બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
એક રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટ અને રણબીર બે સપ્તાહમાં લગ્નના બંધનમાં બંધાવવા જઇ રહ્યા છે. કપલ ફ્રાંસમાં લગ્ન કરશે. એમના લગ્ન માટે શેફ ઋતુ ડાલમિયાને કેટરિંગના અરેન્જમેન્ટ માટે અપ્રોચ કરવામાં આવ્યું છે. જણાવી દઇએ કે અનુષ્કા-વિરાટના લગ્નમાં ઋતુએ જ કેટરિંગ સર્વિસ પ્રોવાઇડ કરાઇ હતી.

ADVERTISEMENT
બંનેના લગ્નના સમાચારોમાં કેટલું સત્ય છે એ તો સમય આવવા પર જ ખબર પડશે. જણાવી દઇએ કે આ પહેલા અર્જુન કપૂર અને મલાઇકા અરોરાના લગ્નના સમાચાર પણ ખૂબ જ વાયરલ થયા હતા. પરંતુ આ સમાચાર માત્ર અફવા સાબિત થઇ.
વાયરલ થયું હતું લગ્નનું કાર્ડ
જાણવા મળી રહ્યું છે કે થોડાક દિવસ સોશ્યલ મીડિયા પર રણબીર અને આલિયાના લગ્નનું કાર્ડ વાયરલ થયું હતું. વાયરલ કાર્ડમાં લગ્નની તારીખ 22 જાન્યુઆરી 2020 જણાવવામાં આવી હતી. આ વાયરલ કાર્ડ પર આલિયા ભટ્ટનું રિએક્શન પણ આવ્યું હતું. જ્યારે એને પૂછવામાં આવ્યું હતું કે મેમ એક સમાચાર સાંભળવા મળ્યા છે કે 22 જાન્યુઆરી 2020 એ... આટલું સાંભળતા જ આલિયા જોરજોરથી હસવા લાગી હતી અને ત્યાંથી ચાલી ગઇ હતી. બાદમાં માહિતી મળી આ કાર્ડ ફેંક હતું.
ADVERTISEMENT

વર્ક ફ્રંટ પર આલિયા-રણબીર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં સાથે નજરે આવશે. આ બંનેની એક સાથે પહેલી ફિલ્મ છે. એને અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી છે. મૂવીનો લોગો લૉન્ચ થઇ ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.