ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Put Curtains Of This Color In The House

Vastu Tips / ઘરની ઉત્તર દિશામાં લગાવો આ રંગના પડદા, થશે મોટો ધનલાભ

Published By: Kavan

Last Updated: 06:37 PM, 23 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્ર એક એવા પ્રકારનું શાસ્ત્ર છે, જેમાં ઘરમાં પોઝિટિવ એનર્જી વધારવા માટેની કેટલીક સરળ વાતો જણાવવામાં આવી છે. એકદમ નાના કામ કરીને પણ આપણે ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધારી શકીએ છીએ.

ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે, ઘરમાં પડદા લગાવવાની જ વાત કરીએ તો માત્ર દિશાઓ મુજબના પડદાના રંગની પસંદગી કરવામાં આવે તો પણ આપણા ઘરમાં સકારાત્કમ ઉર્જાનો સંચાર કરી શકીએ છીએ. વિવિધ દિશા પ્રમાણેના, રંગો અને સ્થાનની પસંદગી કરવાથી એ લાભ થાય છે કે તે દિશાની હકારાત્મક ઉર્જાને વધુને વધુ એક્સપ્લોર કરી શકાય છે. 

પૂર્વ દિશામાંથી આવશે સમૃદ્ધિ

જો તમારું ઘર પૂર્વાભિમુખન છે અને તમે આ દિશાની બારી અને દરવાજા પર પડદા મૂકવા માંગો છો, તો પછી ઘરના સુમેળપૂર્ણ વાતાવરણના વિકાસ અને માન-સન્માન વધારવા માટે અંડાકાર ડિઝાઇન અથવા ફૂલોની પેટર્ન, સ્ટ્રીપ્સ અથવા તેને મળતો આવતો પડદો લગાવવો શુભ રહેશે. પૂર્વ દિશામાં અંડાકાર ડિઝાઇન જીવનમા નવા માર્ગ ખોલશે છે.
સાત્વિક અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરતા કેસર, પીળો, લીલો, ગુલાબી, હળવા નારંગી જેવા રંગોનો ઉપયોગ સમૃદ્ધિમાં વધારો કરશે. 

ઉત્તર દિશાથી થશે ઘન પ્રાપ્તિ

ઉત્તર દિશા તરફ બનેલા ઓરડામાં લહરદાર અથવા જળના ગુણોથી મળતા ડિઝાઇનના પડદા લગાવીને તમે જીવનમાં સ્પષ્ટતા અને ઉન્નતિના નવા અવસરોને આમંત્રિત કરી શકો છો.જળની દિશા ઉત્તરમાં હળવા પીળા, લીલો, આકાશ અને વાદળી રંગના પડદા લગાવવાનું શુભકારી માનવામાં આવે છે. 

આ દિશામાં આ રંગોનો પ્રયોગ કરવાથી ધનની પ્રાપ્તીની નવી-નવી તક પ્રાપ્ત થશે. કેરિયરમાં સફળતા મળશે. પૂર્વ,પૂર્વોત્તર અને ઉત્તર દિશામાં ઓછું વજન ધરાવતા પડદા લગાવવા જોઇએ. 

 ઉત્તર દિશામાં પીળા, લીલા, આકાશ અને વાદળી રંગોમાં પાણીની દિશા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિશામાં આ રંગોનો ઉપયોગ કરીને, તમને પૈસા આવવાની નવી તકો મળી શકે છે. કરિયરમાં સફળતા મળશે. પૂર્વ, ઇશાન અને ઉત્તરમાં હળવા વજન ધરાવતા પડદાની પસંદગી કરવી જોઇએ.

દક્ષિણ દિશામાંથી પ્રાપ્ત થાય છે યશ

અગ્નિ તત્વની દક્ષિણ-પૂર્વ દિશામાં ખૂણામાં ત્રિકોણ જેના નકુચાના ભાગ ઉપર હોય અથવા તેની મળી આવતી ડિઝાઇનના પડદા લગાવવા જોઇએ. આ પ્રકાર દક્ષિણ દિશાના દરવાજામાં સુંદર પેટર્નના પડદા લગાવવાથઈ આપને લાભકારી સિદ્ધ થશે. 

પશ્ચિમથી લાભ મળશે

પશ્ચિમ દિશામાં ગોલ્ડન અને વ્હાઇટ રંગના ઉપયોગ સાથેની ગોળ ડિઝાઇન ધરાવતા પડદા લગાવવા જોઇએ. પીળા, ભૂરા, સફેદ અને સોનેરી રંગોવાળા તથા હળવા લીલા જેવા રંગોનો ઉપયોગ પણ કરી શકો છો. પંચકોણ વાળી પેટર્ન પણ મૂકી શકાય છે. આ દિશામાં, તમે આ પ્રકારના પડધા લગાવીને તમારા જીવનમાં લાભોને આમંત્રિત કરી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Curtains curtains colour and design ગુજરાતી ન્યૂઝ વાસ્તુ શાસ્ત્ર Vastu Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ