ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ram temple bhoomi poojan for ram temple likely on 5th august 2020 pm modi may visit ayodhya to attend

અયોધ્યા / આ તારીખે થશે રામ મંદિરનું ભૂમિ પૂજન, PMની હાજરીને લઈને સસ્પેન્સ

Published By: Dharmishtha

Last Updated: 03:43 PM, 18 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રામમંદિર શિલાન્યાસની તારીખ જાહેર થઇ શકે છે. મળતી માહિતી મુજબ 5 ઓગસ્ટના રોજ ભૂમિ પુજન થઈ શકે છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે પીએમ મોદી આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. કેમ કે શ્રી કામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષના ઉત્તરાધિકારી મહંત કમલ નયન દાસે જણાવ્યું છે કે ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસે પીએમને પત્ર લખી રુબરુ કાર્યક્રમમાં હાજર રહેવા માટે કહ્યું છે. જોકે પીએમની હાજરીને લઈને કોઈ જાણકારી મળી નથી.

ADVERTISEMENT

  • રામમંદિર ટ્રસ્ટની બેઠક યોજાવા જઇ રહી છે.
  •  બેઠકમાં મંદિર શિલાન્યાસ-નિર્માણ મુદ્દે મહત્વની ચર્ચા કરવામાં આવી  
  • મંદિરની ડિઝાઇન-મોડલ પર પણ ચર્ચા 
  • રામમંદિર ટ્રસ્ટે પીએમ મોદીને શિલાન્યાસ માટે પત્ર પણ લખી ચૂક્યું છે.

મહંત કમલ નયન દાસે પહેલા જકહ્યું  છે કે ટ્રસ્ટ શ્રવણમાં જ રામ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કરવા ઈચ્છે છે. જો કે મંદિર પૂજનની પ્રક્રિયા ક્યારની શરુ થઈ ગઈ છે.

આ અંગે શનિવારે બપોરે 3 વાગે અયોધ્યા સર્કિટ હાઉસમાં ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી. જેમાં નૃપેન્દ્ર મિશ્રા તેમજ ટ્ર્સ્ટના સલાહકાર શર્મા સહિતના એન્જિનિયરો પણ અયોધ્યામાં હાજર રહ્યા છે. એમજ ચંદ્રકાંત સોમપુરા અને તેમના દિકરા નિખિલ સોમપુરા પણ અયોદ્યા પહોંચ્યા છે.

ઉલ્લેખનીય છે કે  શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના તમામ ટ્રસ્ટી, મુખ્ય સંત- ધર્માચાર્ય સહિત સંઘ પ્રમુખ મોહન ભાગવત, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિત તમામ મુખ્ય લોકો આ કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતા છે. આની વિસ્તૃત જાહેરાત ટ્રસ્ટની આજે થયેલી બેઠકમાં થઈ શકે છે.

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસના પત્રને પીએમએ ગંભીરતાથી લીધો છે. જોકે આ કાર્યક્રમમાં પીએમની હાજરીને લઈને હજું સુધી સત્તાવાર કોઈ માહિતી મળી નથી. ઉલ્લેખનીય છે કે  ટ્ર્સ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસે પીએમને પત્ર લખીને જલ્દી અયોધ્યા આવી તેમના હાથે રામમંદિર નિર્માણનું શુભારંભ કરો તેવી વિનંતી કરી છે. તેમણે એમ પણ લખ્યુ છે વીડિયો કોન્ફરન્સિંગ નહીં પણ તમે પોતે રુબરુ આવીને મંદિરનું ભૂમિ પૂજન કરો.

નોંધનીય છે કે શિલાન્યાસ 1989માં થઈ ગયો છે. પીએમ ફક્ત પ્રતિકાત્મક શરુઆત કરશે. કોરોનાને પગલે ભીડ ભેગી કરીને મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં નહીં આવે.

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya Ram temple bhoomi poojan અયોધ્યા પીએમ મોદી રામ મંદિર Ram Temple

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ