બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / જેતપુરમાં સાડીના બે કારખાનામાંથી 31 બાળમજૂરો મળ્યા, ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો
Last Updated: 11:39 AM, 16 April 2025
જેતપુરમાં સાડીના કારખાનામાં બાળકો પાસે કામ કરાવવામાં આવતું હોવાની બાતમી એક NGOને મળી હતી... જે બાદ પોલીસની સાથે મળી સ્થળ પર રેડ પાડવામાં આવી હતી, જે દરમ્યાન સાડીના બે કારખાનામાં 31 બાળમજૂર મળી આવ્યા હતા.
ADVERTISEMENT
તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી બાળકોને લાવીને અહીં કામે લગાવવામાં આવતા હતા. તમામ બાળકોને કારખાનામાંથી છોડાવીને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદમાં અસામાજિક તત્વોએ તોડફોડ કર્યા બાદ પોલીસનું કોમ્બિંગ
ADVERTISEMENT
આ મામલે કારખાનાના માલિકો સહિત કુલ ત્રણ લોકો સામે ફરીયાદ દાખલ કરાઇ છે. જેમાં બે કારખાના માલિકો અને 1 ઠેકેદાર જેણે આ બાળકોને અહીં મોકલ્યા હતા તેમનો સમાવેશ થાય છે. કારખાના માલિક સામે બાળમજૂરીની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
હવામાન / આંધી વંટોળ આવશે, ભારે પવન ફુંકાશે, ધોમધખતા તડકા વચ્ચે અંબાલાલની માવઠાની આગાહી
Priykant Shrimali
સુરત / મૃતકની પત્નીનો આક્રોશ, પાટીલ સામે જ સરકાર અને સેના પર ઠાલવી હૈયાવરાળ
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.