બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot South BJP MLA Ramesh Tilala suffered a mild heart attack

રાજકોટ / ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાને આવ્યો હાર્ટઍટેક: લગ્ન પ્રસંગમાં અચાનક જ બગડી હતી તબિયત, જાણો હવે કેવી છે હેલ્થ

Dinesh

Last Updated: 06:16 PM, 30 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MLA Ramesh Tilala : રાજકોટ દક્ષિણના ભાજપ ધારાસભ્ય રમેશ ટીલાળાને હળવો હાર્ટ એટેક આવ્યો છે, અત્યારે તબિયત સ્થિર

  • રાજકોટ દક્ષિણના ધારાસભ્યને આવ્યો હાર્ટ એટેક
  • રમેશ ટીલાળાને હળવો હાર્ટ એટેક આવ્યો
  • સારવાર ચાલી રહી છે તેમજ અત્યારે તબિયત સ્થિર છે 

ગુજરાતમાં નાની વયે હાર્ટ અટેકના કેસ સતત વધી રહ્યાં છે. હાર્ટ અટેકના કિસ્સાઓએ ચિંતામાં વધારો કર્યો છે. કોરોના પછી ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. આ મામલે જુદા-જુદા તબીબો અલગ-અલગ કારણો આપી રહ્યા છે. આમ છતાં અચાનક યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ કેમ વધી ગયું છે તેની પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. અત્રે જણાવીએ કે, રાજકોટ દક્ષિણના ભાજપ ધારાસભ્ય રમેશ ટીલાળાને હળવો હાર્ટ એટેક આવ્યો છે.

હળવો હાર્ટએટેક આવ્યો 
પાપ્ત માહિતી મુજબ જણાવીએ કે, ગઈકાલે રાત્રે ધારાસભ્ય રમેશ ટીલાળા એક લગ્ન કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા, તે સમય અચાનક તેમની તબિયત લથડી હતી. આ સમય દરમિયાન તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેમનું મેડિકલ ચેકઅપ કરતા જાણવા મળ્યું હતું કે, ધારાસભ્યને હળવો હાર્ટએટેક આવ્યો છે. અત્રે જણાવીએ કે, ધારાસભ્ય રમેશ ટીલાળાની તબિયત અત્યારે સ્થિર છે તેમજ અત્યારે તેમની સારાવાર ચાલી રહી છે. 

હાર્ટ એટેક આવવાના કારણો શું છે  
1. કામનું પ્રેશર  
આજના સમયમાં યુવાનો કામનું એટલું દબાણ લે છે કે આ પણ નાની ઉંમરમાં હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આખો સમય કોમ્પ્યુટર કે ફોન પર કામમાં વ્યસ્ત રહેવું અને આહાર અને કસરતને અવગણવાથી હૃદયરોગનું જોખમ વધી શકે છે. 

હાર્ટ એટેક આવતા પહેલાં શરીર આપે છે આ સંકેત, ભૂલથી પણ તેની અવગણના ન કરતાં |  Early Signs of a Heart Attack

2. ધૂમ્રપાન અથવા આલ્કોહોલ
કામના દબાણ અને તણાવને ઘટાડવા માટે આજના યુવાનો ઘણીવાર ધૂમ્રપાન અથવા દારૂ પીવા તરફ આકર્ષાય છે. આ બંને વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક તો છે જ પરંતુ હાર્ટ એટેકનું મોટું કારણ પણ બની શકે છે.

3. સ્થૂળતા
વધુ પડતી સ્થૂળતા શરીર માટે ઘાતક સાબિત થઈ શકે છે. આજના સમયમાં યુવાનોમાં જંક ફૂડ ખાવાની આદત છે. કસરતનો અભાવ, સ્ટ્રેસ, આ બધી બાબતો તેમને સ્થૂળતા તરફ લઈ જઈ શકે છે અને વધુ પડતી સ્થૂળતા હાર્ટ એટેકનું કારણ બની શકે છે. 

યુપીમાં ક્રિકેટ રમતાં રમતાં 32 વર્ષીય યુવાનનું મોત, નાની ઉંમરમાં હાર્ટએટેકથી  કેવી રીતે બચવું | 32 year old dies while playing cricket in UP heart attack  at a young age

4. જંક અને ફાસ્ટ ફૂડ
આપણી ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારની આદતો આપણા આખા શરીર પર નકારાત્મક અસર કરે છે. યુવાનોમાં એવું જોવા મળે છે કે ફળો, શાકભાજી અને અનાજને બદલે તેઓ જંક ફૂડ, પેક્ડ ફૂડ અથવા રેડી ટુ ઈટ ફૂડ (ફાસ્ટ ફૂડ) પર વધુ આધાર રાખે છે. આ ખોરાક આપણા શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે અને તેની સીધી અસર આપણા હૃદય પર પડી શકે છે.

5. તણાવ 
યુવાનોમાં હાર્ટ એટેકનું સૌથી સામાન્ય કારણ તણાવ છે. તણાવ શરીરને ઘણી રીતે અસર કરી શકે છે. તે હૃદયના ધબકારા પર અસર કરી શકે છે અને હાર્ટ એટેકનું કારણ બની શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ