ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Rakshabandhan 2019 Muhurat to tie rakhi

રક્ષાબંધન / ભદ્રકાળ કે કોઈપણ પ્રકારનું ગ્રહણ ન હોવાથી આખો દિવસ રાખડી બાંધી શકાશે

Published By: Vishal

Last Updated: 10:29 AM, 15 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષાબંધન સ્નેહના તાંતણાનો તહેવાર છે. રક્ષાબંધન માત્ર તહેવાર નથી પરંતુ એક એવી ભાવના છે કે જે રેશમના કાચા દોરા દ્વારા ભાઈ બહેનના પ્રેમને હંમેશા-હંમેશા માટે સાચવીને રાખે છે. શાસ્ત્ર અનુસાર રાખડી બાંધવા માટે ફક્ત ભદ્રા વિષ્ટી યોગ જોવાય છે, પરંતુ આ વર્ષે ભદ્રા યોગ રહિત રક્ષાબંધન હોવાથી તેનો દોષ રહેતો નથી. જેથી આખો દિવસ રાખડી બાંધી શકાશે.

ADVERTISEMENT

આજે ભદ્રકાળ કે કોઈપણ પ્રકારનું ગ્રહણ નથી જેથી આ વખતે રક્ષાબંધન શુભ સંયોગ વાળી અને સૌભાગ્યશાળી છે. રક્ષાબંધનને દિવસે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરે છે જે અનુસાર ભદ્રનો વાસ પાતાળ લોકમાં હોવાથી ભૂલોકમાં કોઈ પણ દોષ રહેતો નથી. જેથી દિવસ દરમિયાન કોઈ પણ સંશય રાખ્યા વિના રક્ષાબંધનનો તહેવાર ઊજવી શકાશે.

આમ તો બહેનને ભાઇને રાખડી બાધવા માટે કોઈપણ મુહૂર્ત કે ચોઘડિયાં જોવાની આવશ્યકતા રહેતી નથી, પણ શાસ્ત્ર પ્રમાણે રાખડી બાંધવા માટે ફક્ત ભદ્રા વિષ્ટી યોગ જોવાય છે, પરંતુ આ વર્ષે ભદ્રા યોગ રહિત રક્ષાબંધન હોવાથી તેનો દોષ રહેતો નથી.

રાખડી બાંધવાનાં મુહૂર્ત

  • શુભ -સવારે 6.16થી 7.53
  • ચલ -સવારે 11.10થી 12.48
  • લાભ -બપોરે 12.48થી 2.26
  • અમૃત -બપોરે 2.26થી 4.04
  • શુભ -સાંજે 4.04થી 7.19

સંકળાયેલા મુદ્દાઓ

Festival Shubh muhurat rakshabandhan 2019 રક્ષાબંધન Rakshabandhan 2019

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ