ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / VIDEO : PM મોદી માટે બનાવી વિશાળ અને અનોખી પાઘડી, જાણો ખાસિયત
Last Updated: 03:18 PM, 3 April 2025
ADVERTISEMENT
રાજકોટમાં આંટીવાળી પાઘડી બનાવતા એક કારીગરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ પ્રકારની આંટીવાળી પાઘડી બનાવી છે.. રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં સંજયરાજ પાઘડી નામથી પાઘડીની પ્રખ્યાત દુકાન છે.. દુકાનદાર સંજયભાઈ જેઠવાએ આ વિશાળ અને અનોખી પાઘડી બનાવી છે..
ADVERTISEMENT
પાઘડીની ખાસિયતની વાત કરીએ તો, પીએમની ઉંમર 75 વર્ષ હોવાથી આ પાઘડીમાં 75 મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.. PMના શાસનકાળને 10 વર્ષ થયાં હોવાથી પાઘડીની પહોળાઈ 10 ફૂટ જેટલી રાખવામાં આવી છે.. PM મોદી ભારતના 16મા વડાપ્રધાન હોવાથી પાઘડીની ઊંચાઈ 16 ઇંચની રાખવામાં આવી છે.. વડાપ્રધાન માટે બનાવવામાં આવેલી આ ખાસ પાઘડીનું વજન 25 કિલો છે..
આ પણ વાંચોઃ એક પાયલોટનું મોત, બીજાની ચાલી રહી છે સારવાર, જામનગર વિમાન દુર્ઘટના પર વાયુસેનાની આવી પ્રતિક્રિયા
ADVERTISEMENT
સંજયભાઈ છેલ્લા 10 વર્ષથી પાઘડી બનાવવાની કારીગરી ધરાવે છે.. સંજયભાઈએ 5 કારીગરો સાથે મળીને સતત 5 દિવસ સુધી મહેનત કરીને આ પાઘડી તૈયાર કરી છે.. સંજયભાઈ આ પાઘડીને વડાપ્રધાન મોદીને ભેટમાં આપવાની ઈચ્છા ધરાવે છે..
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ