડ કેમ ન કરવામાં આવે. રિઝર્વ બેન્કે એક નિવેદન જાહેર કરતા જણાવ્યું કે બેન્કોએ જે નિયમોનું ઉલ્લંધન કર્યું છે તેમાં NBFCsને લોન આપવા અને NBFCsને બેન્ક ફાઈનાન્સ સાથે જોડાયેલા નિયમોની અવગણનાનો પણ સમાવેશ થાય છે.  

ગ્રાહકો પર નહીં પડે અસર 
રિઝર્વ બેન્કે જણાવ્યું કે બેન્કોમાં લાર્જ કોમન એક્સપોજર્સની સેન્ટ્રલ રિપોજીટરી, સેન્ટ્ર્લ રિપોજીટરી ઓફ ઈનફોર્મેશન ઓન લાર્જ ક્રેડિટ્સ (CRILC)નો રિપોર્ટિંગ, સ્મોલ ફાઈનાન્સ બેન્કની ઓપરેટિંગ ગાઈડલાઈન્સ સાથે જોડાયેલા નિયમોની અવગણના કરવામાં આવી હતી. તેની સાથે જ બેન્કને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ-1949ના સેક્શન 19(2) અને સેક્શન 20(1)નું ઉલ્લંઘન કર્યું છે.  જોકે રિઝર્વ બેન્કે એ સ્પષ્ટ કરી દીધુ છે કે બેન્કો પર આ દંડ Regulatory Complianceમાં કમીને કારણે લગાવવામાં આવ્યું છે. તેનું ગ્રાહકો સાથે કોઈ મતલબ નથી. 


 

સંકળાયેલા મુદ્દાઓ

BOB RBI SBI norms penalty પેનલ્ટી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા RBI

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ