બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / વિશ્વ / Rama foundation celebration pran pratishta mahotsav of ram mandir in Sidney Australia
- ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ દ્વારા ખાસ આયોજન.
ADVERTISEMENT
- રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની થશે ધામધૂમથી ઉજવણી.
- ભેગું કરાયેલું ફંડ મોકલાશે અયોધ્યા.
ADVERTISEMENT
દેશભરમાં હાલ રામ નામની જ ચર્ચા છે. 500 વર્ષની આતુરતાનો અંત આવ્યા બાદ ભગવાન શ્રી રામના મંદિરની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. આખો દેશ હાલ રામ નામની ભક્તિમાં ડૂબી રહ્યો છે, ત્યારે વિદેશમાં વધતા ગુજરાતીઓ અને ભારતીયો પણ આમાંથી બાકાત નથી. વતનને છોડીને સાત સમુંદર પાર ગયેલા આ ગુજરાતીઓ વિદેશની ધરતી પર પણ રામના નામનો નાદ ફેલાવી રહ્યા છે.
ADVERTISEMENT
ઓપેરા હાઉસ ખાતે યોજાઈ શોભાયાત્રા
અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, તેનું સેલિબ્રેશન ઓસ્ટ્રેલિયામાં શરૂ થઈ ચૂક્યુ છે. આ માટે ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયો દ્વારા ખાસ Rama Foundationની રચના કરવામાં આવી છે. આ સંગઠનના બેનર હેઠળ બધા જ સ્વયંસેવકો અને ધાર્મિક સંસ્થાઓ એક્ઠા થઈને રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી રહ્યા છે. આ ઉજવણી માટે પ્રિ ઈવેન્ટ અને મુખ્ય ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રિ ઈવેન્ટ અંતર્ગત રામા ફાઉન્ડેશન દ્વારા ભગવાન શ્રી રામની મૂર્તિ લઈને ઓસ્ટ્રેલિયાના આઈકોનિક પ્લેસ ગણાતા હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ ખાતે ભજન કીર્તન કરવામાં આવ્યા અને ભગવાન શ્રી રામની શોભાયાત્રા યોજાઈ હતી.
ADVERTISEMENT
આ કારણથી કરાયું આયોજન
રામા ફાઉન્ડેશનના સ્વયંસેવક જૈમીનભાઈના કહેવા પ્રમાણે,'અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, તેનાથી અમે બધા ખુશ છીએ અને દેશથી દૂર પણ અમે તેની ઉજવણી કરી રહ્યા છે. સાથે જ લોકોમાં પણ અવેરનેસ આવે કે રામ ભારતીયોના આરાધ્ય દેવ છે, અને પવિત્ર જગ્યા પર મંદિર નિર્માણ થઈ રહ્યું છે, તે માટે ખાસ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.'
ADVERTISEMENT
અયોધ્યા મોકલાશે બધું જ ભંડોળ
અહીં રસપ્રદ વાત એ છે કે આ ઈવેન્ટ માટે સેંકડો સ્વયંસેવકો કોઈ પણ લાભ વગર સેવા આપી રહ્યા છે. સાથે જ જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ ભેગી થઈને અહીં ફૂડ સ્ટોલ્સ પણ કરી રહી છે. જો કે તેનો હેતુ પણ ધંધાકીય નથી. આ ઈવેન્ટમાં જે પણ આવક થશે, તે બધી જ અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણમાં મોકલી આપવામાં આવશે.
ADVERTISEMENT
મુખ્ય ઈવેન્ટમાં થશે જબરજસ્ત ઉજવણી
20 તારીખે રામા ફાઉન્ડેશન દ્વારા ખાસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતીઓનો ગઢ ગણાતા વિસ્તારમાંથી ગાડીઓની સાથે ભગવાન રામની રથયાત્રા નીકળશે અને શો ગ્રાઉન્ડ પર પહોંચશે. આ શો ગ્રાઉન્ડ પર નાનકડી પરેડ યોજાશે, જેમાં ભારતીય સંસ્કૃતિના દર્શન થશે. સાથે જ ભગવાન રામની થીમ પર જુદા જુદા શોઝ થશે, જેમાં શ્રી રામના જીવનકાળની ઘટનાઓ દર્શાવવામાં આવશે, અયોધ્યા વિશે માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂન પણ થશે. આખરે શ્રી રામની પૂજા અને આરતી બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવશે. છેલ્લે ફાયર વર્ક્સ એટલે કે આતશબાજી યોજાશે.
વધુ વાંચો: પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે રામ મંદિરમાં શું-શું થશે? જાણો વિગતવાર માહિતી
આમ તો ઓસ્ટ્રેલિયામાં ફાયરવર્ક્સ કરવાની પરવાનગી મળવી ખૂબ મુશ્કેલ છે. પરંતુ શ્રીરામના સ્વાગત માટે આનંદ મનાવવા માટે અહીં વસતા ગુજરાતીઓએ ખાસ પ્રયત્નો કરીને સ્થાનિક તંત્ર પાસેથી આતશબાજી કરવાની પરવાનગી મેળવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.