ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / આવતીકાલે યોજાશે વિજય રૂપાણીની અંતિમ યાત્રા, મોટી સંખ્યામાં સમર્થકો ઉમટે તેવી સંભાવના

અંતિમ યાત્રાની તૈયારી / આવતીકાલે યોજાશે વિજય રૂપાણીની અંતિમ યાત્રા, મોટી સંખ્યામાં સમર્થકો ઉમટે તેવી સંભાવના

Last Updated: 02:23 PM, 15 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઇ રૂપાણીની અંતિમ યાત્રા આવતી કાલે સાંજે 5 વાગ્યે યોજાશે. તેમની અંતિમયાત્રા રાજકોટ ખાતેના તેમના નિવાસ્થાનેથી નીકળશે.

ADVERTISEMENT

પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઇ રૂપાણીની અંતિમ યાત્રા આવતી કાલે સાંજે 5 વાગ્યે યોજાશે. તેમની અંતિમયાત્રા રાજકોટ ખાતેના તેમના નિવાસ્થાનેથી નીકળશે. આજે સાંજ સુધીમાં તેમનો પાર્થિવ દેહ રાજકોટ લઇ જવાશે.વિજયભાઇના પરિવારજનો પણ આજ સાંજ સુધીમાં ગાંધીનગરથી રાજકોટ પહોંચશે.

આજના ઘટનાક્રમ પર નજર કરીએ તો વિજયભાઇ રૂપાણીના DNA મેચ થવાની રાહ જોવાઇ રહી હતી.. બાદમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સત્તાવાર જાહેરાત કરતાં કહ્યું હતું કે તેમના ડીએનએ મેચ થઈ ગયા છે. સવારે 11:10 કલાકે ડીએનએના નમૂના મેચ થયા હતા. હવે તેમનો પાર્થિવ દેહ આજ સાંજ સુધીમાં રાજકોટ લઇ જવામાં આવશે. માહિતી મુજબ રાજકોટમાં વિજય રૂપાણીના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીમાં પાર્થિવ દેહ લવાશે જ્યાં પહેલાથી અંતિમવિધિની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે.

અંતિમ યાત્રાને લઇને પોલીસ કમિશનરનું જાહેરનામું

પ્રકાશ સોસાયટીથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમયાત્રા યોજાશે. રામનાથ સ્મશાનમાં વિજય રૂપાણીના પાર્થિવદેહના અંતિમસંસ્કાર થશે..અંતિમયાત્રા રૂટને લઈને રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું અંતિમયાત્રાના 1 કલાક પહેલા રૂટ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે, પ્રકાશ સોસાયટીથી રામનાથ પરાના રૂટ પર વાહનોનો પ્રવેશ બંધ રહેશે.

આ પણ વાંચોઃ અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટને લઇને એર ઇન્ડિયાએ લીધો મોટો નિર્ણય, એડવાન્સ બુકિંગવાળા ખાસ વાંચી લે

અંતિમ યાત્રાનો રૂટ

રાજકોટ શહેરમાં પ્રકાશ સોસાયટીમાં “પુજીત” મકાનથી પ્રકાશ સોસાયટી મેઈન રોડ, નાગનાથ મહાદેવ મંદિર, નિર્મળા રોડ, કોટેચા ચોકથી કાલાવડ રોડ, સ્વામિનારાયણ મંદિર, મહિલા કોલેજ અન્ડર બ્રિજ, ટાગોર રોડ, એસ્ટ્રોન ચોક, રાજમંદિર ફાસ્ટ ફુડ ટી-પોઇન્ટ, ડો. દસ્તુર માર્ગથી યાજ્ઞિક રોડ, હરીભાઇ હોલ ચોક, રાડીયા બંગલા ચોક, માલવીયા ચોક, ત્રિકોણ બાગ ચોક, ઢેબર ચોક, આર.એમ.સી. ચોક, કેશુભાઈના દવાખાનાથી કરણસિંહજી ચોક, સાંગણવા ચોકથી રાજશ્રી સિનેમા, ભુપેન્દ્ર રોડ, પેલેસ રોડ ટી-પોઇન્ટ, કોઠારીયા પોલીસ ચોકી, વિરાણી વાડી ચોક, ગરૂડ ગરબી ચોકથી રામનાથપરા સ્મશાન સુધી તથા ભાવનગર રોડ પર પાંજળાપોળથી રામનાથપરા સ્મશાન સુધી અને ગઢની રાંગ તરફ ભીચરી નાકાથી રામનાથપરા સ્મશાન સુધીના રૂટના રોડ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી જાહેર કરાઇ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Antim Yatra Route Vijay Rupani Antim Yatra Rajkot Residence
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ