ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Railways To Run 200 Non Ac Timetabled Trains Daily From June 1

લૉકડાઉન / રેલવેએ લીધો મોટો નિર્ણય : આ તારીખથી રોજ ચાલશે 200 Non-AC ટ્રેન, ટૂંક સમયમાં શરૂ થશે બુકિંગ

Published By: Kavan

Last Updated: 10:20 PM, 19 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં આતંક મચાવ્યો છે. તેના ફેલાવાને અટકાવવા માટે લૉકડાઉન કરવામાં આવ્યું છે. ભારતમાં પણ લૉકડાઉન-4.0ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કેન્દ્ર સરકારે રાજ્યોને પોતાની રીતે કેટલી છૂટછાટ આપવાની મંજૂરી આપી છે. ત્યારે હવે ભારત સરકારે લૉકડાઉન વચ્ચે પણ રેલ સેવાને લઇને મહત્વની જાહેરાત કરી છે.

ADVERTISEMENT

  • કોરોના કહેર વચ્ચે રેલવે મંત્રીની મોટી જાહેરાત
  • 1 જૂનથી રોજ ચાલશે 200 Non-AC ટ્રેન

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે મંગળવારી મોડી સાંજે ટ્વિટ કર્યું હતું કે, આગામી 1 જૂનથી દેશભરમાં 200 નોન એસી મેઇલ એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવશે, જે ટાઇમ ટેબલ પ્રમાણે ચલાવવામાં આવશે. એવું કહેવામાં આવે છે કે આ ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ટિકિટ પણ મળી શકે છે, પરંતુ તત્કાલ અથવા પ્રીમિયમ તત્કાલ ટિકિટની વ્યવસ્થા નહીં હોય. આ ટ્રેનોનું બુકિંગ IRCTCની વેબસાઇટ પરથી જ કરી શકાશે. કયા દિવસથી બુકિંગ શરૂ થશે, ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.

શ્રમિકો માટે ટ્રેન શરૂ થયાં બાદ કરી વધુ એક જાહેરાત 

ગરીબ શ્રમિકો માટે શ્રમિક સ્પેશિયલ અને અમીરો માટે રાજધાની સ્પેશિયલ શરૂ કર્યા બાદ હવે રેલવે દેશભરમાં મેઇલ એક્સપ્રેસ ટ્રેન પણ શરૂ કરવાની તૈયારીમાં છે. રેલ મંત્રીના જણાવ્યા પ્રમાણે 1 જૂનથી દરરોજ 200 નોન એસી ટ્રેનો ટાઇમ ટેબલ પ્રમાણે ચાલશે. 

થોડા દિવસ પહેલા 30 જૂન સુધી તમામ ટિકિટોનું બુકિંગ કરાયું છે રદ્દ 

મહત્વનું છે કે અગાઉ 14 મેના રોજ રેલ્વે શરૂ કરી દેવાની ખબરો આવી હતી. જો કે ત્યારે એ જ દિવસે ફરીથી નિર્ણય રદ્દ કરી દેવાયો હતો. એ દરમ્યાન ટિકિટ બુકિંગ શરૂ કરી દેવાયું હતું પરંતુ બાદમાં 30 જૂન સુધી તમામ ટિકિટોનું બુકિંગ રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હતો અને પૈસા રિફંડ કરાયા હતાં. 

અગાઉ 12 મેથી કેન્દ્ર સરકારે દિલ્હીથી 15 સ્થળો પર સ્પેશ્યલ ટ્રેન શરૂ કરી

આ અગાઉ 12 મેથી કેન્દ્ર સરકારે દિલ્હીથી 15 સ્થળો પર સ્પેશ્યલ ટ્રેન શરૂ કરી ચૂકી છે અને તે ઉપરાંત શ્રમિક સ્પેશ્યલ ટ્રેન તો અલગ અલગ રાજ્યોમાં ચાલી રહી છે. આવામાં હવે પેસેન્જર ટ્રેન શરૂ થાય છે તો સામાન્ય પ્રજા માટે મોટી રાહત થશે. કારણ કે લૉકડાઉન 4માં જુદા જુદા રાજ્યોમાં બસો ચલાવવાની મંજૂરી પણ સરકારે આપી છે ત્યારે ટ્રેન શરૂ ન થવાને કારણે થોડી નિરાશા હતી જે 1 જૂન પછી દૂર થશે તેમ કહી શકાય.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Non Ac Timetabled Trains Piyush Goyel Railway રેલવે coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ