ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકુમાર જાટના મોતનો કેસ, વધુ એક વખત થયો ચોંકાવનારો ખુલાસો

ગોંડલ / રાજકુમાર જાટના મોતનો કેસ, વધુ એક વખત થયો ચોંકાવનારો ખુલાસો

Last Updated: 09:04 AM, 3 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મૃતક યુવક રાજકુમાર જાટના ઇજાના નિશાનની સંખ્યા પંચનામામાં, પોસ્ટમોર્ટમમાં અને ફોરેન્સિક રિપોર્ટમાં અલગ-અલગ આવતા અનેક સવાલો ઉભા થયા છે.

ADVERTISEMENT

ગોંડલના યુવક રાજકુમાર જાટના મોતના કેસમાં ફરીએકવાર પોલીસની કામગીરી પર સવાલ ઉઠયા છે. જો કે આ પહેલા અમે તમને જણાવી દઇએ કે આ કેસમાં જ્યારે મૃતક રાજકુમાર જાટનો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો હતો તેમાં તેને 17 જેટલી ઇજાના નિશાન રિપોર્ટમાં સામે આવ્યા હતા.. અને ફોરેન્સિક સાયસન્સનો રિપોર્ટ આવ્યો ત્યારે તેમાં 41 જેટલા ઇજાના નિશાન સામે આવ્યા હતા.. 17 અને 41 બન્ને વચ્ચે મોટો તફાવત હોઇ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર સવાલ ઉઠ્યા હતા. હવે એ વાત સામે આવી છે કે પોલીસના પંચનામામાં મૃતકના શરીર પર માત્ર 11 ઇજાઓનો ઉલ્લેખ છે.. ત્રણેય રિપોર્ટમાં ઇજાઓની સંખ્યામાં આટલો મોટો ફેરફાર દાળમાં કંઇક કાળુ હોવાની આંગળી ચિંધે છે તેવું લોકોનું કહેવું છે.

શું છે સમગ્ર મામલો ?

ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટનો આક્ષેપ છે કે 2 માર્ચે તેઓ તેમના પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને પુત્ર ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં બન્ને ઘરે જતાં રહ્યા હતા. જો કે ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે પહોંચ્યો હતો, પરંતુ ત્યારબાદથી તે રહસ્યમય રીતે ગુમ છે.. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.'

DCP ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે આ મામલે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં આ ઘટનાને લઇને મોટા ખુલાસા કર્યા હતા. જેમાં તેમણે રાજકુમાર જાટનું બસની અડફેટે આવી જતા મોત થયું હોવાનો ખુલાસો કર્યો હતો.

આ પણ વાંચોઃ પતિએ ડોક્ટર પત્નીનાં નામે 14 કરોડ રૂપિયાની લોન લઇને છુટાછેડા આપી દીધા

મૃતક રાજકુમાર જાટના પિતાનો આક્ષેપ છે કે તેમના પુત્રના મોત પાછળ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો હાથ છે. યુવકના ઇજાના નિશાનની સંખ્યા પંચનામામાં, પોસ્ટમોર્ટમમાં અને ફોરેન્સિક રિપોર્ટમાં અલગ-અલગ આવતા અનેક સવાલો ઉભા થયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkumar Jat Death Case Police Report Controversy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ