બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં અસામાજિક તત્વોએ તોડફોડ કર્યા બાદ પોલીસનું કોમ્બિંગ
Last Updated: 11:52 PM, 15 April 2025
Ahmedabad News : અમદાવાદના રખિયાલમાં અસામાજિક તત્વોના આતંક બાદ પોલીસ સફાળી જાગી હતી અને પોતાની આબરૂ બચાવવા માટે કોમ્બિંગહાથ ધર્યું હતું. કોમ્બિંગમાં 4 PI, 6 PSI સહિત 70 પોલીસકર્મીઓ જોડાયા હતા. સમગ્ર વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ કરવામાં આવ્યા હતા. પૂર્વ વિસ્તારમાં સતત અસામાજિક તત્વો બેફામ છે. પોલીસનો કોઇ ડર ન હોય તે પ્રકારે તેઓ વર્તતા હોય છે. પોતાની હરકતો યથાવત્ત જ રાખતા હોય છે. પોલીસ પણ શાખ બચાવવા ઘોડા છુટ્યા પછી તબેલાને તાળા મારવા નિકળતી હોય તે પ્રકારે કોમ્બિંગ જેવી હરકતો કરતી હોય છે. જો કે જરૂરી છે કે પહેલાથી જ કોમ્બિંગ કર્યું હોત તો આવી ઘટના બની જ ન હોત. પરંતુ પોલીસ હંમેશા હિન્દી ફિલ્મોની જેમ દુર્ઘટના ઘટી જાય પછી જ આવે છે અથવા તો એક્ટ કરે છે.
ADVERTISEMENT
પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું
રખિયાલમાં અસામાજિક તત્વોના આતંક બાદ પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 4 PI, 6 PSI સહિત 70 પોલીસકર્મીઓ કોમ્બિંગમાં જોડાયા હતા. પૂર્વ વિસ્તારમાં ગુનાઓ અટકાવવા પોલીસનું કોમ્બિંગ કર્યું હતું. રખિયાલમાં તોડફોડ કેસમાં આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ વિસ્તારમાં ગુનાઓ અટકાવવા માટે પોલીસનું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોમ્બિંગ દરમિયાન વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી. રખિયાલમાં તોડફોડ અને હુમલા કેસમાં આરોપીઓની ધરપકડ કરાઇ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.