બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / BRTSના અકસ્માતનો કેસ, પરિવારજનોમાં આક્રોશ, વિપક્ષે તંત્ર સામે કર્યા પ્રહાર
Last Updated: 02:30 PM, 16 April 2025
નાગરિકોની સુવિધા માટે દોડતી સિટી બસ હવે કાળ બનીને રોડ પર દોડી રહી છે.. રાજકોટમાં યમ બનીને દોડતી બીઆરટીએસ બસે અનેક લોકોને કચડ્યા છે.. જેમાં બાળકી અને મહિલા સહિત 4 લોકો કરુણ મોત થયા . શહેરના ઈન્દિરા સર્કલ પાસે ચારરસ્તા પર સિટી બસે આગળના વાહનચાલકોને કચડી નાંખ્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સિગ્નલ ખુલતા વાહનો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે.. અને અચાનક પાછળથી સિટી બસ આવી અને ઝડપભેર આગળ વધવાના પ્રયાસમાં નિર્દોષ લોકોને અડફેટે લે છે..
ADVERTISEMENT
રાજકોટમાં BRTS બસચાલકે કર્યો અકસ્માત, 3 લોકોના મોત
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 16, 2025
(ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવે છે ત્યારે હવે રાજકોટમાં કે.કે.વી.હોલ પાસે BRTS બસચાલકે 5 લોકોને અડફેટે લીધા છે. જેમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. અકસ્માત પછી ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા. ઘટનાના સીસીટીવી પણ… pic.twitter.com/F4I94Juc2g
અકસ્માત પછી ડ્રાઇવર શિશુપાલસિંહ રાણા બસ મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો.. આ ઘટનામાં ચાર લોકો મોતને ભેટી ચૂક્યા છે.. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 2 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સિટીબસના વારંવારના અકસ્માતથી લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી.. જોત જોતામાં લોકોનું મોટું ટોળુ ઉમટી ગયું..અને વિરોધ કરવા લાગ્યું.. લોકોને કાબૂમાં કરવા માટે પોલીસનો કાફલો દોડી આવ્યો.. પણ લોકોનો આક્રોશ વધુ ઉગ્ર થયો હતો
ADVERTISEMENT
બેકાબૂ બનેલા લોકોએ ટ્રાફિક પોલીસકર્મી પર પણ ટપલીદાવ કર્યો હતો.. ઘટનાની ગંભીરતા જોતા, લોકોને શાંત પાડવા માટે પોલીસ કમિશન બ્રજેશકુમાર ઝાને મેદાનમાં દોડી આવ્યા હતા.. ધારાસભ્ય દર્શિતા શાહ અને સાંસદ રામ મોકરીયા પણ ઘટના સ્થળની મુલાકાત લીધે.. નેતાઓએ બસચાલક સામે કાર્યવાહીની ખાતરી આપી હતી.
આ પણ વાંચોઃ જેતપુરમાં સાડીના બે કારખાનામાંથી 31 બાળમજૂરો મળ્યા, ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો
આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 15-15 લાખની સહાયની મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા જાહેરાત કરવામાં આવી છે તો ઇજાગ્રસ્તોને 2-2 લાખની સહાય ચૂકવવામાં આવશે
આ સમગ્ર મામલે મનપા વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ તંત્ર સામે પ્રહાર કર્યા હતા.
રાજકોટમાં સિટીબસ ડ્રાઈવરે કરેલા અકસ્માત પર વિપક્ષ આક્રમક, મનપા વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ તંત્ર પર કર્યા પ્રહાર
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 16, 2025
રાજકોટમાં સિટીબસ ડ્રાઈવરે કરેલા અકસ્માત પર વિપક્ષ આક્રમક બન્યું છે. રાજકોટ મનપા વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ તંત્ર સામે પ્રહાર કરતાં કહ્યું, મનપાના ભ્રષ્ટાચારી લાભ માટે… pic.twitter.com/ixjY0WnmGX
તેમણે કહ્યું કે મનપાના ભ્રષ્ટ અધિકારીઓ પોતાના લાભ માટે મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપે છે, લાયકાત વગરની કંપનીઓને અને તેમના માણસોને કામ સોંપાય છે..જેના કારણે આવી ઘટનાઓ ઘટે છે અને નિર્દોષ નાગરિકો ભોગ બને છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સુરત / મૃતકની પત્નીનો આક્રોશ, પાટીલ સામે જ સરકાર અને સેના પર ઠાલવી હૈયાવરાળ
Priyankka Triveddi
સુરત / ‘પપ્પા અહીં સ્વેટર સારા મળે છે, તમારા માટે લાવું?’, મોત પહેલા આ હતા શૈલેષભાઈના શબ્દો
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.