બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ranvir shorey shocking allegation on mahesh bhatt

મનોરંજન / 'સુશાંત સાથે જે થયું તેવું ઇન્ડસ્ટ્રીમાં...', ગંભીર આક્ષેપો સાથે આ શું કહી રહ્યાં છે એક્ટર રણવીર શૌરી

Arohi

Last Updated: 10:55 AM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ranvir Shorey Allegation On Mahesh Bhatt: રણવીર શૌરીએ મહેશ ભટ્ટ અને તેમના પરિવાર પર નિશાનો સાધ્યો છે અને ગંભીર આરોપ લગાવ્યા છે. રણવીર શૌરીએ કહ્યું છે કે તે પૂજા ભટ્ટને ડેટ કરી રહ્યા હતા તો તેમને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હતા. રણવીરે સુશાંત પર પણ વાત કરી અને કહ્યું કે તેની સાથે થયુ તે ઈન્ડસ્ટ્રીમાં થાય છે.

એક્ટર રણવીર શૌરીએ ફિલ્મમેકર મહેશ ભટ્ટ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે મહેશ ભટ્ટ માટે તેમના દિલમાં ખૂબ જ સન્માન હતું. પરંતુ તેમને મેન્યુપુલેટ કરવામાં આવ્યા હતા. રણવીર શૌરીએ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત વિશે પણ વાત કરી અને કહ્યું કે આજ વસ્તુઓ તેમની સામે આવી હતી. રણવીર શૌરીએ જણવ્યા અનુસાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ જૂથવાદ થાય છે અને ઓફ ધ રેકોર્ડ દરેક વ્યક્તિ તેને સ્વીકાર કરશે. 

'ખોસલા કા ઘોસલા', 'એક થા ટાઈગર', 'ટાઈગર 3', 'કડવી હવા' અને 'ભેગા ફ્રાય' જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલા રણવીર શૌરીએ પહેલા મહેશ ભટ્ટની દિકરી એક્ટ્રેસ પૂજા ભટ્ટને ડેટ કરતા હતા. પરંતુ તે સમયે તેમને મહેશ ભટ્ટે ખૂબ જ મેન્યુપલેટ કર્યા. આ વાત રણવીર શૌરી જ એક ઈન્ટરવ્યૂમાં કહી. સાથે જ સુશાંત સિંહ રાજપૂત અને બોલિવુડના જૂથવાદ પર પણ તેમણે ખુલાસો કર્યો. 

ભટ્ટ મેન્યુપલેટ કરી રહ્યા હતા 
રણવીર શૌરીએ કહ્યું, "મારા મનમાં મિસ્ટર ભટ્ટ માટે ખૂબ જ સન્માન હતું પરંતુ જ્યા સુધી એક બબાલ ન થઈ ત્યાં સુધી. જ્યારે હું તેમની દિકરીને ડેટ કરી રહ્યો હતો. તો મેં જોયું કે હકીકતમાં મારા મનમાં તેમના માટે જે સન્માન હતું તેનો ઉપયોગ તે મને મેન્યુપલેટ કરવામાં કરી રહ્યા હતા. મારા સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું હતું."

સુશાંત સાથે પણ એજ થયું 
રણવીર શૌરીએ દિવંગત સુશાંત સિંહ રાજપૂત વિશે વાત કરી. સુશાંત 14 જૂન 2020એ પોતાન ફ્લેટ પર મૃત મળી આવ્યા હતા. તેમના મોત બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વર્ક કલ્ચર અને જૂથવાદ પર ખુલીને ચર્ચા થવા લાગી હતી. અને તે ચર્ચા એક મુદ્દો બની ગયો હતો કે બોલિવુડમાં કેવી રીતે જૂથવાદ થઈ રહ્યું છે. રણવીર શૌરીએ કહ્યું કે જ્યારે થોડા વર્ષ બાદ સુશાંતની સાથે પણ આવું વર્તન કરવામાં આવ્યું તો તેમને લાગ્યું કે હવે બોલવું જોઈએ. 

રણવીર શૌરીએ કહ્યું, "આ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ થાય છે... કોઈની વિરૂદ્ધ ગેંગ બનાવવી, તેમને સાઈડલાઈન કરી દેવું. કોઈ બીજાનો સહારા લઈને તેમના ઉપર ઉભા થઈ જવું. કોઈના કરિયરને બર્બાદ કરી દેવું. આવું થાય છે. આ હકીકત છે. એવી રાજનીતિ, કોર્પોરેટ અને મીડિયામાં પણ થાય છે પરંતુ આ ગ્લેમરસ નથી."

વધુ વાંચો: આવી રહ્યું છે Kanguva નું ધમાકેદાર ટીઝર, સાથે ફિલ્મની તારીખનું પણ કરાશે એનાઉન્સમેન્ટ

સુશાંત સાથે પણ હતો આવો સંબંધ 
રણવીર શૌરીએ ફરી સુશાંત સિંહ રાજપૂતની સાથે બોન્ડ પર વાત કરી. બન્નેએ સાથે ફિલ્મ સોનચિડિયામાં કામ કર્યું હતું. તેમાં મનોજ બાજપેયી અને ભૂમિ પેડનેકર સહિત ઘણા બીજા કલાકાર હતા રણવીર શૌરીએ કહ્યું, "હું એમ નહીં કહું કે અમે નજીક હતા. પરંતુ અમે મિત્ર હતા. અમે સાથે કામ કર્યું. તે ઘણી વખત ઘરે આવ્યા હતા અને સોનચિરૈયાની બે મહિનાની લાંબી શૂટિંગ બાદ અમે ખૂબ જ નજીક રહ્યા. અમારા બન્નેનો બોન્ડ ફિઝિક્સના કારણે ડેવલોપ થયો. અને બન્નેને જ આ ખૂબ જ પસંદ છે. અમે તેના પર ખૂબ જ વાત કરતા હતા."

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ