બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / rahul gandhi compares farmers with satyagrahis taunts PM modi on twitter

નિવેદન / રાહુલ ગાંધીએ ખેડૂતોને આપી સત્યાગ્રહીઓની ઉપમા; PM મોદી ઉપર આપ્યું એવું નિવેદન કે ટ્વીટર ઉપર વાયરલ

Published By: Shalin

Last Updated: 04:31 PM, 3 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલન મુદ્દે ફરી એક વાર નરેન્દ્ર મોદી સરકાર ઉપર નિશાન સાધ્યું છે.

તેમણે કહ્યું કે દેશમાં ફરીથી ગુલામી જેવી પરિસ્થિતિ આવી ગઈ છે. ખેડૂતો ચંપારણ જેવી સ્થિતિમાં આવી ગયા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે દેશના ખેડૂતો ફરી એક વખત ચંપારણ જેવો ત્રાસ ભોગવી રહ્યા છે. 

"આંદોલનનો દરેક ખેડૂત-મજૂર સત્યાગ્રહી છે"

તેમણે આગળ કહ્યું કે તે વખતે અંગ્રેજો કંપની બહાદુર હતા જ્યારે હવે મોદી મિત્ર કંપની બહાદુર છે. પરંતુ આંદોલનનો દરેક ખેડૂત-મજૂર સત્યાગ્રહી છે જે પોતાનો અધિકાર લઇને રહેશે. 

રાહુલે બે દિવસ પહેલા નવા વર્ષ નિમિત્તે એમ પણ કહ્યું હતું કે તેઓ અન્યાય સામે લડતા ખેડૂતોની સાથે છે. 1 જાન્યુઆરીએ તેમણે ટ્વિટ કરીને દિલ્હીની સરહદો પર કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "હું હાર્દિક આદર સાથે અન્યાય સામે લડતા ખેડૂતો અને મજૂરો સાથે છું." બધાને નૂતન વર્ષના અભિનંદન." બે દિવસ પછી, તેમણે બ્રિટિશ યુગમાં ચાંપારણના ખેડૂતોની આજની ખેડૂતો સાથે તુલના કરી છે.

અંગ્રેજોએ ચાંપારણ ક્ષેત્રમાં ગળીની ખેતી કરવાની ફરજ પાડી હતી

નોંધનીય કે બ્રિટિશ કાળમાં, અંગ્રેજોએ નેપાળને અડીને આવેલા ચાંપારણ ક્ષેત્રમાં, બિહારના ઉત્તરીય ભાગમાં, ગળીની ખેતી કરવાની ફરજ પાડી હતી. આ માટે, બ્રિટિશરોએ જમીનના માલિકોને જમીન વાવેતર માટે આપી હતી અને તીન કઠિયા સિસ્ટમ લાગુ કરી હતી, આ અંતર્ગત ખેડૂતોને ત્રણ કાઠમાં ગળીની ખેતી કરવાની ફરજ પાડી હતી.

આ જુલમ વિરુદ્ધ આંદોલન મહાત્મા ગાંધીએ 1917 માં શરૂ કર્યું હતું, જેને સવિનય કાનૂનભંગ આંદોલન કહેવામાં આવે છે. તેને ચંપારણ સત્યાગ્રહ પણ કહેવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

PM modi PM મોદી rahul gandhi રાહુલ ગાંધી Rahul Gandhi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ