ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / પતિએ ડોક્ટર પત્નીનાં નામે 14 કરોડ રૂપિયાની લોન લઇને છુટાછેડા આપી દીધા

છેતરપિંડી / પતિએ ડોક્ટર પત્નીનાં નામે 14 કરોડ રૂપિયાની લોન લઇને છુટાછેડા આપી દીધા

Last Updated: 11:38 PM, 2 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા ડોક્ટર નમ્રતાએ પોતાના IVF માટે લોન લીધી હતી. જે 2020 માં ભરપાઈ થઇ ગઇ હોવાનું ડૉ.તુષારે જણાવ્યું હતું. જો કે ડૉ.નમ્રતાને શંકા ગઇ કે, તપાસ કરતા ધ્યાને આવ્યું કે તેના નામે 14 કરોડની લોન લેવાઇ ચુકી છે.

ADVERTISEMENT

સુરતના ઉતરાણમાં પતિએ જ પત્ની સાથે કરી કરોડોની છેતરપિંડી કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડૉ.તુષાર ભારંબે પોતાની જ પત્નીના નામે 10 બેંકમાંથી કરોડો રૂપિયાની લોન લઇ લીધી હતી. ડૉ.નમ્રતાની ખોટી સહી કરીને 10 બેંકમાંથી લીધી 14.33 કરોડની લોન લઇ લીધી હતી. ત્યાર બાદ પોતાની પત્નીને છુટાછેડા પણ આપી દીધા હતા. ડૉ.તુષાર ભારંભે અને તેના પિતા પ્રકાશ ભારંબેએ સમગ્ર કૌભાંડ આચર્યું હતું. ડૉ.નમ્રતાએ IVF સેન્ટર માટે લોન લેવા પતિ પ્રકાશ ભારંબેને પોતાના ડોક્યુમેન્ટ આપ્યા હતા.

પત્નીના નામે કરોડોની લોન લીધી

મહિલા ડોક્ટર નમ્રતાએ પોતાના IVF માટે લોન લીધી હતી. જે 2020 માં ભરપાઈ થઇ ગઇ હોવાનું ડૉ.તુષારે જણાવ્યું હતું. જો કે ડૉ.નમ્રતાને શંકા ગઇ કે, તપાસ કરતા ધ્યાને આવ્યું કે તેના નામે 14 કરોડની લોન લેવાઇ ચુકી છે. પતિએ ઠગાઈ કર્યાનું સામે આવતાં જ મહિલા ડૉક્ટરે છૂટાછેડા લઈ લીધા હતા. છૂટાછેડામાં થયેલા કરારમાં લોનની ભરપાઈની જવાબદારી ડૉ.તુષારે લીધી હતી. જો કે તેણે હપ્તા નહી ભરતા બેંક દ્વારા ડૉ. નમ્રતા પાસે ઉઘરાણી શરૂ કરી હતી. પોલીસે મહિલા ડૉક્ટરની ફરિયાદના આધારે ડૉ.તુષાર ભારંબેની કરી ધરપકડ કરી હતી.

પતિ અને સસરાએ સાથે મળીને છેતરપિંડી આચરી

સુરતના ઉતરાણમાં પતિએજ પત્ની સાથે 14 કરોડની છેતરપિંડી કરી લેતા ચકચાર મચી ગઇ હતી. પતિ અને સસરાએ બોગસ ડોક્યુમેન્ટ્સથી મહિલા ડોકટરના નામે કરોડો રૂપિયાની લોન લીધી હતી. લોન લીધી હતી મહિલા ડોકટરે પતિ અને સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉતરાણ પોલીસે પતિની ધરપકડ કરી છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલા ડોકટર IVF સેન્ટર ચલાવે છે અને પતિ ડેન્ટલ હોસ્પિટલ ચલાવે છે. IVF સેન્ટર શરૂ કરવા લોન લેવા માટે પત્નીએ પતિને પોતાના ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા. IVFનો તમામ કારભાર પતિ તુષાર સંભાળતો હતો. મહિલા ડોકટરની ખોટી સહી કરીને 10 બેંકોમાંથી 14.33 કરોડની લોન લધી હતી. 2011માં મહિલાના લગ્ન મહારાષ્ટ્રના ડેન્ટિસ્ટ તુષાર પ્રકાશ ભારંબે સાથે થયા હતા. IVF માટે લીધેલી લોન 2020માં તુષારે ભરપાઈ થઇ ગઇ હોવાનું કહ્યું હતું.

તપાસ કરતા ખબર પડી કે છેતરપિંડીનો ભોગ બની

મહિલાને 2020માં ખબર પડી કે તેના નામે 14 કરોડની લોન થઈ છે. ઘટના સામે આવતા મહિલાએ છૂટાછેડા લઇ લીધા હતા. ખોટા IT રિટર્નના આધારે પ્રકાશ અને તેના પિતાએ ડો. નમ્રતાના નામે લોન લીધી હતી. છુટાછેડામાં થયેલા કરારમાં તુષારે લોનની જવાબદારી તેની હોવાની બાહેધરી આપી હતી. તુષારે હપ્તા નહીં ભરતા બેંકે ડો.નમ્રતા પાસે ઉઘરાણી શરૂ કરી હતી. પૂર્વ પતિ તુષાર ભારંભ અને સસરા પ્રકાશ ભારંભે વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ઉતરાણ પોલીસે મહારાષ્ટ્ર થી મહિલાના પૂર્વ પતિ તુષાર ભારંભેની ધરપકડ કરી લીધી છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Police Fraud with Doctor Surat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ