બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / NRI News / રાજકોટના સમાચાર / Rajkot man 1.71 crore bank fraud with gujarati NRI
ADVERTISEMENT
લેટિન અમેરિકા ઇક્વાડોર માં રહેતા સોહીલભાઈ ચોવટીયા માદરે વતન ભારત માં આવ-જા કરે છે. જે દરમિયાન જૂનાગઢ ની મુલાકત દરમિયાન તેને એક ફાઈનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ કરતા પરેશ મોણપરા ની મુલાકત થઇ હતી. પરેશે તેને વિવિધ ટર્મ પ્લાન અને અન્ય વિવિધ જગ્યાએ રોકાણ કરે તો તેને વધુ આવક થઇ શકશે તેવું જણાવી ને વિશ્વાસમાં લીધા હતા.
રૂા. 1.71 કરોડ સુધીનું રોકાણ કર્યુ છે
ADVERTISEMENT
આ સાથે જ ચીટિંગના એક નવા અધ્યાયની શરૂઆત થઈ હતી. સોહીલભાઈ વિશ્વાશમાં આવતાંજ પોતાની અમેરિકાની કમાણીનું અહિં રોકાણ કરવાનું શરૂ કરી દીધુ હતુ. જે મુજબ પોતાના અને પોતાની પત્ની ના નામે રોકાણ કરતા હાત. આ રોકાણનો આંકડો રૂા. 1. 71 કરોડ સુધી પહોંચી ગયો હતો.
બેંકમાં પોતાનો નંબર આપી રૂપિયા ખાતામાં લઈ લીધા
ADVERTISEMENT
વિવિધ બેંક ખાતા અને વિવિધ જગ્યા એ રોકાણ બાદ જે લેતી-દેતી અને ઇન્ટરનેટ બઁકિંગ કે ઇલેક્ટ્રોનિક્સ ટ્રાન્સફર માટે જે મોબાઈલ નંબર ઉપયોગ માં લેવામાં આવતો હતો તે બદલી ને તમામ પૈસા આ કલાકાર પરેશ મોણપરા એ પોતાન ખાતા માં ધીમે ધીમે ટ્રાન્સફર કરી લીધી હતા.
મોબાઈલ નંબરની કરી હેરાફેરી
ADVERTISEMENT
જયારે સોહીલભાઈના નામે બેંક ખાતા અને અન્ય જગ્યા એ ખુબ મોટી રકમ જમા થઈ ગયેલી દેખાઈ તો પરેશ મોણપરા ના મોઢા માંથી લાળ ટપકવા લાગી અને તેણે સોહીલભાઈ નું બેંક એકાઉન્ટ જે મોબાઈલ નંબરથી ઓપરેટ થતું હતુ તે મોબાઈલ નંબર બદલી નાખ્યો હતો. તે નંબરની જગ્યા એ પોતાનો મોબાઈલ નંબર નાખી દીધો હતો. જેથી જે કઈ બૅંક ખાતા ની લેવડ દેવદ થાય તેની કોઈ પણ જાણ આ NRI ને થાય નહિ.
પોલીસની કેદમાં છે કલાકાર
ADVERTISEMENT
પરેશ મોણપરા એ ધીમે ધીમે આ NRI ના ખાતા માંથી 1.71 કરોડની ઉચાપત કરી હતી. સોહીલભાઈને ચૂનો ચોપડી દીધો હતો. જેતપુર પોલીસ દ્વારા પરેશ મોણપરા સામે ઉચાપતનો કેસ દાખલ કરી ને કાયદેસર ની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પરેશ હાલ તો જેતપુર પોલીસની કેદમાં છે. જેલની હવા ખાઈ રહ્યો છે. જે પૈસાની ઉચાપત કરી તે હવે તેના કોઈ કામના નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.