બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Politics / rajinikanth dada saheb phalke award minister prakash javadekar press conference live
Last Updated: 10:50 AM, 1 April 2021
ADVERTISEMENT
પ્રકાશ જાવડેકરે ગુરુવારે દાદા સાહેબ ફાળકે એવોર્ડનું એલાન કર્યું
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરુવારે દાદા સાહેબ ફાળકે એવોર્ડનું એલાન કર્યું છે. આ વખતે સાઉથ સુપર સ્ટાર રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
ADVERTISEMENT

રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે
ADVERTISEMENT
પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમને આનંદ છે કે દેશના તમામ ભાગોથી ફિલ્મકાર, અભિનેતા, અભિનેત્રી, ગાયક, સંગીતકાર તમામ લોકોને સમય સમય પર દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળે છે. આ વર્ષે દાદા સાહેબ ફાળકે એવોર્ડ મહાન નાયક રજનીકાંતને જાહેર કરતા ખૂબ આનંદ થઈ રહ્યો છે. રજનીકાંત 5 કાયદાથી સિનેમાની દુનિયામાં રાજ કરી રહ્યા છે અને લોકોનું મનોરંજન કરી રહ્યા છે. આ જ કારણ છે કે આ વખથે દાદા સાહેબ ફાળકેની જ્યુરીએ રજનીકાંતને એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે.
આ સિલેક્શન જ્યુરીએ કર્યુ છે સિલેક્શન
ADVERTISEMENT
આ વર્ષે આ સિલેક્શન જ્યુરીએ કર્યુ છે કે આ જ્યૂરીમાં આશા ભોસલે, મોહનલાલ, વિશ્વજીત ચેટર્જી, શંકર મહાદેવન અને સુભાષ ઘાઈ આ 5 જ્યૂરીએ બેઠક કરીને એક સહમતિ સાથે મહાનાયક રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવાની તરફેણ કરી છે.

ADVERTISEMENT
અત્યાર સુધી 50 વાર આ એવોર્ડ આપવામાં આવ્યો
રજનીકાંતે પોતાની પ્રતિભા, મહેનત અને લગનથી આ સ્થાન લોકોના દિલમાં મેળવ્યું છે. આ તેમનું યોગ્ય ગૌરવ છે. દાદા સાહેબ ફાળકે એવોર્ડ એટલા માટે મહત્વ પૂર્ણ છે કે દાદા સાહેબ ફાળકેએ પહેલા સિનેમા 1913માં રાજા હરિશચંદ્ર બનાવી હતી. તો તે રાજા હરિશચંદ્ર સિનેમા બાદ આ પહેલા ફિલ્મિ પડદે મહર્ષિ કહેવાયા અને દાદા સાહેબ ફાળકેના મુત્યુ બાદ આ એવોર્ડ તેમના નામ પર છે . અત્યાર સુધી 50 વાર આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.