બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એક પાયલોટનું મોત, બીજાની ચાલી રહી છે સારવાર, જામનગર વિમાન દુર્ઘટના પર વાયુસેનાની આવી પ્રતિક્રિયા
Last Updated: 09:30 AM, 3 April 2025
જામનગર તાલુકાના સુવરડા ગામમાં બુધવારે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું, અને પ્લેન આગના ગોળામાં ફેરવાયું હતું. જે સળગતું પ્લેન સુવરડા ગામની સીમ વિસ્તારમાં પડયું હતું, જે સળગતા પ્લેનમાંથી બે પાયલોટ કૂદી ગયા હતા. પરંતુ એક પાયલોટનું સ્થળ પર જ મોત થયું છે, જ્યારે બીજા જ્યારે બીજા પાયલોટને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
ADVERTISEMENT
જામનગર શહેરથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલ સુવરડા ગામમાં વાડી વિસ્તારમાં સૂકા ઘાસના જથ્થામાં સળગતા પ્લેનનો કાટમાળ પડવાના કારણે આગ લાગી હતી, જેના કારણે ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો, અને એરફોર્સના અધિકારીઓ તેમજ જામનગર જિલ્લાના પોલીસ અને વહીવટી શાસનના તમામ ઉચ્ચ અધિકારીઓ વગેરે દોડતા થયા હતા.
જામનગર ના જિલ્લા કલેકટર કેતન ઠક્કર, એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા, અને રેસ્ક્યુ કામગીરી યુદ્ધનાં ધોરણે શરૂ કરવામાં આવી હતી. જોકે જિલ્લા કલેકટર દ્વારા મીડિયાને આપેલ પ્રાથમિક વિગતોમાં એક પાયલોટનો આબાદ બચાવ થયો હોવાનું અને બીજા પાયલોટની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
ADVERTISEMENT
જયારે ફાઇટર પ્લેન ક્રેશ બાદ આગ લાગવાની ઘટના બનતાં જામનગર મહાનગપાલિકા ફાયર બ્રિગેડની ટુકડીને દોડતી કરાવવામાં આવી હતી, અને જામનગર મહાનગરપાલિકા ની ફાયર શાખાની ટીમ ઘટના સ્થળે તુરત જ પહોંચી ગઈ હતી. અને આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટના બાદ સુવરડા ગામ અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.પોલીસ વિભાગની ટીમ તથા એરફોર્સ વગેરેની ટીમે દોડી જઇ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પ્લેન ક્રેશ થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, જે મામલે એરફોર્સના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.
આ પણ વાંચોઃ રાજકુમાર જાટના મોતનો કેસ, વધુ એક વખત થયો ચોંકાવનારો ખુલાસો
ADVERTISEMENT
પ્રાથમિક જાણવા મળતી વિગતો મુજબ બે પાઇલટ ટ્રેનિંગ અર્થે જેગુઆર ફાઈટર પ્લેન લઈને નિકળ્યાં હતા ત્યારે અચાનક કોઈ કારણસર પ્લેન ક્રેશ થયું હતું. જેના પગલે સમગ્ર વિસ્તાર આગની લપેટમાં જોવા મળ્યો હતો. તો બીજી તરફ ફાઈટર પ્લેનના ટૂકડે ટૂકડા વિખેરેલા જોવા મળ્યાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.