બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / Rahul Dravid BCCI contacted is completed, VVS Lakshman might become the new coach of team India

ક્રિકેટ / રાહુલ દ્રવિડની જગ્યાએ આ દિગ્ગજ ખેલાડીએ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી, BCCI ટૂંક સમયમાં કરી શકે છે નવા કોચની ઘોષણા

Vaidehi

Last Updated: 06:04 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વકપ બાદ રાહુલ દ્રવિડનો BCCI સાથેનો કરાર સમાપ્ત. હવે ટીમ ઈન્ડિયાનાં કોચ તરીકેની ભૂમિકા દ્રવિડનાં હાથમાં નહીં રહે.

  • BCCIનાં કરાર અનુસાર રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત
  • 2 વર્ષનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ કોચ નહીં રહે દ્રવિડ
  • હાલમાં NCA પ્રમુખ દ્રવિડની જગ્યા સંભાળી રહ્યાં છે

BCCIનાં કરાર અનુસાર દિગ્ગજ રાહુલ દ્રવિડ અને તેમની ટીમનો કાર્યકાળ વિશ્વકપ બાદ પૂર્ણ થશે. માનવામાં આવી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાની સાથે હવે આગળ દ્રવિડ કામ કરવામાં રૂચિ નથી દાખવી રહ્યાં. તેમની તરફથી કોઈ પ્રયાસ કરવામાં આવી રહ્યો નથી. ઑસ્ટ્રેલિયાની સામે સીરીઝમાં NCA પ્રમુખે તેમની જગ્યાએ ટીમની કમાન સંભાળી છે.

દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત
ભારતીય ટીમનાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થયાં બાદ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડેમીનાં પ્રમુખ વીવીએસ લક્ષ્મણે તેમની જવાબદારી સંભાળી છે. વિશ્વ કપ બાદ શરૂ થયેલ ટી20 સીરીઝમાં તેઓ ટીમની કોચિંગ કરી રહ્યાં છે. આગળ BCCIએ નક્કી કરવાનું રહેશે કે તેઓ કોની સાથે આગળ વધવા ઈચ્છે છે.

IPL ટીમમાં જોડાઈ શકે છે દ્રવિડ
ભારતીય ટીમની સાથે પોતાનો 2 વર્ષનો કાર્યકાળ સમાપ્ત કર્યા બાદ મુખ્ય કોચ રાહુલ દ્રવિડનાં IPLમાં ફ્રેંચાઈઝી ટીમની સાથે જોડાવાની માહિતી મળતી રહે છે. મીડિયા રિપોર્ટ અનુસાર લખનઉ સુપર જાયંટ્સની ટીમની સાથે દ્રવિડ મેંટર તરીકે જોડાઈ શકે છે. આ ટીમનાં પૂર્વ મેંટોર ગૌતમ ગંભીરે કોલકત્તા નાઈટ રાઈડર્સની સાથે જવાનો નિર્ણય લીધો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ